________________
તેમાં રાગ-દ્વેષ નહીં પણ નિકાલ.
ભૂખ લાગે, તરસ લાગે, વિષય સંબંધી ભૂખ લાગે, દેહ સંબંધી ભૂખ લાગે, એ દ્વેષનું કારણ છે. એ ના હોય તો વીતરાગ થઈ જાય !
જેણે ગયા ભવમાં બ્રહ્મચર્યનો ભાવ કર્યો હોય, તેને આ ભવમાં તેનો ઉદય આવે. એ ઉદય આવે પછી એને વિષયની ભૂખ ના લાગે. જ્ઞાનીએ વીદ્વેષ બનાવ્યા હવે તેમની જોડે બેસીને વીતરાગ થવાનું! ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ લાગે, થાક લાગે એ બધી અશાતા વેદનીય. લાગે એટલે સળગે.
દ્વેષ ફરજિયાત છે અને રાગ એ આપણી પસંદગી છે.
પોતાની સ્ત્રી કાળી હોય અને બીજી ગોરી હોય તો ગોરી ઉપર રાગ થાય જ. આમાં મૂળ દ્વેષનું કારણ છે.
દ્વેષ પહેલો હોય તો જ રાગ ઉત્પન્ન થાયને ! દ્વેષ ગયાં પછી રાગ જતાં ઘણી વાર લાગે.
‘હું ચંદુલાલ છું’ એ આરોપિત જગ્યાએ રાગ છે અને માટે જ સ્વરૂપમાં દ્વેષ છે.
દાદા જ્ઞાન આપે ત્યારે અનંત કાળના પાપો નષ્ટ થાય એટલે દ્વેષ ઊડી જાય. પછી રાગ ડિસ્ચાર્જ ભાવે રહે, જે ધીમે ધીમે જાય.
સામાના દ્વેષ માટે પ્રતિક્રમણ કરવાનું.
એટેક ગયો એનું નામ ધર્મ. તારા ભાવમાં એટેક નથી તો તું મહાવીર જ છે ! એમ શાસ્ત્રો કહે છે.
આ અક્રમ વિજ્ઞાન એ તો સંપૂર્ણ વિજ્ઞાન છે. આ મોટો સિદ્ધાંત કહેવાય !
[૨.૪] પ્રશસ્ત રાગ
આત્મા સંબંધીના જે સાધનો છે તેના પર જે રાગ બેસે, તેને પ્રશસ્ત
24
રાગ કહ્યો. આમાં મોટામાં મોટું સાધન તે જ્ઞાની પુરુષ, પછી શાસ્ત્રો. છેવટે આ ય રાગ કાઢવો પડે. પછી જ વીતરાગ થવાય. પ્રશસ્ત રાગ વીદ્વેષ થયા પછી જ થાય.
પ્રશસ્ત રાગની અજાયબી એ છે કે રાગ પછી દ્વેષ ના હોય. આ રાગ સંસારના બધા રાગ છોડાવે ને એક જ્ઞાની પુરુષ પર બેસાડી દે. આ રાગથી બંધન ના આવે, મુક્તિ આપે.
જ્યાં સુધી આત્માનો સ્પષ્ટ અનુભવ નથી થતો ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. એ પછી ભૂલાય જ નહીં.
પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે.
કેટલાંક લોકો પ્રશસ્ત રાગને વખોડે છે. કહે છે કે એનાથી કેવળજ્ઞાન
અટકે ! હવે આ કહેનારાને હજુ આત્મજ્ઞાન જ લટકેલું હોય ! ગૌતમ સ્વામીનો ભગવાન મહાવીર પરના પ્રશસ્ત રાગને ખૂબ વખોડાય છે ! અલ્યા, આવો રાગ પ્રત્યક્ષ ભગવાન પર થવો કંઈ જેવું તેવું છે ? બૈરીછોકરાંને પૈસા સિવાય બીજા ક્યાં રાગ બેઠો છે ? ભગવાન પર પ્રશસ્ત રાગ હતો ગૌતમ સ્વામીને તેથી ભગવાન મહાવીરે જ છેવટે ખટપટ કરી તેમને કેવળજ્ઞાન પ્રગટ કરાવવા ! એટલે જ્ઞાન અટકે નહીં. થોડું મોડું થાય તેથી શું બગડી ગયું ?
જ્ઞાની પર પૌદ્ગલિક રાગ થાય ? થાય તો ય તે ટકે નહીં. એ પ્રશસ્ત રાગમાં પરિણમે જ.
રાગ સંસારમાં રખડાવે ને પ્રશસ્ત રાગ મોક્ષે લઈ જાય.
પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત મોહમાં શું ફેર ?
પ્રશસ્ત રાગ ખસી શકે જ્યારે મોહ ચીકણો હોય. એને જતાં વાર લાગે. રાગ ચોંટાડેલી વસ્તુ ને મોહ ચોંટેલી વસ્તુ.
જ્ઞાની પર ભક્તિભાવ થાય એ ચાર કષાયમાંથી લોભમાં જાય. એ ય કપટવાળો લોભ નહીં ! ખરો રાગ તો કપટ અને લોભ ભેગો થાય તે. આ પ્રશસ્ત રાગમાં લોભ એકલો જ હોય.
25