________________
પુરુષમાંથી પુરુષોત્તમ !
૧૧૫
આ બધું પ્રકૃતિનું છે, પ્રાકૃત શક્તિ છે. હવે એ પ્રકૃતિને તન્મયાકાર રહે છે અને આપણે તન્મયાકાર નહીં રહેવાનું એટલો જ ફેર છે. પ્રકૃતિ જે કરે એ જોયા કરવાનું છે.
મહાવીર ભગવાન એક પોતાની પુદ્ગલ પ્રકૃતિ જોયા કરતા હતાં. તેનાં જ જ્ઞાતા-દ્રષ્ટા રહેતા હતા. એમ કરતાં કરતાં કેવળજ્ઞાન ઉપજયું.
જ્ઞાતી બેઠાં સતી સંગે ! પ્રશ્નકર્તા: ‘જ્ઞાની પણ પ્રકૃતિમાં જ છે” સમજાવો.
દાદાશ્રી : હા, અમે પણ પ્રકૃતિમાં છીએ. ખઈએ છીએ, પીએ છીએ, સૂઈ જઈએ છીએ, વાતો કરીએ છીએ.
પ્રશ્નકર્તા: ‘પણ પ્રકૃતિમાં રહીને પોતે છૂટા રહે તે જ્ઞાની !'
દાદાશ્રી : હા. અમે આ શરીરની બહાર રહીએ છીએ બિલકુલ. પાડોશી તરીકે રહીએ છીએ.
મહીં જે બેઠાં છે ને, એ સત્ની જોડે હું બેઠો છું અને મારી જોડે આ બધા બેઠા છે એટલે સત્ની નજીક જ આ બધા છે ને ! એટલે પછી હું શું કહું છું કે ન્યુઝપેપર વાંચશો તો ય વાંધો નહીં, તમે અહીં લાડવા ખાશો તો ય વાંધો નહીં, પણ બહાર જઈને પુસ્તકો, શાસ્ત્રો વાંચશો તો વાંધો આવશે. ગમે તે કરશો તો વાંધો આવશે. અહીં ગમે તે કરશો તો વાંધો નહીં, કારણ કે સની પાસે છે ને ! સત્ કોઈ જગ્યાએ હોય નહીં. સત્ એટલે પ્રકૃતિથી તદન છૂટું ! નિરાળું !!
મંડાયો પુરુષોતમ યોગ ! પ્રશ્નકર્તા : પુરુષ અને પ્રકૃતિને જુદા પાડવાનો ઉપાય શું છે ?
દાદાશ્રી : પુરુષ અને પ્રકૃતિ બે જુદી વસ્તુઓ છે. પુરુષ શુદ્ધાત્મા ને પ્રકૃતિ પુદ્ગલ છે. પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે, પુરુષ જ્ઞાન સ્વભાવનો છે. પુરુષ અકર્તા છે અને પ્રકૃતિ કર્તા છે. એટલે કર્તા જયાં આગળ ક્રિયામાન
૧૧૬
આપ્તવાન્ની-૧૩ (પૂર્વાર્ધ) છે. થયા કરે તે પ્રકૃતિ અને અક્રિય રહે એ પુરુષ. એ એમ કરીને જુદું પાડ પાડ કરવું.
પ્રશ્નકર્તા : એના માટે કંઈ સાધન ?
દાદાશ્રી : આ જ જાગૃતિ, આ બે જુદું ઓળખી જ ગયા કે ભઈ, આ અક્રિય છે ને આ સક્રિય છે. તો બેને જુદા પાડી દેવાના.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ લઈને આવ્યા છે તે તો દુ:ખદાયી જ છે. હવે વીતરાગની પાસેથી જ્ઞાન મળ્યું. હવે પ્રકૃતિ પ્રકૃતિનો ભાગ ભજવે અને એને સુખ-દુ:ખ થયા કરે છે એ ઓછું થઈ જાય, પાતળું થઈ જાય ક્યારે ?
દાદાશ્રી : એ બધું પાતળું નહીં, અડશે જ નહીં પછી. જ્યારે પરભાયું છે એવું જાણશે તો પૂરેપૂરો અનુભવ થશે. હજુ તો અનુભવ થતો નથી ને પરભાયું છે એવું.
આત્મા જુદો પડ્યા પછી પુરુષાર્થ રહ્યો. જ્યાં સુધી દેહાધ્યાસ હતો, ત્યાં સુધી પુરુષાર્થ ખુલ્લો થયો ન હતો. પુરુષાર્થ તો, પુરુષ અને પ્રકૃતિ બે જુદા પડ્યા પછી પુરુષાર્થ શરૂ થાય. તે પુરુષાર્થ થતાં થતાં પુરુષોત્તમ થાય ! પુરુષમાંથી પુરુષોત્તમ થાય. પુરુષોત્તમ યોગ ઉત્પન્ન થાય. તે પુરુષાર્થ શો કરવાનો છે ? “મારું નહીં’, ‘મેરે કો કુછ અડે નહીં', ‘યે હમારા નહીં’, ‘મારું નહીં' કહેતાંની સાથે ના ચોંટે. કારણ કે એ કાયદો છે કે આ તારું કે પેલું ? એનો ગૂંચવાડો ઊભો થતો હોય તો મારું નહીં* કહી દેવાનું. તે એની મેળે ભાગી જાય. ઊભું જ ના રહે. કહેવાય ના રહે કે હું તમારું હતું. ‘આ મારું નહીં' કહ્યું કે ચાલ્યું. દક્ષિણી(મરાઠી) લોકો ‘આમચા નાહીં’ એવું બોલે પણ એનો અર્થ એ જ ને ! ‘આમચા નાહીં', પહેલાં તો ‘તુમચા હી થા’ ને ? હવે ‘આમચા નાહીં’..
ભેદવિજ્ઞાનથી પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડી જાય છે. ત્યાર પછી પુરુષ થયા પછી છે તે આ આજ્ઞા પાળે એટલે પુરુષોત્તમ થઈને ઊભો રહે. એ છેલ્લી દશા પુરુષોત્તમ. પુરાણ પુરુષ પુરુષોત્તમ ભગવાન કહેવાય. જેને પોતાપણું પણ ના હોય. આ દેહે પોતાપણું ના હોય કે હું કહું છું