________________
પુરુષમાંથી પુરુષોત્તમ !
ને મારું કેમ સાંભળતા નથી !
પ્રશ્નકર્તા : પોતે એક સેકન્ડ પણ પુરુષ થાય તો બહુ થઈ ગયું. દાદાશ્રી : એક સેકન્ડ પણ કોઈ પુરુષ થયો નથી. પેલા આ આનંદઘનજી મહારાજ જેવાએ શું કહ્યું ? ‘હે અજીતનાથ ભગવાન ! તમે તો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ જીત્યા એટલે પુરુષ કહેવાયા, પણ એ લોકોએ મને જીતી લીધો, હું પુરુષ કેમ કહેવાઉં ?” ત્યારે પુરુષ શી રીતે થાય તે ! એક સેકન્ડ પુરુષ થઈ જાય ને, તો પરમાત્મા થઈ ગયો.
૧૧૭
પુરુષ એ અંતરાત્મા તે પુરુષોત્તમ એ પરમાત્મા !
પ્રશ્નકર્તા : એ પુરુષ આપણે એને કહીએ, તો પ્રકૃતિની આ બધી જે લીલા એ બિચારાએ શું કામ ભોગવી ?
દાદાશ્રી : પુરુષ ભોગવે જ નહીં. ભોગવે ત્યારે ત્યાં સુધી પુરુષ કહેવાતો નથી. ભોગવે છે ત્યાં સુધી અહંકાર કહેવાય છે. ભોગવે છે ત્યાં સુધી ‘એને’ આ ભ્રાંતિ છે એટલે અહંકાર કહેવાય છે એ. અને એ છે તે ભોગવતો બંધ થયો કે પુરુષ થઈ જાય છે. ‘પોતે’ પોતાના સ્વભાવનો ભોક્તા થાય ત્યારે પુરુષ થાય અને વિશેષભાવનો ભોક્તા થાય ત્યાં સુધી અહંકાર.
પ્રશ્નકર્તા : સ્વભાવનો ભોક્તા એટલે શું ?
દાદાશ્રી : સ્વભાવનો ભોક્તા થાય એટલે પુરુષ થાય. આત્મસ્વભાવનો ભોક્તા થાય એટલે પુરુષ થાય અને વિશેષ સ્વભાવનો ભોક્તા થાય એટલે અહંકાર, જીવાત્મા કહેવાય અને પેલો પરમાત્મા. હવે જીવાત્માથી પરમાત્મા એકદમ થઈ જવાતું નથી એટલે વચ્ચે થોડો કાળ અંતરાત્મા તરીકે રહેવું પડે છે, વિસામો લેવા માટે. જીવાત્મામાં જે ભેગું કરેલું એનો ઉકેલ લાવતા સુધી અંતરાત્મા તરીકે રહેવું પડે છે ને પછી એ બધો ઉકેલ આવી જાય એટલે પોતે જ પરમાત્મા, છે જ પરમાત્મા !
આ તો નરી ગૂંચવણ છે. જ્યાં વિરોધાભાસ છેને, ત્યાં નર્યા
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ગૂંચવાડા છે. જગતને એ પ્રિય થઈ પડે છે ! ગૂંચવાડાવાળું એટલે પછી મજા આવે.
૧૧૮
પ્રશ્નકર્તા : એનું કારણ કે એકદમ જો પ્રકાશ મળી જાય તો બાકીના જીવનનું શું કરવું ?
દાદાશ્રી : બાકીનું જીવન બહુ સુંદર જાય.
પ્રશ્નકર્તા : પણ પ્રકાશ મળી જાય પછી બાકીનું જીવન રહે જ નહીં
ને ?
દાદાશ્રી : પછી પુરુષ થાય અને પુરુષ થયો એટલે પછી પોતે ‘પુરુષ’માંથી દિવસે દિવસે ‘પુરુષોત્તમ’ થયા કરે. ગૂંચવાડામાંથી મુક્તિ થઈ પછી ગૂંચવાડો ઊભો થાય જ નહીંને ?!
શુદ્ધાત્મા થયા અને જ્ઞાતા-દ્રષ્ટા થયા એ પુરુષ થયા, પ્રકૃતિને નિહાળે એ પુરુષોત્તમ. નિરંતર પ્રકૃતિને નિહાળ્યા કરે એ પુરુષોત્તમ
કહેવાય.
પ્રશ્નકર્તા : અત્યારે આપની જે સ્થિતિ છે એ સ્થિતિને કહી શકાય?
દાદાશ્રી : ના. અમારી સ્થિતિ આમાં થોડીક કાચી હોય. એ સ્થિતિ
જો અમારી હોત તો અમે દાદા ભગવાન પોતે થઈ જાત. એટલે અમારી સહેજ થોડી ચાર ડિગ્રી કાચી હોય. એટલે અમે તે રૂપ ના કહીએ, અમે તેથી ભેદ વિજ્ઞાની, જ્ઞાની પુરુષ કહેવાઈએ. જે છે એવું કહેવું જોઈએ, નહીં તો પોતાને જ દોષ બેસે. અમારે જેમ છે તેમ ‘હા’ કહેવું પડે અને નથી તેનું ‘ના’ કહેવું પડે. ભલે કોઈને ખોટું લાગે તો વાંધો નહીં, પણ જેમ છે એમ જ બોલાય. અમારાથી બીજું બોલાય નહીં. ઈશ્વર છે કે નહીં, ઈશ્વરે આ બનાવ્યું હશે કે નહીં, તે અમારે જેમ છે એમ બોલવું પડે.
પછી એ પુરુષ થયા પછી પુરુષાર્થ શરૂ થઈ જાય. તે પુરુષને પછી એ પુરુષાર્થ થવાથી એ પુરુષમાંથી દિવસે દિવસે દિવસે પુરુષોત્તમપણું થાય. પુરુષોત્તમ પરમાત્મા થઈ ગયો. પુરુષ એ અંતરાત્મા અને પુરુષોત્તમ