________________
પુરુષમાંથી પુરુષોત્તમ !
૧૧૯
પરમાત્મા. બસ પુરુષોત્તમ થતાં સુધી છે એ અંતરાત્મા. અને પુરુષ થયો ત્યાંથી જ પુરુષોત્તમ થવા માંડ્યું. અસ્તિત્વ “હું ” એ આખા જગતને ભાન છે, જીવમાત્રને ભાન છે “હું છું’. ‘હું શું છું ?” એ ભાન નથી. તે વસ્તુત્વનું ભાન નથી. એ “હું ‘પુરુષ છું’ એ થઈ ગયું એટલે બધું થઈ ગયું. પછી પૂર્ણત્વ એની મેળે જ થયા કરે છે, પુરુષ થયા પછી ! સાદું ગણિત છે કે અઘરું ગણિત છે ?
પ્રશ્નકર્તા : એકદમ સહેલું.
દાદાશ્રી : હં, એકદમ એ તો ! મને તો આવું ગણિત આવડી ગયું, બધા દાખલા આવી ગયા. ગૂંચવાડામાંથી બહાર નીકળી ગયો અને સ્વતંત્ર થઈને ફર્યો.
[૧.૧૦] પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
ભિન્નતા એ બન્નેતા જાણપણામાં ! પ્રશ્નકર્તા : પ્રકૃતિના ગુણ-દોષ જે જુએ છે તે જોનારો કોણ છે ? દાદાશ્રી : એ જ પ્રકૃતિ છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિનો કયો ભાગ જુએ છે ? દાદાશ્રી : એ બુદ્ધિનો ભાગ, અહંકારનો ભાગ. પ્રશ્નકર્તા : તો પછી આમાં મૂળ આત્માનું શું કામ છે ? દાદાશ્રી : મૂળ આત્માને શું ?! એને લેવા-દેવા જ નહીં ને ! પ્રશ્નકર્તા : મૂળ આત્માનું જોવા-જાણવાપણું કઈ રીતના હોય ? દાદાશ્રી : એ નિર્લેપ હોય છે અને આ તો લેપીત છે. પ્રશ્નકર્તા : એટલે સારું-ખોટું જુએ છે એ લેખીતભાગ છે ? દાદાશ્રી : હા, એ બધો લેખીતભાગ !
પ્રશ્નકર્તા : આ બુદ્ધિએ પ્રકૃતિનું સારું-ખોટું જોયું, એ જે જુએ છે, જાણે છે એ પોતે છે ?