________________
પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
૧૨૧
૧૨૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
નથી જોતો ?
દાદાશ્રી : પ્રકૃતિનો દોષ જુએ તો એ પ્રકૃતિ થઈ ગઈ. આત્મા નથી ત્યાં આગળ. આત્મા આવો નથી. એને કોઈનો દોષ ના દેખાય.
પ્રશ્નકર્તા : બીજાના દોષની વાત નથી કરતાં, પોતે પોતાનાં દોષની વાત કરે છે.
દાદાશ્રી : દોષ જુએ છે માટે તે વખતે પ્રકૃતિ જ હોય. પણ એ ઊંચી પ્રકૃતિ, આત્માને પ્રાપ્ત કરાવનારી છે.
પ્રશ્નકર્તા અને પ્રકૃતિને નિર્દોષ જુએ છે, એ કોણ જુએ છે ?
દાદાશ્રી : એ પ્રકૃતિને નિર્દોષ જુએ છે, એ જ પરમાત્મા છે. એ જ શુદ્ધાત્મા છે. બીજા કશામાં હાથ જ નથી ઘાલતોને !
પ્રશ્નકર્તા : નિર્દોષ જોવામાં એને કેવો આનંદ મળે છે ? દાદાશ્રી : એ આનંદ, એ મુક્તાનંદ કહેવાયને ! પ્રશ્નકર્તા : એટલે પરિણામને વિશે કંઈ બોલતો જ નથી. દાદાશ્રી : પરિણામને, પ્રકૃતિના પરિણામને જોતો જ નથી.
બે પ્રકારનાં પરિણામીક જ્ઞાન. એક છે તે પ્રકૃતિનું પરિણામીક જ્ઞાન અને એક આત્માનું પરિણામીક જ્ઞાન.
પ્રશ્નકર્તા : પણ એ જેમ છે તેમ જોવામાં કયો સ્વાદ ચાખી રહ્યો છે ?
દાદાશ્રી : એ તો એણે આનંદ ચાખી લીધેલો હોયને, પણ એ શું કહે છે. મારે આનંદની કંઈ પડેલી નથી. મને તો આ જેમ છે એમ જોવામાં પડેલી છે. એટલે અમે શું કહ્યું કે “જેમ છે એમ’ જુઓને ! એ છેલ્લામાં છેલ્લી વાત છે !
હવે પ્રકૃતિનું પરિણામીક જ્ઞાન છે અને તમે નિર્દોષ જુઓ, એટલે તમે પાસ થઈ ગયા અને દોષીત જોયું એટલે ગૂંચવાડો ઊભો કર્યો !
પ્રશ્નકર્તા : યા જ્ઞાનપ્રકાશ કરીને આત્માનો ભાગ, એ દોષીત
દાદાશ્રી : એ કેવળજ્ઞાનનાં અંશોથી દોષીત નથી જોતો.
પ્રશ્નકર્તા: પેલા દોષીત જોવામાં કંઈક એવો આનંદ જોયો હશે કે જે રાગ-દ્વેષમાં પરિણમતો હોય, નાશવંત હોય, તેથી દોષિત નથી જોતો ?
દાદાશ્રી : નિર્દોષ જોવામાં આનંદ આવે છે. પણ એ આનંદ આવે, એવા હેતુ માટે નથી જોતો પણ એ તો આમ જ, છે જ આમ ! “જેવું છે એવું’ જુએ છે, “જેમ છે એમ’ જુએ છે અને પેલાં છે તે “જેમ છે એમ’ નથી જોતાં તેનું દુ:ખ થાય છે !
જ્ઞાતી એકતે જુએ તે એકતે તિહાળે ? અમને કોઈ કહેશે કે તમારી પાછળ આમ બોલતા હતા, મેં કહ્યું, બોલે બા. એ મારો ઉદય સ્વરૂપ છેને અને એનોય ઉદય સ્વરૂપ બિચારાનું. અને ઉદય સ્વરૂપ અને અમે નિહાળીએ.
અમે જગતને, બધા જીવમાત્રને શુદ્ધ સ્વરૂપે જ જોઈએ. તમે જુઓ છો એમ અમે પણ જોઈએ અને પ્રકૃતિને ઉદય સ્વરૂપ રીતે નિહાળીએ. એકને જોઈએ અને એકને નિહાળીએ. અને કોઈ દોષિત છે નહીં, નિર્દોષ છે જગત. લોકોને દોષિત દેખાતું હશે ? વહુ દોષિત દેખાય, બધા દોષિત જ દેખાય છેને !
પ્રશ્નકર્તા : આપે કહ્યુંને એકને અમે જોઈએ અને એકને નિહાળીએ એ સમજાયું નહીં. એ નિહાળીએ અને જોઈએમાં શું ફરક ?
દાદાશ્રી : આ આત્માથી જોઈએ, અમે દ્રશ્યને દ્રષ્ટા તરીકે જોઈએ, આત્માથી આત્મા જોઈએ અને આ દેહદ્રષ્ટિથી ઉદય સ્વરૂપને નિહાળીએ કે કો'કને ગાળો ભાંડે છે એ એનું ઉદય સ્વરૂપ છે, એમાં દોષ નથી આજે. એનો દોષ તો અંદરખાને જે ભાવ કરતો હોય તે એનો દોષ. પણ આપણા મહાત્મા તો ભાવેય કરે નહીં. કર્તાપુરુષ છૂટી ગયો એટલે. ‘હું શુદ્ધાત્મા છું એટલે કર્તાપણું છૂટી ગયું. તમે ખરેખર શુદ્ધાત્મા છો કે ખરેખર