________________
પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
૧૨૩
૧૨૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ચંદુભાઈ છો ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા છું.
દાદાશ્રી : તો પછી કર્તાપણું છૂટી ગયું. ‘હું ચંદુભાઈ’ એ જ કર્તાપણું હતું. એટલે કર્તાપદ છૂટી ગયું, હવે તમારે કરવાપણું રહ્યું નહીં. તમને કર્મ બંધાય નહીં.
પ્રશ્નકર્તા : દાદા, એ પચાવતાં વાર લાગી છે. બીજા બધાને પચી ગયું છે, મને પચાવતાં વાર લાગી છે.
દાદાશ્રી : એવું છેને કે આજે આવી વાત કો'ક દહાડો નીકળી હોય, આવી વાતોનું જેમ જેમ ભોજન લેવાશે, એટલે રાગે પડી જશે, એ પચી જાય. વાતો આવી થયેલી જ નહીંને ! એવાં સંજોગ બાઝવા જોઈએને ! અને તમારે તો કેવા સંજોગ ! ઉતરવાનું એમને ત્યાં, રહેવાનું એમને ત્યાં અને જમવાનું એમના હાથે ! એટલે પછી બધું જામી જ જાયને ! એવા સંજોગ, એવી ક્ષણ આવે છે દિવસોમાં. કોઈ કોઈ ટાઈમ એવા આવી જાય છેને તે ઑલરાઈટ થઈ જાય. પણ આપણે આ એમની આજ્ઞા પકડી રાખીએ એટલે બહુ થઈ ગયું. આશા છોડીએ નહીં તો કશો વાંધો ના આવે.
માત્ર પ્રકૃતિને નિહાળ્યા કરો ! પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિ હવે દેખાવા માંડી છે, બધું દેખાય, આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર દેખાય, પણ એનો સ્ટડી કેવી રીતે કરવો ? પ્રકૃતિ હોય એની આગળ જ્ઞાન કેવી રીતે કામ કરવું જોઈએ ? કેવી રીતે જાગૃતિ રહેવી જોઈએ ? એનો સ્ટડી કેવી રીતે કરાય ?
દાદાશ્રી : પ્રકૃતિનો સ્ટડી કરેને તો આપણને માલમ જ પડી જાય, કે આવી પ્રકૃતિ છે હજુ. પ્રકૃતિની આપણને ખબર જ પડી જાય કે આ પ્રકૃતિ આવી જ છે. અને ધીમે ધીમે ઓછી ખબર પડી હોય, તો વધતી જાય દા'ડે દા'ડે. પણ છેવટે ફૂલ આવે. ફક્ત આપણે કરવાનું શું છે કે આ ચંદુભાઇ શું કરી રહ્યા છે, તે આપણે જોયા કરવાની જરૂર છે ! એ જ શુદ્ધ ઉપયોગ છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, ઘણી વખત એવું હોય છે ને, આમ જોયા રાખીએ છીએ ને તેમાં કઈ ઘડીએ અંદર છે તે હલી જવાય છે અને એના પછી રિએક્શન આવે.
દાદાશ્રી : ક્યાં પેસી જવાય છે ?
પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને આપણે સતત જોવાની હોય, એમાં જોવાય નહીં તો એમાં કઈ વસ્તુ કામ કરતી હોય ?
દાદાશ્રી : આવરણ. આવરણ તોડવું પડે એ તો. પ્રશ્નકર્તા: કેવી રીતે તૂટે ?
દાદાશ્રી : અહીં આપણે વિધિઓથી તૂટતું જાય દા'ડે દા'ડે, તેમ તેમ દેખાતું જાય. આ તો બધાં આવરણમય જ હતું બધું. કશું દેખાતું નહોતું, હવે ધીમે ધીમે ધીમે દેખાવા માંડ્યું. એ આવરણ જોવા ના દે બધું ય. અત્યારે બધા દોષ દેખાય નહીં. કેટલા દેખાય છે ? દસ-પંદર દેખાય છે?
પ્રશ્નકર્તા : ઘણાં દેખાય છે. દાદાશ્રી : સો-સો ? પ્રશ્નકર્તા : ચેઇન ચાલ્યા કરે.
દાદાશ્રી : તોય પૂરા ના દેખાય. પૂરા દેખાય નહીં. આવરણ હોયને, અવિરત રહેને પાછાં ! ઘણાં દોષ હોય. અમારે વિધિઓ કરતી વખતે ય અમને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો થયા કરેને ! સામાને નુકસાન ના કરે એવાં દોષ અમને થયા, તે અમને ખબર પડે. તરત અમારે એને સાફ કરવાં પડે. ચાલે જ નહીં ને ! દેખાય એટલાં તો સાફ કરવાં જ પડે.
પ્રશ્નકર્તા : જૂનું જે બધું થઈ ગયું હોય ને તેનો બોજો રહે.
દાદાશ્રી : જૂનાનો બોજો આપણે તો આમ નાખી દેવાનો, બોજો આપણે શું કરવા રાખીએ ? આપણને જો હજુ ટચ થતું હોય તો બોજો રહે.
પ્રશ્નકર્તા : જ્ઞાનને લીધે હવે બધાની પ્રકૃતિ દેખાય. આ જે પાછળ