________________
પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા !
૧૧૩
પ્રકૃતિમાં મઠિયાં કે એતો સ્વાદ !
પ્રકૃતિ મઠિયા ખાય છે. આ બધા મહાત્માઓ જાણી ગયેલા તે અમેરિકામાં અહીં બધે હમણા જઈએ તે મારા માટે મઠિયા બનાવી રાખે. પણ આ વર્ષમાં બે જ જણને ત્યાં ખાધા છે, બસ. માફક આવે તે પ્રકૃતિ. બધાયને ત્યાં માફક નહીં આવ્યું. એ જરાક ખઈને પછી હું રહેવા દઉં. એટલે કોઈ એમ કહે કે મઠિયા એમને ફાવશે તો વાત માન્યામાં ના આવે. મઠિયામાં રહેલો સ્વાદ એ મારી પ્રકૃતિમાં છે.
પ્રશ્નકર્તા ઃ પાછું આ કેવું છે દાદા, આપણી પ્રકૃતિને અત્યારે ભાવ્યું પછી પાછું મહિના પછી ના ય ભાવે, બદલાઈ જાય.
દાદાશ્રી : ત્રણ જ દહાડામાં ફેરફાર થાય. દિવસમાં ફેરફાર થાય. આજે ઢેબરાં ભાવે ને કાલે ના ભાવે.
પ્રશ્નકર્તા : ના ય ભાવે.
દાદાશ્રી : તમે ક્યારે સ્ટડી કર્યા એનો ?
પ્રશ્નકર્તા : દાદાનું જોઉં એટલે સ્ટડી થાય. સહજ પ્રકૃતિ કેવી રીતે કામ કરતી હોય છે એ દાદાનું જોઈએ ત્યારે જ ખબર પડે.
દાદાશ્રી : નાસ્તો આવે તો જોઈ જોઈને લે, પણ આમાં શું જુદું હોય ? ત્યારે કહે, શેની પર મરચું વધારે પડ્યું છે ? એનું નામ પ્રકૃતિ. પ્રકૃતિ સંપૂર્ણ પ્રકા૨ે જાણે, ત્યારે ભગવાન થાય. પ્રકૃતિમય ના થાય એટલે જાણે, નહીં તો પ્રકૃતિમય થાય એટલે જાણે નહીં, ત્યારથી બંધ. જો પ્રકૃતિ એને સમજણ પડી જાય તો છૂટો થાય.
આ પ્રકૃતિ છે, તેને તમે જોયા કરો તો જરાય વાંધો નહીં. તમારી જવાબદારીનો વાંધો નથી. અમારી જવાબદારી ના આવે. તમારી જોવાની
ઇચ્છા હોવી જોઈએ અને છતાં નથી જોવામાં અવાતું, પછી તેની જવાબદારી નથી.
܀܀܀܀܀
[૧.૯]
પુરુષમાંથી પુરુષોત્તમ !
શક્તિ, પુરુષ અને પ્રકૃતિતી !
પ્રશ્નકર્તા : પુરુષાર્થ પરમ દેવમ્, દરેકની દ્રષ્ટિએ પુરુષાર્થની વ્યાખ્યા અલગ અગલ હોઈ શકે. તો તેમાં શ્રેષ્ઠ પુરુષાર્થ વ્યાખ્યા શું છે ?
દાદાશ્રી : પુરુષાર્થ બે પ્રકારના છે. એક પોતે પુરુષ થઈ અને પોતે પ્રકૃતિથી જુદો પડી જાય અને પ્રકૃતિને નિહાળે, તે પુરુષાર્થ કહેવાય. પ્રકૃતિને નિહાળ્યા કરે. પ્રકૃતિ શું કરી રહી છે, એને જોયા જ કરે તે પુરુષાર્થ કહેવાય. અને બીજો પુરુષાર્થ, આ જગતની દ્રષ્ટિએ ભ્રાંત પુરુષાર્થ પણ સાચો ગણવામાં આવે છે. કારણ કે પુરુષાર્થ તો ખરો જ ને ! એણે ઊંધું કર્યું તો આ ઊંધું ફળ મળ્યું. છતું કર્યું તો છતું ફળ મળ્યું.
પ્રશ્નકર્તા : પુરુષ શક્તિ અને પ્રકૃતિ શક્તિ વચ્ચેનાં ભેદ સ્પષ્ટ કરવા વિનંતી છે.
દાદાશ્રી : પુરુષ શક્તિ એટલે પુરુષાર્થ સહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય. ઓહોહો ! અમે સ્વપરાક્રમથી આખી દુનિયામાં ફરીએ છીએ એક કલાકમાં ! મેં તમને પુરુષ બનાવ્યા પછી, તમે શુદ્ધાત્મા થયા પછી તમારી શક્તિઓ બહુ જ વધવા માંડે છે. પણ જો આમાં લક્ષ રાખોને તો અને અમારા ટચમાં રહો તો બહુ હેલ્પ કરે.