________________
પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા !
જોયા કરવું કે ‘કહેવું પડે !' એ પુદ્ગલ પર્યાયો છે બધા. એને જ જોવાનું. પોતાની પ્રકૃતિને જોયા કરવાની.
૧૧૧
એ પ્રકૃતિ ‘જોઈ’ એટલે એ એની મેળે આપણને ફળ આપીને ગઈ એટલે ‘ફરી હું નહીં આવું, તમે છૂટા ને હું ય છૂટી.’ એવું કહીને ગઈ.
પછી આપણે વાંધો હોય તો બોલાવી લઈએ !
રસ્તામાં આવતા હતા, તો એક બસ બળતી હશે. તે મેં જોઈ. મેં કહ્યું, ‘બસ બળે છે આ.' ભડ, ભડ, ભડ, હેય... મોટી મોટી હોળીના પેઠ સળગ્યા કરે. ત્યારે મેં જાણ્યું, ‘આ બસ બળે છે.’ એટલે પછી હું એ દ્રષ્ટિ ઊતારું ને કે આ પ્રકૃતિ એટલે કેટલે સુધી ચાલી કે અરેરે બા, આ છોકરાંઓએ શું માંડ્યું છે ? આ અનામત વિરોધીઓ ! મૂઆને પોતાની ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ !' એવી આ પ્રકૃતિ મહીં જે ચાલવા માંડી, તેને હું જોયા કરતો હતો કે પ્રકૃતિ શું ચાલે છે !
પ્રકૃતિ તો બોલ્યા વગર રહે નહીં ને ! ‘આ બસ બળે છે અને આમ થાય છે' ને તે આપણા બાપનું કંઈ જતું રહ્યું ? પ્રકૃતિ જાણે આપણું જ છે, તેમ એ ડહાપણ કર્યા વગર રહે નહીં. પ્રકૃતિ એ બધું ડહાપણ જ કર્યા કરે. એને અમે જોયા કરીએ, બસ. બીજું શું ? અમે સમજી ગયા કે ‘ઓહોહો ! પ્રકૃતિ શું કરે છે ?” છોકરાંઓએ આવું ન કરવું જોઈએ. છોકરાંઓને આ સમજણ નથી, તેથી આવું કરી રહ્યા છે. છોકરાઓને ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ !' પણ એ બધાને પાછું અમે જાણીએ. હું જાણતો જ હોઉં અને એક બાજુ પ્રકૃતિ તો એની વાતો કરતી જતી હોય.
અને આ પ્રકૃતિમાં મહીં કોઈ ગાંડો હોય તો પૂછે કે ‘તમે કોણ છો ?’ ત્યારે પાછાં કહીએ કે ‘અમે કેવળજ્ઞાન સ્વરૂપ છીએ. તારે જે કરવું હોય તે કરજે બા. એની પર જેટલાં દાવા કરવાં હોય તે કરજે !'
તમે જ્ઞાતા-દ્રષ્ટા થઈ ગયા કહેવાય. પોતાની પ્રકૃતિને જોવી, એ જ છે તે જ્ઞાતા-દ્રષ્ટાપણું. પછી પ્રકૃતિ જોડે વાતોચીતો કરવી. ચંદુભાઈના નામથી જ વ્યવહાર રાખવો આપણે. ઉદયકર્મ બોલવું જ ના પડે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
‘ચંદુભાઈ, કેમ છો ? તમારી તબિયત સારી છે કે નહીં ?’ સવારમાં ઊઠીને પૂછીએ બધું. કારણ કે આપણા પાડોશી છે ને ! વાંધો શો છે ? અને પાછાં જૈનના જૈન પાડોશી હોય અને બ્રાહ્મણના બ્રાહ્મણ હોય, પછી વાંધો શો આવે ? એટલે એમને કેમ છો, કેમ નહીં ! એ આજે જરા ચા દોઢ કપ પીઓ’ એમ કહીએ. એમ કરીને તમે કામ તો લેજો. જુઓ, કેવું સુંદર કરે
૧૧૨
છે પ્રકૃતિ. પ્રકૃતિની જોડે એડજસ્ટ થતાં આવડવું જોઈએ. પ્રકૃતિ તો સુંદર સ્વભાવની છે. એ તો પાંચ બગાસા ખાયને પણ એકી સાથે બગાસું ન ખાય, એ આપણું પેટ ખાલી ના કરી નાખે !
પ્રશ્નકર્તા ઃ પોતાની પ્રકૃતિને ઓળખાય કેવી રીતે ? દાદાશ્રી : જોવાથી ઓળખાય. નિરીક્ષણ કરવાથી ઓળખાય.
પ્રકૃતિને જોનાર માણસ પ્રકૃતિથી તદન જુદો હોય, તો જ જુએ. સંસાર વ્યવહારમાં પ્રકૃતિના જોનાર ના હોય, પ્રકૃતિના સ્ટડી કરનાર હોય. જ્ઞાન પછી ‘પોતે’ પ્રકૃતિને આત્મા થઈને જુએ, આની કેવી કેવી ટેવો છે ? મન-વચન-કાયાની ટેવો અને એના સ્વભાવને જુએ.
પાડે પ્રકૃતિનું પિકચર, મૂળ કેમેરા !
તમે ય તમારી પ્રકૃતિનો ફોટો પાડી શકો. વર્ષ-બે વરસ થયાં જ્ઞાનના પણ તમે જરા અમુક તો ફોટો પાડી લાવો. અને જગતના લોકોને બોલો જોઈએ. સાધુ-આચાર્યોને કહો જોઈએ, ફોટો પાડી લાવો, તો નહીં આવડે. એકુંય ફોટો કામમાં નહીં લાગે એ સાધુ-આચાર્યોનો. કારણ કે કેમેરા નથીને ! પોતાનો કેમેરો ઘરનો બનાવેલો, અહંકારનો. કેમેરા તો મૂળ મૌલિક જોઈએ. આ તો અહંકારરૂપી કેમેરા, શું થાય એમાં ? ફોટો કેમનો પડે તે ? સમજવા માટે. જરા ઝીણી વાત છે આ.
પ્રશ્નકર્તા ઃ જ્ઞાન મળ્યા પછી વ્યક્તિની પ્રકૃતિ કામ નથી કરતી, પછી સમષ્ટિની પ્રકૃતિ તો કામ કરેને ? એ તો એનું કામ કરે ને ?
દાદાશ્રી : તે કરે તેને, તે ય આપણે જોવાનું ને આ પ્રકૃતિને ય જોવાની. જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવી જવાનું.