________________
પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા !
૧૦૯
૧૧૦
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
અનાદિથી પરિચય છે ને એટલે માથું દુ:ખ્યું એ તો ખરેખર તો પોતે જાણે જ છે. બીજું કશું કરતો જ નથી અને જ્ઞાયકતા આપેલી છે તમને કે પ્રકૃતિને જુઓ. તો પ્રકૃતિને માથું દુ:ખ્યું તે જોવાનું, એને બદલે મને દુ:ખે છે એવું એ ત્યાં આગળ અજાગૃતિ થઈ જાય છે. એટલે પેલું દુખવાનું શરૂ થઈ જાય છે. અને જો જાણે, તો આ દુઃખે છે કોને એ જાણતો હોય. દુઃખને ય જાણે સામાના.
વિજ્ઞાન આપણું બહુ જુદી જાતનું છે. ઘણાં ફેરો અમે હઉ, અમારે ય પેલું દુ:ખથી છેટું ના થઈ શકે અમુક બાબતમાં. અમુક બાબતમાં છેટું જ હોય પણ એ અમુક દુ:ખની બાબતમાં મહીં ચોંટેલું હોય કોઈ જગ્યાએ. ચોંટ્યો હોય તે, તેને અમે ઉખાડ ઉખાડ કરીએ.
પ્રશ્નકર્તા : ત્યાં વધારે ઉપયોગ મૂકો ?
દાદાશ્રી : ઉપયોગ મૂકીએ વધારે પણ છતાં ઉપયોગ મૂકવો પડે. પેલો સહજ ઉપયોગ હોય.
દાંત દુઃખે ત્યારે પોતે જાણતો જ હોય. ફક્ત જાણનારો તો જાણ્યા જ કરે, અંદર દુઃખે નહીં. દુઃખે પ્રકૃતિને, ચંદુભઈને દુઃખે અને પોતે કહે કે મને દુ:ખ્યું એટલે ચોંટ્યું, જેવો ચિંતવે એવો તરત થાય. પણ હવે એ બહુ ઊંડા ઉતરવાની ના પાડું છું. એ તો આવતો ભવ રહ્યો જ છે ને એક. એ બધું નીકળી જશે.
પ્રશ્નકર્તા: એ તો મેં જોયું છે. આપણને ખબર પડે કે આ દુ:ખે છે ચંદુભાઈને, એમાં આપણને શું લેવા-દેવા છે ?
દાદાશ્રી : એ કાચું પડી જાય તો જ્ઞાયકતા રહે નહીં. પ્રશ્નકર્તા : આખી રાત એવી કાઢી છે, દાદાજી.
દાદાશ્રી : હા, તે કાઢે, કાઢે. પણ બધાથી ના કાઢી શકાય. આ બધી એવી વસ્તુ નથી. કારણ કે અનાદિનો અભ્યાસ છે ને એને. ક્યારેક બેચાર મચ્છરા ફરી વળે ને ત્યારે ખબર પડે. આમ મારે છે એ તો પ્રકૃતિ
મારે છે. એ તો પ્રકૃતિ દોષ નીકળશે, જ્યારે નીકળશે ત્યારે પણ તમે મૂંઝાઈ ઊઠો, તે ભૂલ છે.
પ્રશ્નકર્તા : એ તો શીખવાડી દીધું હતું આપે. અહીં પછી કોણ મૂંઝાય દાદાજી, એ તો એનો જે હિસાબ છે એ લઈ જશે, આપણે શું માથાફોડ કરવાની ?
દાદાશ્રી : હંઅ, હિસાબ ચૂકતે કરે છે. પણ એ હિસાબ છે એવું રહેવું જોઈએ ને ! એ આખા રૂમમાં નર્યા મચ્છરા બહુ હોય તો સૂઈ જાય. ફક્ત ચાર હોય તેની ભાંજગડ આમને. કારણ કે પેલું મચ્છરામાં જ સૂઈ જવાનું એટલે સૂઈ જાય નિરાંતે, પણ ચાર હોય ને તેના હારુ જો જો કર્યા કરે, મારી મચ્છરદાનીની મહીં બે મચ્છરાં પેઠેલાં હોય તે ય નીરૂબેન કાઢી આપે. કારણ કે પહેલી ચીડ નીકળતાં વાર લાગે. ગયા અવતારની ચીડ પેઠેલી હોય, તે આ પ્રકૃતિમાં વણાયેલી હોય તે વાર લાગે.
હવે જૈન શાસ્ત્રો કહે છે કે બાવીસ પરિષહ સહન કરો. હવે ચારેય માં એક્ય પરિષહ સહન થઈ શકે એવા નહીં. આ દુષમકાળના જીવો પરિષહ સહન શી રીતે કરે ? આ તો વિજ્ઞાન છે તે એટલે આપણું ગાડું ચાલે છે, નહીં તો બાવીસ પરિષહ આમ કાંકરાની અંદર સૂવાડીએ ને તો આપણને પેલી પથારી યાદ ના આવવી જોઈએ, કહે છે. એ કેવું ગાલીચામાં સૂઈ જતા હતા ને આ બધુંય યાદ ના આવવું જોઈએ. બાવીસ પરિષહ એ હમણે જીતાય એવા છે બધા ? એ તો આ વિજ્ઞાન છે તે બધું ઉકેલ આવી ગયો !
પ્રકૃતિ સામે યથાર્થ જ્ઞાતા-દ્રષ્ટાપણું ! પ્રશ્નકર્તા : હવે દાદા, એ જે આપે કહ્યું કે શુદ્ધાત્માનું કામ હવે તમે તમારી મેળે કર્યા કરો, એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહેવાનું?
દાદાશ્રી : બસ, બીજું કંઈ નહીં. જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી ! અને ચંદુભાઈની પ્રકૃતિ શું કરી રહી છે, એ જ જોયા કરો. આમની ગાડી આવે ત્યારે ચંદુભાઈ કહે, ‘એ અથડાશે, આમ થશે, તેમ થશે.” તે આપણે એ