________________
પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા !
દાદાશ્રી : એટલી આત્માની શક્તિ ઓછી. શક્તિ વધારે હોય તો ગમે તેવી ફોર્સવાળી હોય તો ય એ જુદો થઈ જાય.
પ્રશ્નકર્તા : આત્માની શક્તિ તો બધાની સરખી જ હોયને ?
૧૦૭
દાદાશ્રી : જેટલો આત્મારૂપ થાય એટલી શક્તિ જ હોય. પોતે થયો કેટલો આત્મારૂપ ?
પ્રશ્નકર્તા : આત્મારૂપ કોને થવાનું છે ?
દાદાશ્રી : પોતે જ, પોતાને થવાનું છે ને ! પોતાને જ, સેલ્વને ! જે આત્મા આપેલો છે તે જ ! તને જે આત્મા આપેલો છે તે જ વળી મૂળ આત્મા.
પ્રશ્નકર્તા ઃ શક્તિવાળો કેવી રીતે થવાનું એ સમજાયું નહીં.
દાદાશ્રી : જેટલી આજ્ઞા પાળે એટલી શક્તિ વધતી જાય. એટલે
કે પ્રગટ થતી જાય. મૂળ આત્માની શક્તિ બધાની સરખી હોય પણ આ
આજ્ઞા ઓછી તેના પ્રમાણમાં ઓછી-વધતી પ્રગટે. ધીમે ધીમે વધતી વધતી ઠેઠ સુધી પહોંચે.
પ્રશ્નકર્તા : એ જ્યાં સુધી પેલું પ્રકૃતિનો ફોર્સ હોય ત્યાં સુધી આજ્ઞા પણ નહીં પાળવા દે. બધું પ્રકૃતિને લીધે ઊભું છે. પોતાની ઇચ્છા હોય છે.
દાદાશ્રી : પ્રકૃતિને લીધે કશો વાંધો નહીં. નિશ્ચય કરે તો બધું રાગે પડી જાય. પોતે ચેતન છે ને પ્રકૃતિ એ નિશ્ચેતન ચેતન છે. એટલે ચેતનને નિશ્ચેતન ચેતન શું કરવાનું ?
પ્રશ્નકર્તા : એ સાથે છે ત્યાં સુધી તો આમાં બાધકરૂપ થાય છે. દાદાશ્રી : પોતે મજબૂત થયો તો બાધકરૂપ ના થાય.
પ્રશ્નકર્તા : તો જ્યારે આ જ્ઞાન લીધા પછી જે પોતાની પ્રકૃતિને જુએ છે, એ પોતે કોણ જુએ છે ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એ જ આત્મા જુએને. બીજું કોણ ? બધું આત્માને માથે. આત્મા એટલે પ્રજ્ઞા હંઅ પાછી એ. અહીં પાછું સીધું આત્મા ના ગણવો. આત્મા એટલે પહેલાં પ્રજ્ઞા જ બધું, આ બધું કાર્ય કરે છે પણ અમે આત્મા બોલીએ. બોલીએ એટલું જ !
૧૦૮
પ્રશ્નકર્તા : એ પ્રકૃતિને જુએ છે, એ પ્રકૃતિ શુદ્ધ ગણાય છે કે જ્યારે એના તત્ત્વોને જુએ છે ત્યારે શુદ્ધ ગણાય છે ?
દાદાશ્રી : પ્રકૃતિને જ્યારથી જોવા માંડી, જ્યારે તત્ત્વ સ્વરૂપ થયો પોતે, ત્યારે પ્રકૃતિ ય શુદ્ધ થઈ ગઈ. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પ્રકૃતિ શુદ્ધ કહેવાય નહીં.
આપણે હવે શુદ્ધાત્મા થઈ ગયા, પુરુષ થયા એટલે મોક્ષને લાયક થઈ ગયા પણ મોક્ષે જવાય નહીં, કેમ ? ત્યારે કહે, આ પ્રકૃતિ શું કહે છે, પુદ્ગલ શું કહે છે કે “તમે તો ચોખ્ખા થઈ ગયા, શુદ્ધ થઈ ગયા પણ અમે ચોખ્ખા, શુદ્ધ હતા ને તે તમે બગાડ્યા છે અમને. એટલે અમને ય શુદ્ધ કરી આપો પાછાં, તો જ છૂટાં થાવ, નહીં તો છૂટા નહીં થાવ કાયદેસર.’ એટલે આપણે એનાં ડાઘ-બાથ ધોઈને શુદ્ધ કરીએ એટલે ચાલ્યું જાય, શુદ્ધ કર્યું કે હેંડ્યું, પ્રતિક્રમણ કરીએ એટલે શુદ્ધ થઈને જતું રહે. હવે આપણે તો શુદ્ધ થઈ ગયા પણ આ આને શુદ્ધ ના કરીએ ત્યાં સુધી
આપણી જવાબદારી રહીને ?
પ્રશ્નકર્તા ઃ કેવી રીતે શુદ્ધ કરવાના ?
દાદાશ્રી : પ્રતિક્રમણથી. ડાઘ દેખાતો જાય ને આપણે પ્રતિક્રમણ કરતા જઈએ.
પ્રકૃતિ સ્વભાવને જાણે તે જ્ઞાયક !
પ્રકૃતિ સ્વભાવને નિહાળે, એનું નામ જ્ઞાયકતા. તે બીજાની નહીં, પોતાની જ. અને પ્રકૃતિ સ્વભાવને વેદે એ વેદકતા કહેવાય અને પ્રકૃતિ સ્વભાવને જાણે એ જ્ઞાયકતા કહેવાય.