________________
૧૦૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા !
૧૦૫ સાઈટ થાય ત્યારે થાય.
પ્રશ્નકર્તા : એ ફુલ સાઈટ, ત્યાર પહેલો અભિપ્રાય બદલવો પડે.
દાદાશ્રી : પણ એને આપણે જ્ઞાતા-દ્રષ્ય જ ગણીએ છીએ નિશ્ચયની અપેક્ષાએ. અહીંથી બિગિનિંગ થાય છે.
પ્રશ્નકર્તા : પ્રકૃતિમાં તન્મયાકાર ન થયો એ જ જ્ઞાતા-દ્રષ્ટા. દાદાશ્રી : એ જ જ્ઞાતા-દ્રષ્ટા.
પ્રકૃતિ તપાવે તાય ! પ્રશ્નકર્તા એટલે એમ કહેવાય કે આ બધી વસ્તુઓ પ્રકૃતિ સ્વભાવ કરાવે છે. ઈચ્છા ન હોય તો પણ પ્રકૃતિનો દોર્યો એ કરે છે. પ્રકૃતિ અને કરાવડાવે છે.
દાદાશ્રી : પ્રકૃતિ કરાવડાવે છે એટલું જ નહીં, ભમરડાને નચાવે છે. આ બધા ભમરડા જે છે, ટી-ઓ-પી-એસ. બધાય નાચે છે અને પ્રકૃતિ નચાવડાવે છે, તે પછી મોટા પ્રધાન હોય કે બીજા હોય પણ તે બધાય નાચે છે અને અહંકાર કરે છે કે હું નાચ્યો.
પ્રશ્નકર્તા અને ત્યાં જો જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કેળવીએ તો?
દાદાશ્રી : તો કલ્યાણ જ થઈ ગયું ને ! પોતાના સ્વભાવમાં આવ્યો કહેવાય. પોતાનો સ્વભાવ કર્તા જ નથી, જ્ઞાતા-દ્રષ્ટા છે. અને પોતે કર્તા માનીને એની જોડે ફસાય છે. બસ, એટલું જ છે અને એને લીધે સંસાર ઊભો રહ્યો છે.
પ્રશ્નકર્તા : ગીતામાં જયારે અર્જુન કહે છે કે હું લડીશ નહીં ત્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે તારા સ્વભાવથી, તારી પ્રકૃતિથી તું લડવાનો જ છે.
છોડે જ નહીં કોઈને ! ફક્ત પોતાના અભિપ્રાય બદલી નાખે જ્ઞાનથી. પ્રકૃતિ આધીન રાગ થયા વગર રહે નહીં. પોતાનો અભિપ્રાય બદલાઈ જાય કે આ ના શોભે, તો છૂટ્યો.
માલિકીભાવ છૂટ્યાં પછીતા રહ્યાં દીવ્યકર્મો ! પ્રશ્નકર્તા : આત્મા અલગ થઈ જાય છતાં પ્રકૃતિ છે, એ તો પોતાનું કામ કર્યા જ કરે છે.
દાદાશ્રી : પ્રકૃતિ એની મેળે સ્વભાવથી કામ કર્યા કરે. એમાં આત્માની જરૂર પડતી નથી. આત્માની ફક્ત હાજરીની જરૂર છે. હાજરી એટલે પ્રકાશ આત્માનો છે.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા અલગ થઈ જાય પછી પ્રકૃતિનું પણ દિવ્યકરણ થઈ જવું જોઈએ ને ?
- દાદાશ્રી : પ્રકૃતિનું એવું જ દિવ્યકરણ થયા પછી એ દિવ્યકર્મો કહેવાય છે. પછી જે કર્મો રહ્યાને એ દિવ્યકર્મ, એનો માલિક નહીં અને અહંકાર નહીં એટલે દિવ્યકર્મ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ બ્રહ્મજ્ઞાની કહીએ એવાં વિશ્વામિત્રની પણ પ્રકૃતિ કામ કરી ગઈ. એ પ્રકૃતિ પોતાની પકડ છોડતી તો નથી હોતી ઘણીવાર, જ્ઞાન થઈ ગયા પછી પ્રકૃતિ છોડતી નથી. એ તો કામ કરી જ જાય છે.
દાદાશ્રી : કશો વાંધો નહીં. પ્રકૃતિ કરે તે વાંધો નથી. પ્રકૃતિને આપણે જોયા કરવાની છે. ખાલી જોવાની છે. જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે આત્માનો. જો આત્મા પ્રાપ્ત થયો એટલે આ પ્રકૃતિને તમારે જોયા કરવાની. તમારે અહંકાર ચાલ્યો ગયો, મમતા ચાલી ગઈ, પછી રહ્યું શું તે ? ક્રોધ-માન-માયા-લોભ બિલકુલ થાય જ નહીં, એનું નામ જ્ઞાન.
પ્રકૃતિના ફોર્સની સામે... પ્રશ્નકર્તા : પ્રકૃતિનો ફોર્સ કેમ એટલો બધો હોય કે જોવાનું પણ ભૂલાવી દે છે ?
દાદાશ્રી : હં, એ પ્રકૃતિને અનુસર્યા વગર રહે જ નહીંને કોઈ. કૃષ્ણ ભગવાને ય એમની પ્રકૃતિને અનુસર્યા છે ને ! ચાલે જ નહીં ને ! પ્રકૃતિ