________________
પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા !
૧૦૧
૧૦ર
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : પ્રકૃતિને મિશ્રચેતન કીધું, એ મિશ્રચેતનની અંદરનો જે પેલો ચાર્જ થયેલો ભાગ જો નીકળી જાય. એટલે જે ડિસ્ચાર્જ બધું પૂરું થઇ જાય, તો પછી શું રહે ?
દાદાશ્રી : પ્રકૃતિ પોતે જ ચાર્જ થયેલો ભાગ છે. એટલે એ ખલાસ થાય, ત્યારે પ્રકૃતિ જ ખલાસ થાય.
ડિસ્ચાર્જ બધું પ્રકૃતિ જ કરી નાખે. પછી એ જ કહીએ છીએને, જતું રહેવું પડશે મૂઆ (મૃત્યુ આવે), વહેલો ઉતાવળ ક્યાં કરે છે ? જતું રહેવું પડે, ડિસ્ચાર્જ થાય એટલે. ત્યારે મેં કહ્યું, વહેલું જવું છે ?
પ્રશ્નકર્તા: એટલે દાદા, પ્રકૃતિનો સ્વભાવ જ એવો કે ડિસ્ચાર્જ થયા જ કરે ?
દાદાશ્રી : નિરંતર. એનો સ્વભાવ જ છે.
પ્રશ્નકર્તા એટલે પ્રકૃતિને માત્ર જોયા કરવાનું કે આપ કહો છો. એટલે પ્રકૃતિ ડિસ્ચાર્જ થયા કરે છે અને તું જોયા કરે, એટલે મોડી-વહેલી પ્રકૃતિ ખલાસ થઇ જશે.
દાદાશ્રી : હા, જોયા કરે. કો'કની ગાંડી હોય, કો'કની ડાહી હોય, કોઇની અર્ધગાંડી હોય, કોઇની અર્ધડાહી હોય, એવી એ બધી પ્રકૃતિઓને જોયા કરવી. કો'ક કઢી ખા-ખા કરતો હોય, કો'ક દાળ ખા-ખા ખાતો હોય, કોઇ લાડવા ખાયા કરે, કોઈ જલેબી ખો-ખો કરતો હોય, એ બધું જોયા કરવાનું. પ્રકૃતિનાં ગુણો, આપણી પ્રકૃતિના શું ગુણો છે એ જોયા કરવાનું. તમ ના જાણો ?
પ્રશ્નકર્તા જણાયને? ના કેમ જણાય ? ઉપયોગમાં રહેવાય એ જ
દાદાશ્રી: હા, પ્રકૃતિ લઇને આવેલાં હોય. પ્રકૃતિ એટલે રેકર્ડ ઊતારીને આવ્યા છે. એટલે પછી રેકર્ડ જેવી હોય એવી વાગ્યા જ કરે આખો દહાડો. તારે તારી રેકોર્ડ વાગે, આને આની રેકોર્ડ વાગે. તે આ સાંભળેલી નહીં, રેકોર્ડ તારી ? તારી રેકોર્ડને સાંભળેલી ? એમ ! બહુ સારી લાગે ? ગમે નહીં, નહીં ? ત્યારે ભાઈને ગમે છે, એમની રેકોર્ડ. નથી ગમતી રેકોર્ડ? પ્રકૃતિ એટલે ઊતારેલી રેકોર્ડ. તે પછી એમ વાગ્યા જ કરે આખો દહાડો ! એને જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ જુએ તેમ ઓછી થાય ?
દાદાશ્રી : ઓછી થાય એટલે ફરી બીજ ના પડે. એમ લાગે કે આ અભિપ્રાયોએ મહીં હવે ગૂંચવ્યો તો પછી જુઓ. જુએ એટલે શુદ્ધતાને પામે. શુદ્ધાત્મા જુએ તેમ તેમ પ્રકૃતિ શુદ્ધતાને પામે.
પ્રશ્નકર્તા: જ્યાં સુધી પ્રકૃતિ જુએ નહીં ત્યાં સુધી ઓછી ના થાય ? દાદાશ્રી : જ્યાં સુધી પ્રકૃતિ જુએ નહીં ત્યાં સુધી મોક્ષે ના જાય.
પ્રશ્નકર્તા : આપણે આપણી પોતાની પ્રકૃતિને જોયા કરીએ તો શુદ્ધિકરણ થાય એમાં ?
દાદાશ્રી : એ તમે જ્ઞાતા-દ્રષ્ટા થઈ ગયા કહેવાય. પોતાની પ્રકૃતિને જોવી એ જ છે તે જ્ઞાતા-દ્રષ્ટા પદ છે. આ ઝાડ-પાન જોવા એવું બધું જોવું એ જ્ઞાતા-દ્રષ્ટાપણું નથી. એ તો બુદ્ધિ જોઈ શકે છે, ઈન્દ્રિયગમ્ય છે પણ અતિન્દ્રિય જ્ઞાનથી તો બધું આખું જગત જેમ છે એમ દેખાય.
પ્રશ્નકર્તા : હવે આ પ્રકૃતિ ઓછી થવામાં જ્ઞાની દ્રષ્ટિ ફેરવી આપે છે ને ?
દાદાશ્રી : હા, જોયા કરવા.
દાદાશ્રી : તું જુદો અને આ જુદું. હવે આ પ્રકૃતિ તારે જોવાની છે. જેમ સિનેમામાં જોઈએ છીએ તે ફિલ્મ જોઈએ છીએ, એવું આ પ્રકૃતિમાં મન શું શું બોલે છે, મન શું શું વિચાર કરે છે એ બધું આપણે જોઈ શકીએ. એ જોવાનું જ છે, ફિલ્મ છે. એ ય છે અને આપણે જ્ઞાતા છીએ. આ
પ્રશ્નકર્તા : બધા પોતાની પ્રકૃતિ લઈને આવેલા હોય ?