________________
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી...
થાય છે ?
દાદાશ્રી : ના, પ્રકૃતિ કામ કર્યા જ કરે, પ્રકૃતિ જુદી હોય શાનીની, જ્ઞાનીની હન્ડ્રેડ પરસેન્ટ (૧૦૦%) જુદી હોય.
૯૯
એટલે જ્ઞાની શાથી કહેવાય કે સહજ સ્વરૂપ દેહ અને સહજ સ્વરૂપ આત્મા, બન્ને સહજ સ્વરૂપ. ડખલ ના કરે. એ ડખલ કરે એ અસહજતા હોય.
હજુ જેટલી ડખલ થાય છે, એટલી અસહજતા બંધ કરવી પડશે, એવું તમે જાણો છો હઉ પાછાં. અસહજ થાવ છો તે ય જાણો છો. અસહજતા બંધ કરવાની છે તે ય જાણો છો. કેવી રીતે બંધ થાય તેય જાણો છો, બધું જ જાણો છો તમે.
પ્રશ્નકર્તા : છતાંય કરી શકતાં નથી.
દાદાશ્રી : એ ધીમે ધીમે થાય, એ એકદમ ના થાય આ. આ દાઢી કરવાના સેફટી રેઝર આવે છે ને, એવું આમ કરે ને થઈ ગયું ? થોડીવાર લાગે, એ દરેકને થોડો ટાઈમ લે. આમ કરે તો થઈ જાય, સેફટી માટે ?
પ્રશ્નકર્તા : કપાઈ જાય.
દાદાશ્રી : દરેકને ટાઈમ લાગે.
܀܀܀܀܀
[૧.૮] પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા !
આજ્ઞા અને સત્સંગથી વધે જાગૃતિ !
પ્રશ્નકર્તા : દાદા, આપણે પ્રકૃતિ છોડવાની કે નહીં ?
દાદાશ્રી : બસ, બીજું કશું નહીં, પ્રકૃતિ શું કરે છે જોયા કરવાનું. પ્રકૃતિથી જુદા પડ્યા પછી, જ્ઞાની પુરુષ જુદા પાડે ને પુરુષ બનાવે એટલે જોયા જ કરવાનું. જ્યાં સુધી પેલા એમાં ‘હું ચંદુભાઈ જ છું' એવું હતું ત્યાં સુધી પ્રકૃતિમાં જ હતા ! પાછલા ઉદય હોય, હવે તે ઉદયને જોવાનું હોય. પ્રકૃતિ જે કાર્ય કરે, મન કાર્ય કરે, બુદ્ધિ કરે, એ બધાંને જોવાનું હોય. તેને બદલે મહીં ગૂંથારો કરવા જાવ. તમારે શું ચૂંથારો કરે છે એ જોયા કરવાનું. તેને બદલે તમે હઉ જાવ મહીં. એ જ કાચું પડે છે.
પ્રશ્નકર્તા : દાદા, એને પાકું કરવાનો કયો ઉપાય ?
દાદાશ્રી : એ સત્સંગ અને આજ્ઞા પાળવાની, બસ. બેનું મિક્ષ્ચર હોય તો થઈ જાય !
હવે પ્રકૃતિ એ મિશ્ર ચેતન કહેવાય અગર તો પાવર ચેતન કહેવાય. પાવર ચેતન એટલે શું ? ચેતન નામે ય નહીં. પાવર ઊભો થયેલો, જેમ એક વસ્તુ અહીં આગળ હીટર હોયને અને સામું કોઇ વસ્તુ પડી હોય તો, તે બધી ગરમ થઇ જાય કે ના થઇ જાય ? હીટરની ઇચ્છા નથી કે, મારે આને ગરમ કરવી છે.