________________
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી...
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા, પણ તો જ લોકો કહેને, સર્વજ્ઞ છે. બહારની પ્રકૃતિ જ એવી થઈ જાય.
પ્રશ્નકર્તા : તમે જેને જ્ઞાન આપો છો એ પુરુષ જુદા, જેને બીજા કોઈને જ્ઞાન આપવાની પંચાતમાં નથી પડવું, પણ સીધા મોક્ષે જવું છે એ લોકોને ય પ્રકૃતિ ભગવાનના લેવલની લાવ્યા પછી જ જવાનું છે ?
દાદાશ્રી : બધાંને, એ તો એક જ રીત હોયને, બે રીત ના હોય, માર્ગ જુદા જુદા હોય પણ રીત એક જ હોય.
પ્રશ્નકર્તા : હવે એ વસ્તુ આ જન્મમાં અમને અંતર અનૂભુતિ થવાની કે નહીં ?
દાદાશ્રી : આ ભવની વાત શું કરવા કરો છો ? એ તો એક-બે જન્મમાં બધું એની મેળે થશે. જ્યાં આ દ્રષ્ટિ ફરીને એટલે વાર જ ના લાગે.
સહજતામાં પહેલું કોણ ? પ્રશ્નકર્તા : જ્ઞાન થઈ જાય એ પછી પ્રકૃતિ સહજ થાય કે પ્રકૃતિ સહજ થાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય, એમાં ક્રમ કયો ?
દાદાશ્રી : આપણે આ જ્ઞાન આપીએ છીએને ત્યારે દ્રષ્ટિ બદલાય જાયને પછી પ્રકૃતિ સહજ થતી જાય. પછી સંપૂર્ણ સહજ થાય. પ્રકૃતિ બિલકુલ સહજ થાય. એટલે આત્મા તો સહજ છે જ, બસ થઈ ગયું. છૂટું થઈ ગયું. અને પ્રકૃતિ સહજ એટલે તો બહાર નો ભાગ જ ભગવાન થઈ ગયો. અંદરનો તો છે જ. અંદરનો તો બધાંયનામાં છે.
પ્રશ્નકર્તા : અમારી પ્રકૃતિ જેટલી અસહજ હોય.
દાદાશ્રી : તેનો સવાલ નહીં. તમે આ પ્રકૃતિ તો મને મળતાં પહેલાંની ભરેલી છે.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ સહજ થવી જોઈએ કે નહીં ? દાદાશ્રી : એ તો પોતે આ જ્ઞાનમાં રહે તો સહજ જ થાય.
પ્રકૃતિ નિકાલ થયા જ કરે, એની મેળે નિકાલ થઈ જશે અને નવી પ્રકૃતિ મારી હાજરીમાં ભરાઈ રહી છે અને જરાક કો'કની કઠણ હોય તો એકાદ અવતાર વધારે થાય, એકાદ-બે અવતારમાં તો બધું ઉડતું જ થાય, બધું મલ્ટિપ્લિકેશનવાળું આ.
પ્રશ્નકર્તા તમારી દ્રષ્ટિએ તો આ ચોખ્ખું ભરાઇ રહ્યું છે કે નહીં ? અમારી દ્રષ્ટિ તો ફરી, પણ જે નવી પ્રકૃતિ થવાની એ સરખી થવાની કે નહીં ?
દાદાશ્રી : હવે શંકા રાખવાનું કોઈ કારણ ના હોયને ! તમે છે તે ચંદુભાઈ થઈ જાવ તો આપણે જાણીએ કે શંકા રખાય. એ તો તમારી શ્રદ્ધામાં છે જ નહીં ને ?!
ડખલથી થાય અસહજતા !
પ્રશ્નકર્તા: તો દાદા, બધાંને આ બધી જ માથાકૂટો કરવી પડે ?
દાદાશ્રી : ત્યારે બધું જ ચોખ્ખું થાયને ! ક્રમિકમાં એટલો બધો અહંકારને ચોખ્ખો કરવો પડે. ક્રોધ-માન-માયા-લોભના પરમાણુ ના રહે ક્રમિકમાં.
મહીં આત્મા છે એ તો ભગવાન જ છે. બહાર પ્રકતિ છે. તેને વીતરાગ બનાવો. એ વીતરાગ બનાવી જ રહ્યા છે લોકો. કઈ રીતે બને સહેલાઈથી, એ માર્ગ જેટલો જાણે એટલો એનો ઉકેલ આવે. આ પ્રકૃતિને પણ વીતરાગ બનાવવી. ભગવાન મહાવીરની પ્રકૃતિ વીતરાગ જ હોય.
પ્રકૃતિને છેવટે વીતરાગ બનાવવાની. પણ આ જ્ઞાન મળ્યા પછી આપણે બનાવવાની નહીં, એની મેળે જ થઈ જ જાય. મારી આજ્ઞામાં રહે ને એટલે પ્રકૃતિ વીતરાગ થયા જ કરે. તમારે કશું કરવાપણું નહીં. કરવાપણું તો કર્તા થાય પાછાં. આજ્ઞામાં રહેવાથી થયા જ કરે.
પ્રશ્નકર્તા : જ્ઞાન થાય એટલે સમજ આવે પણ પ્રકૃતિ થોડી નાશ