________________
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી...
જ તમારું સ્વરૂપ છે. હવે ત્યાંથી તમે અલગ થયા છો તો એ જોઈ જોઈને તમે તે રૂપ થઈ જાવ. એ અક્રિય છે, આવાં છે, તેવાં છે ! અને એવું સમજી સમજીને તમે તે રૂપ થઈ જાવ. આ તો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો છે અને તેમાં આપણી માન્યતા ઊભી થઈ છે. એટલે આપણે આ જોઈને તે રૂપ થવાનું છે.
પ્રકૃતિ બતાવે અંતે ભગવત્ ગુણો !
૯૩
દરેક માણસ પોતાનો સ્વભાવ બતાવ્યા વગર રહે નહીં. જ્યાં સુધી આત્મ સ્વરૂપ થાય નહીં, ત્યાં સુધી આત્મ સ્વભાવ દેખાય નહીં. પુદ્ગલ સ્વભાવ જ દેખાય.
આ પુદ્ગલ સ્વભાવ પૂરો થઈ જાય અને આત્મ સ્વભાવ જેવો થઈ જાય, એના ચાળા પાડે એવો ડિટેડીટો ત્યારે પૂર્ણાહુતિ કહેવાય.
આ બાજુ આ ય આત્મા જેવો દેખાય.
આ બાજુ આત્મા ય દેખાય ને પ્રશ્નકર્તા : એટલે મૂળ આત્મા દેખાય અને પોતે આત્મા જેવો થઈ
જાય.
દાદાશ્રી : હા. તે આગ્રહ તો મેં છોડાવડાવ્યા તમને. એ મોટામાં મોટી ખેંચથી આ બધું નહોતા થતાં. હા, ખેંચ ના જોઈએ કોઈ જાતની.
પ્રશ્નકર્તા : એટલે મૂળ આત્માના ચાળા જેવો એટલે જ્ઞાન-દર્શનચારિત્ર એવું ?
દાદાશ્રી : પેલું જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ હોય એવું અહીં આગળ વ્યવહારમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ હોય. ત્યાં આદર્શ હોય બધું. આગ્રહબાગ્રહ કશું જ હોય નહીં. કશું દુ:ખ ય ના હોય, કશી ભાંજગડ ના હોય.
પ્રશ્નકર્તા : નહીં પણ આ વ્યવહાર એટલે પુદ્ગલ જ રહ્યું ને ? તો પછી પુદ્ગલ કયા પુદ્ગલને સ્પર્શે ? એટલે પુદ્ગલના બધા ચાળા પૂરા થાય, પુદ્ગલનાં બધાં સ્વભાવ પૂરા થઈ અને પાછો....
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : આ મારું પુદ્ગલ છે, તમારા કરતાં શું પુદ્ગલ ઊંચું નથી ? ઊંચું થતું થતું ચાર ડિગ્રી મારી જતી રહે તો ભગવાન જેવું સ્વરૂપ દેખાય. અહીં મારું વર્તન-બર્તન બધુંય. એટલે દેહેય ભગવાન થઈ જાય. તીર્થંકરોનો દેહ પણ ભગવાન થઈ ગયો'તો. તેથી આ બહારના લોક કબૂલ કરે ને ?
૯૪
પ્રશ્નકર્તા ઃ એટલે મહીં આ દેહ તો એવો જ છે પણ વચ્ચેનું ફેરફાર થાય છે ? દેહ છો એનો એ જ રહ્યો. ચાર ડિગ્રીમાં ફેરફાર કઈ બાબત, કઈ બાજુમાં થાય છે ?
દાદાશ્રી : આ જે મહીં છે તે દેહનાં આધારે જ અહીં આગળ કચાશ
લોકોને દેખાય છે. ચાર ડિગ્રીનાં આધારે કચાશ લોકોને દેખાય છે આ. કપડાં છે, ફલાણું છે, વીંટી છે, વાળ ઓળેલા છે. આ ખોરાક-બોરાક બધું દેખાય છે ને, એ બધું ના દેખાય.
પ્રશ્નકર્તા : એટલે એ ચાર ડિગ્રી ફેરફાર જે થાય છે. દાદાશ્રી : પછી સામાનેય શંકા પડે એવું ના હોય.
પ્રશ્નકર્તા : મહીં તો ત્રણસો સાઈઠ પૂરી છે ને ? દાદાશ્રી : એ તો જ હોય ને !
પ્રશ્નકર્તા : તો પછી ?
દાદાશ્રી : આ વર્તનેય થવું જોઈએ ને ?
પ્રશ્નકર્તા : એ પુદ્ગલનો સ્વભાવ ગણાય ?
દાદાશ્રી : હં, પુદ્ગલનો સ્વભાવ પણ તે આવો ભગવાનનાં ચાળા પાળતો હોય એવો થાય. એટલે પેલાં ય ભગવાન અને આ ય ભગવાન દેખાય. લોકો કહે કે આ ભગવાન જ છે.
પ્રશ્નકર્તા ઃ આ આખું રિલેટીવ પાસું ભગવાન જેવું થાય એમ. આખી પ્રકૃતિ ભગવાન સ્વરૂપ થઈ જાય એમ ?