________________
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી...
દાદાશ્રી : એવી હોવી જ જોઈએને ?! એ પ્રકૃતિ નીકળી જ જવી જોઈએને ?! પ્રકૃતિ તો કાઢવી જ પડશે. પારકી વસ્તુ ક્યાં સુધી રહે આપણી પાસે ?
૯૧
પ્રશ્નકર્તા : ખરી વાત છે. છૂટકો નહીં, પ્રકૃતિ કાઢ્યા સિવાય !
દાદાશ્રી : હંઅ. અમારી તો કાઢી આપી કુદરતે. જ્ઞાને કાઢી આપી અમારી તો. તમારી તો અમે કાઢીએ ત્યારે જ જાય ને ! નિમિત્ત છીએ ને ! ઘણી નીકળી ગઈ. હજુ રાત્રે પ્રતિક્રમણ કરવાં પડે છે ને ? માટે આપણી ભૂલો છે, તે હવે કાઢવાની ધીમે ધીમે. ખબર પડે છે ને પછી ?
અમે બોલાવીએ નહીં, ‘ચંદુભાઈ આવો’ કહીને તો, એટલે તમારે સમજી જવાનું કે અમને ચેતવ્યા. અને બોલીએ ત્યારે પ્રકૃતિ નીકળ્યા કરે. અમે ‘આવો ચંદુભાઈ’ એમને કહીએ ને એટલે પ્રકૃતિ ઉછળી નીકળે બહાર. રોફમાં આવી જાય. પણ પછી તમને બંધાય નહીં, ફરી બંધાય નહી. નીકળી ગયા પછી ફરી બંધાય નહીં. એમાં આપણે તન્મયાકાર ના થઈએ. એટલા માટે અમે એક દહાડો પાછાં એવું કરીએ, બોલીએ નહીં એટલે પાછું ઉતરે.
પ્રશ્નકર્તા : આ દવાઓ બધી.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : આમાં કંઈ દાદાને તો રાગે ય ના હોય ને દ્વેષે ય ના
હોય.
દાદાશ્રી : એ તો પ્રકૃતિ હોય જરા. સારા માણસોને, અમુક માણસોને કહેવું પડે, રાખવું પડે, નહીં તો લોકો આ એને ખેદાન-મેદાન કરી નાખે.
ખટપટિયા લોક ને ! બધાને ઓછી ખટપટ આવડે છે ? એટલે પક્ષપાતી
રહેવું પડે. પણ આમ વીતરાગ પણ પક્ષપાત રહેવું પડે, કારણસર. કોઈને નુકસાન ન થવું જોઈએ. આપણે એકને આમ દબાવીએ, આમ એકને એને પણ રાગે પડી જાય. રાગે ના પાડવું પડે ?
૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પુદ્ગલમય સ્વભાવ તે પ્રકૃતિ એક !
પ્રશ્નકર્તા ઃ સ્વભાવ અને પ્રકૃતિ એક જ કહેવાય કે અલગ ?
દાદાશ્રી : પુદ્ગલમય સ્વભાવ થઈ ગયો હોય ત્યારે એ સ્વભાવ કહેવાય, તો સ્વભાવ ને પ્રકૃતિ એક જ કહેવાય. અને પ્રકૃતિને જ સ્વભાવ કહીએ છીએ આપણે. આ માણસનો સ્વભાવ આવો છે એટલે એની પ્રકૃતિના સ્વભાવને સ્વભાવ કહીએ છીએ. કારણ કે ખરેખર સ્વભાવ નથી એ. સ્વભાવમાં તો ભગવાન છે પોતે. પણ એણે આ માન્યતા ઊંધી માની છે, એટલે હું આવો છું, હું ક્લેક્ટર થઈ ગયો, ફલાણો થઈ ગયો. એનાં માર ખાયા જ કરે છેને!
સ્વભાવ ને પ્રકૃતિ એક જ કહેવાય. પણ સ્વભાવ પાતળો હોય એવું બની શકે. ગાય મારતી નથી તે ય પ્રકૃતિ છે અને મારે છે તે ય પ્રકૃતિ છે. માણસ સામાને મારતો હોય તે ઘડીએ મહીં રહ્યા કરે કે ખોટું કરી રહ્યો છું. એ હું ખોટું કરી રહ્યો છું, એ જ્ઞાન છે અને મારે છે એ પ્રકૃતિ
છે.
પ્રશ્નકર્તા : હવે ‘તું તારા સ્વભાવમાં આવી જા’ એવું જ્યારે કહીએ છીએ ત્યારે એ કોને કહીએ છીએ ?
દાદાશ્રી : એ સ્વભાવ જુદો. પરમાત્મ સ્વભાવમાં આવી જા, એવું કહે છે. આ તો તું બીજી દશામાં છું, ઊંધી દશાએ છું. સંસારી દશામાં છું, પ્રાકૃત દશામાં છું. તું તારા સ્વભાવમાં આવી જા. પોતાની પરમાત્મા દશામાં આવી જા. ‘તું પરમાત્મા છે’ એ દશામાં આવી જા. એવું ભગવાનને કે કોઈને લાયસન્સ નથી કે આ બધાનું લાઈસન્સ લે. જે પોતાના સ્વભાવમાં આવે એ પરમાત્મા થાય !
પ્રશ્નકર્તા : તું તારા સ્વભાવમાં આવી જા. એટલે કે રાગ-દ્વેષથી રહિત બની જા. કર્તાપણામાંથી નીકળી જા, તો એ બને.
દાદાશ્રી : એવું છે ને, આ શુદ્ધાત્મા છે એ જ તમે છો અને એ