________________
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી...
જોડે જ થયા. એટલે પરના માલિક થયા. પ્રકૃતિએ ઊંધું કર્યું હોય તો એને માફ કરી શકાય. કારણ કે એ આપણે પોતાનામાં રહીને માફ કરી શકીએ છીએ અને પેલું તો પરમાં આવીને કરવું પડે છે. પરના માલિક થઈ જાય છે. એ ગમે તેવો ગુનો કર્યો હોય તો માફ કરી શકાય. માફ કરવું એ પોતે છેટા રહીને કરી શકાય અને પેલું છે તે બચાવ કરે એટલે પરના માલિક થઈને જ કરે. ઉપરાણું લે એટલે પરના માલિક થઈને જ કરે. એ પક્ષનો થઈ ગયોને ! અને માફ કરવું એ પક્ષનો ના કહેવાય. માફ કરવું એ તો પોતાનો સ્વભાવ જ છે.
૮૩
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિને માફ કરી શકાય એટલે એમાં પોતાના સ્વભાવમાં રહીને એટલે એ શું ?
દાદાશ્રી : પ્રકૃતિ ગમે તેવી ખોટી હોય તો માફ ન કરીએ તો એ સિવાય બીજો કોઈ રસ્તો ઊંચો નથી. બીજા બધા રસ્તા તન્મયાકાર થનારા છે. એટલે માફ કરી શકાય તો છેટા રહ્યા. પ્રકૃતિ ખરાબ હોય, એનો બચાવ કર્યો તો એ પક્ષમાં ગયો. ઉપરાણું લે તો પ્રકૃતિ વધી જાય. પ્રકૃતિ ફાવતી જ આવી જાયને, એને રાગ થયો કહેવાય. ઉપરાણું લેવું એટલે પ્રકૃતિ ઉપર રાગ. બચાવ કરવો તે ય રાગ થયો.
પ્રશ્નકર્તા : આ પ્રકૃતિને જ માફ કરો, એટલે શું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરનાર કરે છેને ! એટલે જે દોષ થયેલો છે, તેની માફી માગે છે. એટલે પ્રતિક્રમણ કરનાર પ્રકૃતિ છે અને માફ કરનાર ભગવાન છે. એટલે માફી માંગનારા જુદા છે ને માફી આપનારા જુદા છે. એ બેને બીજો સંબંધ નથી એમાં. અને બચાવવામાં તો બહુ મોટો સંબંધ. મોટો જબરજસ્ત સંબંધ હોય તો બચાવવાનું થાય.
પ્રશ્નકર્તા : હા, રાગ વગર બચાવે નહીં.
દાદાશ્રી : એ રાગ કહો કે ગમે તે. પણ મોટામાં મોટો સંબંધ એ પરનો માલિક હોય તો બચાવ કરે જ. બીજો કોઈ બચાવવાનો શબ્દ રહ્યો નહીંને !
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા ઃ તો પ્રકૃતિનું પોષણ કરવું નહીં, રક્ષણ કરવું નહીં ?
દાદાશ્રી : હા, રક્ષણ કરવું નહીં એટલે શું કે આત્મા થયા અને પછી પ્રકૃતિનું ઉપરાણું લઈએ તે ખોટું કહેવાય ને ? વધારાનું ઉપરાણું લે એટલે પછી તો એ પક્ષના જ થઈ ગયા પછી. આ પ્રકૃતિનો બચાવ કરીને આ ઉપરાણું લઈને જ આ મુશ્કેલી ઊભી થઈ અને પ્રતિક્રમણથી ધોવાઈ જાય
છે.
८८
પ્રશ્નકર્તા : આપે દ્રષ્ટિ અમને આપી તે ધોવાની દ્રષ્ટિ આપી તો ય પ્રકૃતિનું ઉપરાણું કેમ લેવાઈ જવાય છે ?
દાદાશ્રી : એ તો હજુ પ્રકૃતિ પક્ષના છો એટલે જ. અમને તો પ્રકૃતિનું ઉપરાણું ના લેવાય. પ્રકૃતિનો તો જ્યાંથી દોષ દેખાયો કે તરત માફ ક્યારે થઈ જાય એના માટેની તૈયારી હોય. હજુ ઉપરાણું લેવાયને, એ તો ભયંકર ગુનો છે. એ છાવરેને તો ય ઉપરાણું, એ ય ગુનો. તમે કહો કે હા દાદા, આ ખોટું છે. એટલે મારે કહી દેવું જોઈએ કે ભઈ, ખોટું છે. હું બચાવ કરવા માટે બીજા શબ્દો વાપરું, વકીલાત કરું તે ગુનો છે.
પ્રશ્નકર્તા : એ છાવરવું એ નબળાઈ છે.
દાદાશ્રી : એ ગુનો જ કહેવાય.
પ્રશ્નકર્તા : અને દાદા, બીજાની પ્રકૃતિ માફ કરી શકાય પણ પોતાની પ્રકૃતિને માફ કરી શકાય ?
દાદાશ્રી : એ કરી શકાયને ! માફ કરવું જ જોઈએ. માફ ના કરો તો બીજો કોઈ એવો રસ્તો નથી કે જે એટલું બધું સરળ હોય.
પ્રશ્નકર્તા : દાદા, એ પણ માફ એટલે પણ એક જાતનું જજમેન્ટ
થયું.
દાદાશ્રી : હા, એ જજમેન્ટ કહો કે બીજું ગમે તે કહો. આ પ્રકૃતિના આધારે જજમેન્ટ અને અહીં જ્ઞાનમાં જજમેન્ટ નથી હોતું. જજમેન્ટ પેણે
અહંકારના સોદા હોય ત્યાં જજમેન્ટ કહેવાય.