________________
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી...
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
શૂટ ઓન સાઈટનો માર્ગ છે. જો શૂટ ઓન સાઈટ ચાલુ રહેતું હોય તો જ તમે પહોંચી શકશો, નહીં તો પહોંચી નહીં શકાય !
દબાણથી તહીં, સમજણથી બંધ ! જેટલો માલ ભર્યો છે એટલો માલ તો એણે જ શુદ્ધ કરવાનો છે ! પ્રશ્નકર્તા ઃ કેટલો માલ છે તે તો હું કેવી રીતે કહી શકું ?
દાદાશ્રી : એ તો કહી શકે ને ! પ્રકૃતિના વિચારો આવે બધાં, સુગંધ આવે, બધું આવે. એના એવિડન્સો ઊભા થાયને, કમિંગ ઇવેન્ટસ કાસ્ટ ધર શેડોઝ બીફોર. પરાણે આ પ્રકૃતિમાં દબાણનો માર્ગ જ નહીં ને ! અહંકાર હોય તો માણસ દબાણ કરે ને ! અને દબાણ તો પાછું આ રહેતું હશે ? કે દહાડે છટકી જાય !
પ્રશ્નકર્તા : પ્રકૃતિને દબાણ નહીં કરવાનું તો એને નાચવા દેવાની ?
દાદાશ્રી : નાચવા તો દેવાય જ નહીં, પણ દબાણ નહીં કરવાનું. એને બુઠ્ઠી કરી નાખવાની, કોઈ વસ્તુમાં સાર-ગુણતા નથી એવું સમજાયને તો વૃત્તિઓ બંધ થઈ જાય, એની મેળે જ બંધ થઈ જાય. સાર-ગુણતા નથી, નુકસાનકારક છે, એવું જબરજસ્ત એને સમજમાં બેસી જાય તો વૃત્તિઓ બંધ થઈ જાય. સમજાવી જોજે.
| ડિસ્ચાર્જ પ્રકૃતિમાં ત માણો મીઠાશ ! કોઈ પણ પ્રવૃત્તિની પ્રકૃતિ જ ઊભી થયેલી છે, તે પ્રકૃતિ કરાવડાવે ત્યાં સુધી કરવું પણ ઉત્તેજન નહીં આપવું. મહીં રસ ના લેવો. આ હિતકારી પ્રવૃત્તિ નથી. જે કાર્ય કરી શકોને, તે ડિસ્ચાર્જ થાય છે. જે કાર્ય તમારાથી થઈ રહ્યું છે એ ડિસ્ચાર્જ છે. પણ એમાં તમે જે રસ લો છો તે રસ ના લેશો. આ રસ લેવા જેવી ચીજ ન્હોય. આ તમને ભટકાવીને ફેંકી દેશે. મીઠું લાગે, સ્વાદિષ્ટ લાગે, તે પાડી દે !
આ જે પ્રકૃતિ ઊભી થયેલી છેને, તે એના કર્તા તમે અત્યારે નથી,
આ તો ડિસ્ચાર્જ છે. એટલે અમે વઢીએ નહીં કે આવું થયું તેમાં પણ તમને એન્કરેજ પણ ના કરીએ. તમને મનમાં એવું લાગે કે શું ય થઈ ગયું આ ! તો ઊંધું બાફી મારશો ! સમજ્યા વગરનું કોને કેટલી દવા આપવી એ જાણો નહીં અને ગમે તેને દવા આપી દેશો, એ તમારું કામ નહીં. આ તો બધું પ્રકૃતિ છે, એને ઉદાસીન ભાવે જોયા કરો. બહુ ઇન્ટરેસ્ટ ના લેવો. આ પ્રકૃતિથી કોઈને નુકસાન ના થાય એ જોઈ લેવું.
પોતાનું જે કાર્ય હોય એ કરવું. આ તો માથે પડેલી ભરેલી પ્રકૃતિ છે. છૂટકો નથી. ખોળી કાઢશે અવળું, ત્યાં જઈ આવશે. સ્વાદ પડે, એમાં મીઠાશ લાગે. આ મીઠાશ પાછી પ્રાકૃતિક મીઠાશ, આત્માની મીઠાશ ન્હોય. હજુ બહુ કરવાનું બાકી છે.
પ્રશ્નકર્તા : એનું વિગતવાર જણાવો.
દાદાશ્રી : આ પાંચ આજ્ઞા જ તમે બધા પાળોને, એમાં જ છે તે ઊંડા ઊતરો. હજી પાંચ આજ્ઞા જ પુરી પળાતી નથીને ! આ તો તમને લાગે એવું, એમ તેમ કહીએ. એટલે અમે ખુશી નહીં છતાં ખુશી દેખાડેલી.
પ્રશ્નકર્તા : બધી ભૂલ થાય તે આપને બતાવવાનું આ જ કારણ છે. અમને પ્રોપર માર્ગદર્શન મળશે જ અહીંયા. એવો અમને દ્રઢ વિશ્વાસ છે. કંઈ પણ નહીં છૂપાવાનું કારણ જ આ !
દાદાશ્રી : એ તો પછી જ્યારે મીઠાશ લાગેને ! તો છૂપાવતો થાય અમારાથી. બાકી શરૂઆત હોય ત્યાં સુધી અમને પૂછે. પછી બહુ મીઠાશ લાગે એટલે છૂપાવતો થાય. ચેતીને ચાલજો.
પ્રકૃતિને કર માફ ! પ્રશ્નકર્તા : આપના સત્સંગમાં આપનું વચન આવેલું કે પોતાની પ્રકૃતિને માફ કરી શકાય, પણ પ્રકૃતિનું ઉપરાણું ન લઈ શકાય, એનો બચાવ ન કરી શકાય. એ જરા ભેદ સમજાવોને દ્રષ્ટાંતથી.
દાદાશ્રી : ઉપરાણું લઈએ અને બચાવ કરીએ તો આપણે પ્રકૃતિની