________________
૮૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી... પણ આપણે અભિપ્રાય રહિત થવું. એનો ભરેલો માલ નીકળે છે.
વિફરેલ પ્રકૃતિની સામે ! પ્રકૃતિના ધક્કાથી કોઈની પર કોઈ માણસ ઊગ્ર થઈ જાય છે, પણ તરત જ એની પાછળ પોતે શેમાં હોય છે ? ‘આ ના થવું જોઈએ” એ ભાવમાં છે અને જગતના લોકો જે થઈ જાય છે, એ ભાવમાં જ છે. એટલે એ બેમાં બહુ ફેર છે. તમારે તો સહમત થઈને ચાલે છે ને બધું ?
પ્રશ્નકર્તા : એ બને. પણ પછી આજનો અભિપ્રાય જુદો પડી જાય.
દાદાશ્રી : પછી કેટલા ટાઈમ ? જાગૃતિ તો તરત કલાક-બે કલાકમાં આવવી જોઈએ ! પણ માલ એવો કચરો ભરેલો, તે કેટલીય બાબતમાં ખબર જ પડતી નથી. તને નથી લાગતું એવું? કેટલા કલાકમાં એ ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું છે ? બે કલાકે, ચાર કલાકે કે બાર કલાકે પણ ખ્યાલ આવવો જોઈએ કે આ ખોટું થયું. હજુય કેટલીક બાબતમાં થાય પણ તમને ખબર ના પડે. મને ખબર પડી જાય કે આ વાંકા ચાલ્યા. ખબર પડે કે ના પડે અમને ? છતાં અમે ચાલવા દઈએ. પાછું અમે જાણીએ કે હમણે રાગે આવી જશે.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીપદ, એ તો પ્રકૃતિ ઉપશમમાંથી આગળ જઈને ક્ષય થઈ હોય ત્યારે એ ઉત્પન્ન થાયને?
દાદાશ્રી : એ તો બધી ક્ષય થઈ જાય. સામી થાય એ ક્ષય થવા આવે. એટલે સામી થાવ, કહીએ. ઉપશમ કર્યું એટલે ધક્કા ખવડાવવા, માગતાવાળાને આપી દેને તો નિવેડો આવે, નહીં તો પાછાં આવવાના આ. આવો, સાહેબ. અલ્યા, પાંચ હજાર આપી દેને અહીંથી. સાહેબ આવ્યા. એ માંગે છે એટલે. પણ આ તો પાછાં કાઢવા છે એટલે મસ્કા મારે, જાણે છોડી દેવાનો હોય તેમ. છોડી દે ? છોડી ના દે, નહીં ? ઊલટું ચા-પાણી પી જાય ને રોફ મારી જાય. ચા-પાણી મફતનું પી જાય ને દેવું ઊભું જ રહ્યું હોય એ ઉપશમ.
પ્રાકૃતિક ગાંઠો આંતર જ્ઞાતપ્રકાશ ! પ્રશ્નકર્તા : એમ ધારો કે કંઈ લોભની ગાંઠ હોય તો તે વખતે જ્ઞાનનો પ્રકાશ ધીમો થઈ જાય એવું ખરું ? એટલે કે પ્રકૃતિના આધારે છે આ જ્ઞાનનો પ્રકાશ ? એક બાજુ વધ-ઘટ થવાનું કે એકલી જાગૃતિના આધારે પણ વધ-ઘટ થાય ?
દાદાશ્રી : પ્રકૃતિ અંતરાય કરે એને. આ જ્ઞાનનો તો પ્રકાશ આપ્યો છે તે ફૂલ પ્રકાશ છે પણ આ પ્રકૃતિ અને વચ્ચે ડખલ કરે.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ જે ડખલ કરે છે તે એના પાછળના કર્મને આધીન એને ડખલ કરાવડાવે છે ?
દાદાશ્રી : એ જ ત્યારે બીજું શું ? એ જ પ્રકૃતિ, પાછલાં કર્મો એ જ પ્રકૃતિ. અમારે એ બહુ લપકામણ ના હોય. એટલે અમને ડખલ ના
પ્રકૃતિ સામે જાગૃત તે જ્ઞાતી ! પ્રશ્નકર્તા ઃ આ જાગૃતિ રહે એના માટે પ્રકૃતિ કેટલી હેલ્પ કરે ? દાદાશ્રી : એ આત્મા હેલ્પ કરે.
પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિ ઉપશમ ભાવમાં હોય તો જાગૃતિને હેલ્પ કરે, એવું કંઈ ખરું?
દાદાશ્રી : એ તો એની મેળે જ થાય. એના કર્મનો ઉદય હોય તો ઉપશમ થઈ જાય. અને તે ઉપશમ થાય અને પછી જાગૃતિ રહે એ તો બહુ કામની નહીં. પ્રકૃતિ ઉપશમ ના હોય, પ્રકૃતિ સામી થયેલી હોય તે ઘડીએ જાગૃતિ રહે એ જ્ઞાની કહેવાય.
હોય.
પ્રશ્નકર્તા : ત્યાં આગળ શું કરવું જોઈએ ?
દાદાશ્રી : નહીં, એ કશું કરવાનું નહીં. ત્યાં બસ આ ઊંધું-ચતું થાય, એ પ્રતિક્રમણ કરતાં રહેવાનું. આ માર્ગ જ આખો પ્રતિક્રમણનો છે.