________________
[૧.૭]
પ્રકૃતિને આમ કરો ચોખ્ખી...
પ્રકૃતિ લખે તે પુરુષ ભેંસે !
પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ એ બધી પ્રકૃતિ તિર્યંચમાં ય
રહેવાની એવી રીતે ?
દાદાશ્રી : હા, દેવગતિમાં, બધામાંય, જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકૃતિ.
એને ગ્રંથિઓ કહેવાય. અને એ જતી રહે એટલે નિગ્રંથ કહેવાય.
એટલે આ ગ્રંથિઓથી એ બંધાયેલો હોય મૂઓ, એ શું કરાવે ? એનો ઉપાય જ ના રહે. એ તો આપણા જેવું જ્ઞાન આપે ને મહીં ગ્રંથિઓની ઉપર છે તે પકડ પકડાવે ત્યારે થોડીક છૂટી જાય કે ભઈ આ જુદો ને તું જુદો. આ ગ્રંથિઓ ય જુદી ને આ ચંદુભાઈ ય જુદો ને આ બધું ય જુદું. હવે એને જોયા કરજે. આપણું વિજ્ઞાન બહુ સુંદર છે. એટલે વગર મહેનતે મજા છે ને આનંદ છે ને ?
પ્રશ્નકર્તા : પણ પ્રકૃતિનો માલ ઓળખાવી દો ત્યારે એ પકડાયને ? દાદાશ્રી : હું.
પ્રશ્નકર્તા : એ પ્રકૃતિના પદચ્છેદ થાય ત્યારે મૂળમાંથી જાય ને ?
દાદાશ્રી : આપણું વિજ્ઞાન તો બધું ખબર પાડી દે કે આ લોભ આવ્યો, આ ફલાણું આવ્યું છે. કારણ કે જુદા પડીને જોનાર છે ને ! તે
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ચંદુભાઈનો લોભ છૂટે નહીં, પણ આપણને સમજણ પડે કે આ ચંદુભાઈનો લોભ છૂટતો નથી. એટલે આપણે સળી કરી આપીએ ને પછી ! આડુંઅવળું સમજાવીને પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા અપાવી દેવડાવીએ ને કોઈ જગ્યાએ !
૮૨
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિને છેદવાના ઉપાય એ પુરુષાર્થ વિભાગમાં જાય ? દાદાશ્રી : હાસ્તો વળી. આ આડુંઅવળું સમજાવી દીધું કે ચાલ્યું ગાડું! પોતાની પ્રકૃતિની ભૂલો દેખાવી એ ના બને, કારણ કે પ્રકૃતિને પ્રકૃતિની ભૂલો ના દેખાય. ક્રોધ-માન-માયા-લોભ, અહંકારને, બુદ્ધિને પોતાની ભૂલો દેખાય નહીં. પોતે જ પ્રકૃતિને એટલે પોતાની ભૂલો દેખાય નહીં. દેખાય તે બહુ મોટી મોટી હોય જબરજસ્ત તે દેખાય. બીજી અનંતી ભૂલો છે. નર્યો ભૂલનો ભંડાર છે પણ આમાં દેખાય નહીં, જો ભૂલો દેખાતી થાય તો ભગવાન થાય.
જ્ઞાન મળ્યા પછી ભૂલો શાનાથી દેખાતી થાય કે પ્રશાશક્તિથી. આત્મામાંથી જે પ્રજ્ઞાશક્તિ પ્રગટેલી, એનાંથી બધી ભૂલો દેખાતી થાય અને એ ભૂલો દેખાતી થાય આપણને એટલે તરત આપણે નિવેડો લાવીએ. આપણે કહીએ કે ભઈ, પ્રતિક્રમણ કરો. પેલી પ્રજ્ઞાશક્તિ ડાઘ દેખાડે એટલે આપણે કહીએ, આ ધોઈ નાખ. એટલે બધાય કપડાં ધોઈ નાખવા. બધા ડાઘના પ્રતિક્રમણ કર્યા એટલે ચોખ્ખા !
પ્રશ્નકર્તા : દાદા, આ જે પાટી (સ્લેટ) ભૂંસીને ચોખ્ખી કરી નાખી છે, હવે ફરીથી એમાં ચિતરામણ ના થાય એવી શક્તિ આપો.
દાદાશ્રી : પ્રકૃતિ લખે છે અને પુરુષ ભેંસે છે. પ્રકૃતિ લખી નાખે ભૂલથી ને પુરુષ ભૂંસી નાખે. પ્રકૃતિ લખ્યા વગર રહે નહીં ને પુરુષ થયા એટલે પુરુષાર્થથી પુરુષ ભૂંસી નાખે. આવી વીતરાગોએ શોધખોળ કરેલી. કારણ કે પ્રકૃતિને પુરુષાર્થ નથી. પુરુષ પુરુષાર્થવાળો છે !
પ્રકૃતિ તો અભિપ્રાય રાખે, બધુંય રાખે પણ આપણે અભિપ્રાય રહિત થવું. પ્રકૃતિ એટલે આપણો ય આ ચારિત્ર મોહ જે છે ને તે અભિપ્રાય રાખે,