________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
૭૯ નહીંતર આ લોકો પેસી જશે. ખબર પડેને આપણને. હવે સ્વાર્થી છે એનો ય વાંધો નથી, પણ તેની જાગૃતિ જોઈએ. આ થાય છે એ ખોટું થાય છે. એની પ્રકૃતિ એવી છે. પ્રકૃતિ ય ના દેખાય એવું ય છે બધું. ધીમે ધીમે સત્સંગમાં રહેવાથી સેવાભાવથી આગળ વધશે.
એ જ રૂકાવતાર મોટો કચરો ! તમારા કચરા જુદા, એમના કચરા જુદા.
પ્રશ્નકર્તા : કચરા તો પુદ્ગલના ગુણો નહીં હોય ? અમુક એમને પોતાને ઇચ્છા નથી. એટલે આ બધા પ્રાકૃતિક ગુણોને ? પુદ્ગલના જ ગુણોને એમ કહો છો ને, સારા કે નરસાં ? - દાદાશ્રી : પુદ્ગલના થયા તેનો વાંધો નહીં. પણ પુદ્ગલની આત્મા ઉપર અસર એટલી બધી પડી ગઈ છે કે આત્માને હાલવા-ચાલવાનું બંધ થઈ ગયું છે, પરહેજ થઈ ગયો છે. એટલી બધી અસર પુદ્ગલની. આમાંથી થોડું પચાસ ટકા ઓછું થઈ જાય તો આત્મા છૂટો થાય. તો આત્મા પછી શક્તિવાન બને.
પ્રશ્નકર્તા તો તમે કહો છો ને ‘પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી.’
દાદાશ્રી : હા પણ, તારામાં નથી એટલે તારાપણું રહેવું જોઈએને ? પ્રકૃતિનો એક પણ ગુણ ‘પોતાનો’ માને નહીં અને ‘પોતાના બધા ગુણો જાણે એ ‘જ્ઞાની’. એક ગુણ ‘પોતાનો” માને તો સંસારમાં ફસાય. પ્રકૃતિનું દબાણ બહુ છે ને ! પ્રકૃતિ માણસને આત્મા તો ક્યાંય રહ્યો, પણ પશુ બનાવી દે છે.
પ્રશ્નકર્તા : દાદાએ કહ્યું ને હમણાં, એમના કચરા જુદાં, તમારા કચરા જુદાં. અમારા કચરામાં શું હોય ? કેવો હોય ?
દાદાશ્રી : દરેકના કચરા જુદા જુદા જ હોય ને ! એ ય ગંધાઈ ઉઠે. સુગંધી ના આવે. પણ આ નીકળી જાય બધા કચરાં. ઝાઝે દહાડે, જેની
ઇચ્છા છે એનાં નીકળી જાય.
પ્રશ્નકર્તા : આપની હાજરીમાં જ નીકળી જાય ને ? દાદાશ્રી : હા, હવે એ કોઈકને તો હાજરીમાં ય ના નીકળે. પ્રશ્નકર્તા : તમે કહ્યું પછી એમની ઇચ્છા હોય તો નીકળી જાય ને ?
દાદાશ્રી : હા, ઇચ્છા તો હોય પણ પાછું થોડીવાર પછી કહેશે ને પણ મારી સમજમાં બેસતું નથી. એટલે પછી થઈ ગયું પાછું હતું તેનું તે. કયા થર્મોમીટરના આધારે તું પૂછે છે ? એક થર્મોમીટર સાચું નથી. એના થર્મોમીટરથી જોતો હોય કે આ ૧૦૨ ડિગ્રી તાવ ચડ્યો, છતાં અહીં પડેલો હશે તો આત્મા પ્રાપ્ત થઈ જશે.
પ્રશ્નકર્તા: જે દાદાના ચરણમાં આવ્યા, તેનો આત્મા પ્રાપ્ત થઈ જ જાયને ? દાદાશ્રી : હા, એ તો કામ જ નીકળી જાય ને !
પ્રકૃતિ ઓગળે “સામાયિક'માં ! તમે શુદ્ધાત્મા થયા તો પ્રકૃતિ સાહજીક થઈ. સાહજીક એ તો ડખોડખલ કરવા દે એવી હોય નહીં અને સાહજીક થઈ એટલે એ વ્યવસ્થિત છે. એટલે અમે તમને એમ ના કહીએ કે તને ખરાબ વિચાર આવ્યો તો તું ઝેર પી. હવે તો ખરાબ વિચાર આવ્યો તો ખરાબને જાણ્યો ને સારો વિચાર આવ્યો તો સારાને જાણ્યો. પણ આ બધું હવે ઓગળે શી રીતે ? કેટલુંક કંટ્રોલમાં ના આવે એવું. તમે કહો છોને તે ના ઓગળે એવી વસ્તુ છે. તેનો આપણે રસ્તો કરવો પડે. અમુક એક કલાક બેસી જ્ઞાતા-શેયના સંબંધથી એ ઓગળે. જે પ્રકૃતિ ઓગળવી હોય તે આવી રીતે ઓગળે. એટલે એક કલાક બેસી અને પોતે જ્ઞાતા થઈ પેલી વસ્તુની સામે શેયરૂપે જુઓ. એટલે એ પ્રકૃતિ ધીમે ધીમે ઓગળ્યા કરે. એટલે બધી પ્રકૃતિ અહીં ખલાસ થાય એવી છે.