________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ? હજુ ભ્રાંતિના ગુણો છે તે જુએ છે. બાકી, ભગવાનને ત્યાં ખોડ જેવું છે જ નહીં. બધું જોય જ છે. ભગવાનને ત્યાં આ સારું ને આ ખોટું એવો ભાવ ત્યાં નથી. કં નથી ત્યાં આગળ. એટલે પછી ત્યાં એવું જોવાનું નથી. એટલે અમે બીજું ખરાબ હોય તે ય જોઈએ સારી રીતે. બધું જ જોઈએ પણ મહીં એ અમારા ભાવ ન બગડે. અમારું જ્ઞાન ના બગડે. આ તો સારું-ખોટું તો સમાજે પાડેલું છે. આપણું ખોટું હોય એ બીજાંને સારું લાગતું હોય. મને જલેબી ભાવતી હોય ને તમે ના કહેતા હોય. એટલે સારા-ખોટાનો સવાલ જ ક્યાં રહ્યો ? આ તો ફેક્ટ સમજી લેવાની જરૂર છે જ્ઞાની પાસેથી. અમે નિરંતર આવી રીતે રહીએ છીએ. તે ફેક્ટ ફેક્ટ સમજવાનું છે જોડે બેસીને. તમારી અડચણ પૂછી લેવાની અને તમે અડચણ પૂછો એટલે જવાબ આપું. આ તો બધું બ્રાંતિમાં હતું જ ને ! સારું ને ખોટું તો ક્યાં નહોતું તે ?
પ્રશ્નકર્તા : અત્યાર સુધી બધું એ જ કરેલું ને ?
દાદાશ્રી : ના, એમ નહીં. ભ્રાંતિમાં હતું જ ને આ. પણ સેટિંગ કરતાં કરતાં આવું બધું આવે, એટલે પાછું પૂછો એટલે નીકળી જાય પાછું. વળી પાછો થોડો વખત જાય એટલે ભૂલી જવાય પાછું. વળી આવે, પાછું ભૂલી જવાય એમ કરતાં કરતાં આ એમ છે તે ઘટતું જાય. છેલ્લામાં છેલ્લું સ્ટેજ કયું કે ચંદુભાઈ શું કરે છે, તેને તમે જુઓ-જાણો. અને બની ગયું એ કરેક્ટ છે. આ બે વસ્તુ છેલ્લામાં છેલ્લી સ્ટેજ. રહી શકાય કે ના રહી શકાય ?
પ્રશ્નકર્તા રહી શકાય.
આજે વાળી શકાય હવે. અમારી ખબર ના પડે ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિ દેખાય પણ એ વાળી ના શકાય.
દાદાશ્રી : એટલે પાછું એ જરા વધારે કહેવાય. જ્યાં સુધી ગાંઠે નહીં ત્યાં સુધી એની જોડે ચાલુ રાખવું પડે ને પછી જ્યારે ત્યારે ગાંઠે હંમેશાં. પ્રકૃતિ જેને જીતવી જ છે, એને હરાવનાર કોઈ છે નહીં.
વાંકી પ્રકૃતિને પણ જાણ ! તને એવો અનુભવ થયેલો કોઈ ?
પ્રશ્નકર્તા : હા. ખરુંને, દાદા. નહાવામાં પહેલું દોડવાનું ને, જાત્રામાં વધારે દેખાય,
દાદાશ્રી : એ ચડવામાં, ઉતરવામાં, બધાંમાં સ્વાર્થી. એનો એક્કો જુદો જ હોય.
પ્રશ્નકર્તા : એની નજર જ ત્યાં હોય, એનું લક્ષ્ય જ ત્યાં હોય.
દાદાશ્રી : એ પ્રકૃતિને ભલે હોય, પણ એને ગમે છે માટે, હજુ તો એને ખબર જ નહીં પડી હોય. આ તો મેં સમજણ પાડી ત્યારે. તે દરેક વખતે સમજણ પડવી જોઈએ. આમ ન હોવું જોઈએ. એમ કેમ થાય છે ? તો જે થાય છે એ પ્રકૃતિ. પણ તમને ખબર પડવી જોઈએ કે આમ કેમ થાય, આમ ન થવું જોઈએ હવે.
પ્રશ્નકર્તા : તો એ પ્રકૃતિ.
દાદાશ્રી : હં, પછી શું ? એટલે વસ્તુ આપણા હાથમાં આવી ગઈ છે. જ્યારે પતંગનો દોરો હાથમાં આવેને એ પછી ગમે એટલી ગુલાટ ખાય પછી શો વાંધો છે ? ખેંચીએ એટલે રાગે પડી જાય. પહેલાં તો દોરો જ હાથમાં નહોતો, પતંગનો દોરો જ હાથમાં નહોતો. પછી ગુલાંટ ખાય એ શી રીતે હાથમાં આવે ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિની લગામ હાથમાં આવી ક્યારે કહેવાય ? દાદાશ્રી : પ્રકૃતિ જ્યારે વાળી શકાય તે દહાડે આપણને ખબર પડે કે
દાદાશ્રી : હા. હજુ નહાવાની કેમ ઉતાવળ થાય છે, વહેલું ખઈ લઉં એ કેમ ઉતાવળ થાય છે, એ બધું ભાન રહેવું જોઈએ. ના રહેવું જોઈએ ? તો એ ભાન નહીં રહ્યું. તેની આ ભૂલ થયેલી. ભાન રહે તો પ્રકૃતિને થાયને ! એ જે પ્રકૃતિ લાયો છે, એની રીતે આ પ્રકૃતિ ઉકલે છે.
સાડા છએ ઉઠનારો ભઈ, આજ સાડા પાંચમાં કેમ આઘાપાછા થયા કરે છે. ત્યારે જાણવું કે આ સ્વાર્થી છે મૂઓ ! સંડાસ જઈ આવું