________________
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
બીજી આવક ના રહી એટલે. એક ફેરો બૉલને માર્યો પછી એ આમ ડીમોલીશ થતો થતો બંધ થઈ જાય. ફરી જો મારવામાં આવે તો પાછું ચાલુ.
૩૫
પ્રશ્નકર્તા : ‘કર્તાપણાનો સ્વભાવ કેવો હોય ?” જરા દાખલો આપીને સમજાવો.
દાદાશ્રી : ક્રોધ તો માણસ છોકરાં જોડેય કરે અને બહાર દુશ્મન જોડેય કરે. એ ક્રોધનો સ્વભાવ અને કર્તાપણું કેવું છે તે છોકરાં તરફ ? છોકરાનાં હિત માટે અને પેલાને ત્યાં પોતાના હિતને માટે. એટલે એ
છોકરાના હિતને માટે ક્રોધ કરે, તે એ પુણ્ય બંધાવડાવે. છોકરાનું ભલું થાય એટલા માટે બાપ પોતાની જાતને બાળે છે. ક્રોધ એટલે બાળવું. એ કર્તાપણાનો સ્વભાવ ઊડી જાય પછી ક્રોધ એકલો રહે.
એ બધો કર્તાપણાનો સ્વભાવ ઊડી જાય તોય ક્રોધ થાય. એ પણ નિર્જીવ વસ્તુ છે. એ ક્રોધ નિર્જીવ છે. એ તો આ કર્તાપણા સાથેનું હોય તો જ જીવંત કહેવાય. જ્ઞાન પછી તમારું કર્તાપણું ઊડી જાયને બધું એટલે આ ક્રોધ દુઃખદાયી જ ના હોય. કીડી-મચ્છર કૈડે, તેને આ કંઈ કૈડ્યું નથી કહેતા. વીંછી કૈડે ત્યારે કૈડ્યું કહેવાય. આ કીડી-મચ્છર જેવું રહ્યું હવે ! વીંછી જેવું કૈડતું જતું રહ્યું. બધી અહંકારની જ છે ગાંઠો, ગાંડપણ. એ દાદા
ઊડાડી દે છે ને !
દેખાય તો આપણે બોસ તે તા દેખાય તો પ્રકૃતિ બોસ !
પ્રશ્નકર્તા : ધારો કે કોઈની પ્રકૃતિ કાયમ જ ડખોડખલ કરવાની હોય, તો ‘મારી પ્રકૃતિ એવી છે’ એમ કરીને એનું ઉપરાણું તો ના જ લેવાયને ? દાદાશ્રી : ઉપરાણું લે, તેને ય આપણે જાણવું જોઈએ. ઉપરાણું લેનારી પ્રકૃતિ છે.
પ્રશ્નકર્તા : પણ પુરુષાર્થમાં રહેવા એ પ્રકૃતિને આપણે ઘોડો બનાવી લગામ લઈને ઉપર બેસવાનું. એક વાર આપણે ના પાડી, બીજી વાર ના
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પાડી, તો આપણે ના સમજવું જોઈએ કે એ પ્રકૃતિ આપણા ઉપર સવાર થઈ ગઈ છે ! તો આપણે પ્રકૃતિ પર કેવી રીતે સવાર થઈ જવાનું ?
૭૬
દાદાશ્રી : આપણને પ્રકૃતિ દેખાય ત્યાં સુધી આપણે સવાર છીએ, દેખાય નહીં એટલે એ આપણી પર સવાર.
પ્રશ્નકર્તા ઃ એનો અર્થ એ થયો કે આ ખરાબ પ્રકૃતિ જોઈએ, એટલે
ખરેખર આપણે એના પર સવાર થયા જ છીએ ! ધારો કે શંકા કરવાની મારી પ્રકૃતિ થઈ, તે એવા સંજોગો ઊભા થાય કે શંકા થવા માંડી, તો એ પ્રકૃતિ તો તદ્દન ખરાબ છે. કારણ કે શંકા તો હોવી જ ના ઘટે. તો એવી વખતે એ પ્રકૃતિને શું કરવી ? એને સીધી લાવવા શું કરવું ?
દાદાશ્રી : આપણે સીધું થઈ જવાનું.
પ્રશ્નકર્તા : એટલે એ જે કરે એ કરવા દેવાનું એને ? દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : પણ આમ સામાન્ય રીતે પોતાને જોઈએ ત્યારે પોતાની પ્રકૃતિને જોતાં હોય એવું લાગ્યા કરે, સવારથી સાંજ સુધી પ્રકૃતિ શું કર્યા કરે છે !
દાદાશ્રી : પ્રકૃતિ જ જોવાની છે.
પ્રશ્નકર્તા ઃ અને આજુબાજુ જોઈએ તો બીજાની પ્રકૃતિ હઉ દેખાય એવું થાય છે.
દાદાશ્રી : બધું દેખાય. તે દેખાયને એમાં જોવું જોઈએ. આપણે ક્યાં ખોડો કાઢવી છે ? પ્રકૃતિ દેખાય. પ્રકૃતિમાં ખોડ કોને કહેવાય છે ?
પ્રશ્નકર્તા : દાદા, એવું ને પણ પહેલાંની ઘણી ટેવોને એટલે કો’ક ફેરો બોલી જાય કે આમ ના થવું જોઈએ, આવું થાય છે તે ના કરવું જોઈએ, એવું બોલી જવાય.
દાદાશ્રી : ના, એમ નહીં. પ્રકૃતિમાં ખોડ કોણ જુએ છે કે જેનામાં