________________
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
૭૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
હલ થાય.
જાય, સ્વભાવ એકલો રહ્યો. કર્તાપણું ઓછું થઈ જાય. એટલે આપણને એવું લાગે કે ઓહો ! કેટલો બધો ફેરફાર થઈ ગયો. આ સ્વભાવ આનો બદલાઈ ગયો.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી પ્રકૃતિ સુધરી શકે ખરી ?!
દાદાશ્રી : મોળી પડે. પ્રકૃતિ એનો પાઠ તો ભજવ્યા વગર રહે જ નહીં. પણ જુદી પડી શકે એટલે મડદાલ થઈ જાય, એમાંથી જીવ કાઢી લીધો હોય એવું થાય.
પ્રશ્નકર્તા : એ મડદાલ થયેલી પણ એની ઇફેક્ટ તો રહ્યા કરેને ?
દાદાશ્રી : ઇફેક્ટ ય આપણે કાચા હોય ત્યાં સુધી. બાકી દરેક જીવો હાવભાવથી જીવે છે. તેમાં ભાવ કાઢી લેવાનો, એટલે હાવથી રહે. હાવભાવ કેવા હતા, કહેશે. એમાં ભાવ આપણો ને હાવ એનો પ્રકૃતિનો !
પ્રશ્નકર્તા : હાવનો અર્થ શો ?
દાદાશ્રી : ભાવ સિવાય બીજો બધો અર્થ હાવ. ભાવ એ (વ્યવહાર) આત્માનો. બીજું બધું હાવ પ્રકૃતિનો. આપણે જ્ઞાન આપીએ છીએ તો એ ભાવ કાઢી લઈએ છીએને ! પછી મડદાલ રહે છે અહંકાર. એટલે ભાવ અહંકાર ખેંચાઈ જાય છે, દ્રવ્ય અહંકાર રહે છે પછી. ભાવ પ્રકૃતિ ઊડી જાય ને દ્રવ્ય પ્રકૃતિ રહે.
પ્રશ્નકર્તા : બીજાની આંખમાં આપણી પ્રકૃતિ એની એ જ રહીને ?
દાદાશ્રી : એ તો ફેરફાર ના થાય કંઈ. પણ એને એમ ખબર પડી જાય કે આમાં ભાવ નથી એમ. એટલે બહુ દુઃખ ના થાય સામાને. ભાવ હોય તો જ એને દુઃખ થાય છે. હાવ ના હોય ને એકલો ભાવ હોય તો ય દુઃખ થાય છે.
સ્વભાવ પ્રકૃતિનો તે કર્તાપણું પોતાનું ! પંખામાં સ્વભાવ એકલો હોય છે. બદલાય નહીં આ. ગમે એવાં મંત્ર મારીએ, તંત્ર કરીએ તોય કશું ના થાય અને પેલા મનુષ્યમાં પ્રકૃતિનો સ્વભાવ ને કર્તાપણું બેઉ હોય. આ જ્ઞાન મળ્યું એટલે પછી કર્તાપણું ખસી
પ્રશ્નકર્તા : કર્તાપણું છૂટી ગયું હોય તો પછી સ્વભાવ બદલાય નહીં ?
દાદાશ્રી : ના. એ સ્વભાવ તો પછી ધીમે ધીમે ખલાસ થતો જાય. આપણે બૉલ નાખીએ એના જેવું. જરીક ઊંચો થાય, પછી એથી ઓછો ઊંચો થાય, પછી એમ કરતાં બંધ થાય. આ જ્ઞાન પછી કર્તાપણું, એટલો ભાગ બદલાઈ જાય. એટલે આપણને એમ લાગે કે આ બદલાઈ ગયો. એ સ્વભાવ તો બદલાય જ નહીં પાછો. કર્તાપણું બદલાવાથી આપણને એમ લાગે કે સ્વભાવમાં ફેરફાર થઈ ગયો આ. આપણે એને સ્વભાવ માનીએ છીએ બધોય. પ્રકૃતિ સ્વભાવ માનીએ છીએ..
પ્રશ્નકર્તા : એ જરા સમજાયું નહીં. એ શું કહ્યું આપે ?
દાદાશ્રી : કર્તાપણું જ ખસી જાય જ્ઞાનથી. એટલે પ્રકૃતિ સ્વભાવ એકલો રહે. એટલે આપણે માનીએ-જાણીએ કે આ પહેલાં આવું હતું ને હવે કેમ ફેરફાર થઈ ગયો છે ? કર્તાપણા સાથેનો સ્વભાવ હતો, એ ચેન્જ થઈ ગયો. એટલે આપણને બદલાયેલો લાગે, પણ એ બદલાયેલો નથી ખરેખર. એમાં કર્તાપણાનો અમુક ભાગ ઊડી ગયો જ્ઞાનથી.
આ બાળક હોયને, એમાં સ્વભાવ એકલો હોય અને મોટી ઉંમરનો થાય પછી કર્તાપણા સહિત સ્વભાવ હોય, એ કર્તાપણું ખસી જાય એટલે પેલો સ્વભાવ એકલો રહે, તે આપણા મનમાં જાણે કે આનો સ્વભાવ બદલાઈ ગયો. આપણે કર્તાપણા સહિત સ્વભાવ કહીએ છીએ. એમાંથી બદલાઈ ગયો એટલે પછી મનમાં એમ લાગે કે આ ફેરફાર થઈ ગયો.
પ્રશ્નકર્તા : એટલે એ કર્તાપણું ગયા પછી મૂળ પ્રકૃતિ સ્વભાવ તો રહેવાનો જ ?
દાદાશ્રી : એ તો રહે જ. પછી એ ડીમોલીશ થતી જાય. કારણ કે