________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ? તો એની મેળે, એનું ફળ ત્યાં ને ત્યાં મળી જ જાય. પોલીસવાળા જોડે કંટ્રોલ વગરની પ્રકૃતિ કરી જોજે. ત્યાંને ત્યાં મળી જ જાય. જ્યાં જુઓ ત્યાં. ઘરમાં હઉ, બધે ય, એટલે કંટ્રોલ વગરની હોય, તેને ત્યાં ને ત્યાં ફળ મળી જાય એની મેળે, મહીં જ ફળ મળી જાય. એ રહે જ નહીં. દોડધામ કરતાં હોય કંટ્રોલ વગરની. છેવટે ઠોકર વાગીને ય ઠેકાણે આવી જાય.
પ્રશ્નકર્તા : મુદામાં એમ પૂછવું છે કે કંટ્રોલ હોય તો સારું કે નહીં ?
દાદાશ્રી : કંટ્રોલ હોય તો ઉત્તમ કહેવાય. કંટ્રોલ વગરની તો એને પોતાને માર પડે જ. કંટ્રોલ હોય તેના જેવું એકુંય નહીં અને જ્ઞાનના આધારે પ્રતિ કંટ્રોલમાં રહે.
પ્રશ્નકર્તા : જ્ઞાનથી કંટ્રોલ રહેવો એટલે સહજ રીતે, એમ ?
દાદાશ્રી : સહજ શબ્દ જ ના હોય ને ! પુરુષાર્થથી રહે. સહજથી રહેતું હોય, તેને પછી આગળ કશું કરવાનું રહે જ નહીં ને ! ખલાસ થઈ ગયું, કામ પૂરું થઈ ગયું.
પ્રકૃતિનો તું કર સમભાવે નિકાલ ! જે માફક આવેને તે અમે ખઇએ. તેય પ્રકૃતિ જાય નહીંને પાછી, આપણે કહીએ તોય. પ્રકૃતિ ના જાય.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ બદલવી હોય તો બદલાય ?
દાદાશ્રી : પ્રકૃતિ બદલાય નહીં ને જે બદલાય છે ને, તે બદલાવાની હતી માટે બદલાય છે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે પ્રકૃતિને બદલી શકાય ?
દાદાશ્રી : કશી બદલી ના શકાય. આ જ્ઞાન મળ્યા પછી સમભાવે નિકાલ કરી શકાય. પ્રકૃતિને બદલી શકાય નહીં. પ્રકૃતિ બદલાય તો તો કલ્યાણ (!) જ થઈ જાય ને ! બદલનારો હોવો જોઈએ ને ! અને બદલનારો થયો એટલે થઈ ગયું. એ જ્ઞાન ખલાસ થઈ ગયું.
જ્ઞાતથી પ્રકૃતિ ઢીલીઢસ ! પ્રશ્નકર્તા : પણ દાદા, આ જ્ઞાનથી પ્રકૃતિ નરમ તો પડેને ?
દાદાશ્રી : ઢીલીઢસ થઈ જાય. કારણ કે આપણાં જ્ઞાનનું જે લાઈટ ના જાયને મહીં. આત્માની હાજરીથી આ બધું ચાલે છે. હવે આત્મા છે, હાજરી છે પણ પોતાની લાઈટ મહીં ના જાયને !
પ્રશ્નકર્તા : ના જાય એટલે પ્રકૃતિ...
દાદાશ્રી : ઢીલી થઈ જાય. પ્રકૃતિ ચાલે ખરી આત્માની હાજરીથી, પણ લાઈટ ના જાય.
પ્રશ્નકર્તા : લાઈટ અંદર ન જાય એટલે શું ?
દાદાશ્રી : પાવર ઊડી ગયો બધો. પ્રકૃતિનો પાવર બધો ટાઢો થઈ ગયો. ઢીલો થઈ ગયો. ગુસ્સો કર્યો, તે પ્રકૃતિ એકલી. આપણે મહીં ના કહ્યા કરતાં હોઈએ ને પ્રકૃતિ ગુસ્સે થતી હોય, એને ગુસ્સો કહીએ છીએ આપણે. અને પ્રકૃતિ ને અહંકાર બે ભેગા થઈને કરે તો એને ક્રોધ કહીએ છીએ. એટલે અહંકાર જતો નથી, એ એનો પાવર છે. પેલામાંય અહંકાર જતો નથીને ! એ પાવર નહીં. પાવર વગરનો ક્રોધ તે બાળી ના મેલે, લ્હાય ના બાળે.
સજીવ તે નિર્જીવ પ્રકૃતિ ! એટલે આ પ્રકૃતિ, એમાં આપણે કેમ વર્તવું એટલું આપણે જ્ઞાનથી કરી શકીએ. આપણો ડખો ના હોય એટલે પ્રકૃતિ બહુ કામ ન કરે. પ્રકૃતિ ક્યારે કામ કરે છે ? પોતે મહીં ભળેલો હોય તો જ બહુ ફોર્સવાળી હોય છે. પોતે છૂટો પડી ગયો એટલે પ્રકૃતિ તો ઓગળ્યા જ કરે છે નિરંતર. નિર્જીવ થઈ ગઈને ! પેલી સજીવ પ્રકૃતિ.
પ્રશ્નકર્તા : ડખો કરીએ એટલે સજીવ થાય ? દાદાશ્રી : હા. એ તો આડો હલ થાય. મહીં ભર્યો માલ, આડો