________________
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : મરે તોય બદલાય નહીં. પ્રકૃતિ એ ક્યારેય બદલાય નહીં. જેટલું જ્ઞાનનું પ્રમાણ ઉત્પન્ન થાય, જેટલી સમજણ ઉત્પન્ન થાય એટલી પ્રકૃતિ બદલાતી જાય. પ્રકૃતિ બદલાય જ્ઞાન પ્રમાણે, પણ એ રહે પ્રકૃતિને પ્રકૃતિ જ પાછી. પ્રકૃતિની બહાર નીકળે નહીં માણસ. આ ભવની પ્રકૃતિ એ બદલાય જ નહીં બિલકુલ. એની મહીં જેટલું જ્ઞાન ઉત્પન્ન થયુંને એ જ્ઞાનના આધારે આવતે ભવે બદલાય પાછું. પાછું એમાં જેટલું જ્ઞાન ઉત્પન્ન થયું એ એના પછીના આવતા ભવે બદલાય. એમ કરતું કરતું સ્ટેપ ચઢતું ચઢતું જાય. પણ પ્રકૃતિની બહાર નીકળી શકે નહીં. સાધુ-સંન્યાસીઓ, સંતો-બંતો બધા સાત્ત્વિક પ્રકૃતિમાં હોય.
પ્રકૃતિની બહાર નીકળી શકે નહીં ને પ્રકૃતિની બહાર નીકળે એ જ્ઞાની પુરુષ અગર તો ભગવાન કહેવાય, બસ.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ પ્રકૃતિ બદલી શકે ?
દાદાશ્રી : પ્રકૃતિ ના બદલાય, જ્ઞાન બદલાય. રહેઠાણ બદલાય, ઘર બદલાય પણ પ્રકૃતિ ના બદલાય. તમે પ્રકૃતિના ઘરમાં રહેતા હતા તે ત્યાંથી તમને તમારા પોતાના ઘરમાં બેસાડ્યા. પ્રકૃતિ તો એનો ભાગ ભજવ્યા જ કરે. પણ અમારી જોડે બેસાડવાથી પ્રકૃતિ એકદમ ફેરફાર થઈ જાય.
અમે જ્ઞાન આપીએ એને દસ-પંદર વર્ષે પ્રકૃતિ ખલાસ થઈ જાય. પછીની લાઈફમાં પ્રકૃતિ જે વિરોધાભાસ લાગે છે તે ના હોય. પછી લોકોને અનુકૂળ આવે એવી પ્રકૃતિ હોય છે. સૌમ્ય પ્રકૃતિ થાય. કારણ કે પેલી પ્રકૃતિ ખાલી થઈ જાય. અને અજ્ઞાની તો પ્રકૃતિ ખાલી થાય છે ને ઉપરથી ભરે છે. એટલે પ્રકૃતિ એક બાજુ ખાલી થાય છે ને એક બાજુ આવક છે, બન્ને સાથે છે. આમને આવક ના હોય. જાવક એકલું હોય, એટલે ઊડી જાય પછી.
જ્ઞાન પછી સંવર હોય અને નિર્જરા હોય. એટલે એમને બીજું ભેગું ના થાય. અને આને બંધ અને નિર્જરા બન્ને સાથે છે. એટલે બંધ પાછો
પડ્યા કરે. એ અજ્ઞાનીની દશા બધી. એટલે મરતાં સુધી જાય નહીં. પ્રકૃતિ વધે ઊલટી.
પ્રશ્નકર્તા: પોતે જાણવાની કોશિશ કરે અને કાઢે તો જ પોતાની પ્રકૃતિ જાય ?
દાદાશ્રી : અજ્ઞાની પોતે કેવી રીતે કાઢી શકે ? પ્રકૃતિથી પોતે બંધાયેલો, પ્રકૃતિની સમજ જ પડે નહીં કે મારી આ પ્રકૃતિ ખોટી છે. કારણ કે અહંકાર છે તે ખોટી પ્રકૃતિને ય સાચી માને. અહંકાર હંમેશાં ય આંધળો હોય. એટલે એને સત્ય-અસત્યનું ભાન ના હોય. અને એને બુદ્ધિ છે, એનો દુરુપયોગ કરે. અહંકારને કહેશે, ‘બરોબર છે, તમે કહો છો એ બરોબર જ છે.” એટલે અહંકાર પછી ચાલ્યો આંધળો. એટલે આ પોતાનો એક દોષ ના દેખાય.
પ્રકૃતિને જોવી કઈ રીતે ? પ્રશ્નકર્તા : આપે કહ્યું પ્રકૃતિ ‘જોવા'ની જ છે ને હવે બદલાય જ નહીં એટલે સવાલ જ નથી પછી.
દાદાશ્રી : પ્રકૃતિ ‘જોવી’ એટલે પતંગ ઉડાડનારને તું જો. પતંગ ઉડાડનારને તું છેટે રહીને ‘જોયા’ કર અને તું કહું ખરો, “ઓહોહો ચંદુભાઈ, તમે તો ખાલી રોફથી જ ચડાવી દીધી.” એનું નામ “જોયું” કહેવાય, પ્રકૃતિ ‘જાણી’ કહેવાય. એવું કરે છે ? ચંદુભાઈ ખાય તેને તું જોયા કરે કે ઓહોહો, મરચાં ખૂબ ખાય છે, ફલાણી દાળ ખાતો નથી, જલેબી બહુ ઝાપટે છે !
ડીકંટ્રોલ્ડ પ્રકૃતિ સામે... પ્રશ્નકર્તા : કંટ્રોલ વગરની પ્રકૃતિ હોય તો ?
દાદાશ્રી : પણ એ તો એની મેળે કંટ્રોલ વગરની પ્રકૃતિ જ એને ફળ આપી દે, સીધું જ. એને આપણે શીખવાડવા જવું પડે નહીં. એટલે કંટ્રોલવાળી પ્રકૃતિ હોય તો પેલાને સુખ જ પડે અને કંટ્રોલ વગરની હોય