________________
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
ફક્ત સંસારી સુખો જોઈતા હોય, કલ્પિત સુખો, તો તમે લોકોને સુખ આપો, જીવ માત્રને સુખ આપો તો તમને સુખ ઘેર બેઠાં આવે.
આ ભવમાં જ સ્વભાવ બદલાય ?
પ્રશ્નકર્તા : દાદા, આ સ્વભાવ પ્રકૃતિનો છે કે અહંકારનો છે ?
દાદાશ્રી : એ પ્રકૃતિનો. અહંકારે મહીં આવી ગયો. પ્રકૃતિ એટલે સ્વભાવ. આ માણસનો સ્વભાવ એક ગંઠાઈ ગયો, નક્કી થઈ ગયો. એ સ્વભાવમાં એ પ્રમાણે જ ફળ આપે, પછી બીજું ફળ નહીં આપે. એને જે લાંચ નહીં લેવાનો સ્વભાવ હોય, તો એને ગમે એટલું માથાકૂટ કરો તો ય નહીં લે. લીધેલી પાછી આપી દે.
પ્રશ્નકર્તા : એ સ્વભાવ પાછો બદલાય ખરો ?
દાદાશ્રી : એનો દરેક સ્વભાવ છેને, તેની મહીં જેટલા જેટલા ડિવિઝન છે, એમાં એકાદ ડિવિઝન ખલાસ થવાનું હોય ત્યારે એ બદલાઈ જાય છે.
૬૩
પ્રશ્નકર્તા : પણ એ એની મેળે બદલાઈ જાય ?
દાદાશ્રી : એની મેળે જ બદલાઈ જાય.
પ્રશ્નકર્તા ઃ પોતે પ્રકૃતિને જાણે કે આવી પ્રકૃતિ છે. પછી એને સ્વભાવ બદલવાનો પુરુષાર્થ કરવો હોય તો થઈ શકે ?
દાદાશ્રી : પુરુષાર્થ બીજો હોતો જ નથી. જે મહીં થઈ રહ્યો છે ને, તે પુરુષાર્થ છે. એની મહીં થઈ રહ્યો હોય, થતો જ હોય. પુરુષાર્થ કર્યો
તે તો આપણે કહીએ છીએ એ શબ્દથી બોલવા માટે. બાકી થાય એટલે
આપણે જાણવું કે આ પુરુષાર્થથી ભલીવાર આવશે.
પ્રશ્નકર્તા : એ ય પણ પેલું એની મહીં વણાયેલું જ હોય. દાદાશ્રી : હું. આ તો ‘પુરુષાર્થ કરીએ છીએ’ એ બધું અહંકાર છે
એક જાતનો.
૬૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એટલે સંજોગ ભેગા થાય એટલે આ પ્રકૃતિ એનો
બતાડે એમ કરતી કરતી
સ્વભાવ બતાડે, પાછાં સંજોગ ભેગા થાય ખલાસ થાય, એવું ?
દાદાશ્રી : હા, કોઈ એન્ડ આવી ગયો હોય તો ખલાસ થાય. પ્રશ્નકર્તા : પણ જે ચીકણી પ્રકૃતિ હોય એની, એને પણ સંજોગ ભેગા થવાના ને એ ઓપન થવાનીને પ્રકૃતિ, તે વખતે એ પ્રકૃતિ ઘસાઈ ખરી એટલી ?
દાદાશ્રી : ઘસાયને ! ઘસાતી જ જાય. નિયમ જ એવો !
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું હોય પણ સ્વભાવ તો પ્રકૃતિનો
બદલાવાનો નહીં જ ને ?!
દાદાશ્રી : બદલાય ને ! એ ચઢ-ઉતરનાં પરિણામ રહેતાં જ હોય અંદર, એટલે કોઈમાં સહેજ બદલાઈ જાય, બંધ થઈ જાય એ પ્રકૃતિ. કારણ કે પૂરી થવા આવી હોય અને પેલો જાણે કે મેં પુરુષાર્થ કર્યો.
આ પ્રકૃતિ કંઈ એવી નથી કે આમ જ હોય છે, એને જેટલી સમજણ પાડે એ પ્રમાણે ચાલે. પ્રકૃતિ મૂળ બંધાયેલી, કડક થઈ ગયેલી. પછી બીજું સમજણ પાડેને તો ફરે. એટલે પણ મહીં ફરવાના સ્કોપમાં જ ફરે પણ એથી બહાર ના ફરી શકે. તમે પ્રકૃતિમાં એવું નક્કી કર્યું હોય કે મારે સંત પુરુષોની સેવા કરવી. તો પછી સંત પુરુષ કોઈ પણ આવે, તમે સેવા કરો અને પ્રકૃતિ ફરે એટલે આવી રીતે નક્કી કરેલું હોય. આ એક-એક પોઈન્ટ ટુ પોઈન્ટ નક્કી નથી કરેલું કે આમ જ હો. એ તો જ્ઞાન પ્રમાણે પ્રકૃતિ રાખવી છે એવું જેણે ગયા અવતારે ભાવ કર્યો હોય, તેને કોઈ આવું જ્ઞાન કહે એ પ્રમાણે પ્રકૃતિ બદલાઈ જાય. એવો ભાવ કરેલો હોય તેને બદલાઈ જાય.
બદલાય પ્રકૃતિ જ્ઞાતથી ! પ્રશ્નકર્તા : માણસની પ્રકૃતિ ક્યારે બદલાય ?