________________
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
૬૫
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દ્રઢ ભાવતા સુધારે તવી પ્રકૃતિ ! પ્રશ્નકર્તા : જે જડતા છે સ્વભાવમાં, ઉંમર થવાને કારણે દ્રઢ થઈ ગયો છે. કોઈ ક્રોધી છે, કોઈ લોભી છે. એટલે જ્યાં સુધી સ્વભાવ સુધારવાનો દરેક વ્યક્તિ પ્રયત્ન ન કરે ત્યાં સુધી એનાથી કદી સત્સંગ થવાનો નથી.
દાદાશ્રી : એવું છે ને, પ્રકૃતિ સ્વભાવ, આપને નાની ઉંમરમાં જે સ્વભાવ હતો અત્યારે કેટલો ફેરફાર થયો છે ?
પ્રશ્નકર્તા : સારો એવો થયો છે.
દાદાશ્રી : તે એના ડેવલપમેન્ટના આધારે થઈ રહે. આપણે કરવા જઈએ તો નહીં થાય એવો. એ સંજોગો બદલાતા રહે તેમ તેમ પ્રકૃતિ સ્વભાવ બદલાતો જાય. બાકી પ્રકૃતિ છોડે નહીં. પ્રકૃતિનો સ્વભાવ આપણે બદલી શકીએ નહીં. એ તો સંજોગો બદલ્યા કરે. સંજોગો બાઝવા જોઈએ એવા. અહંકારી પ્રકૃતિ હોય તે ગમે ત્યારે તમે જુઓ ત્યારે અહંકારમાં જ હોય અને લોભી પ્રકૃતિ હોયને તે જન્મ્યો ત્યારથી હોય તે છેલ્લા સ્ટેશને જાય તો ય એ લોભ હોય એનો. છેલ્લા સ્ટેશને જવા માટે લાકડાંઓ કરી રાખ્યા હોયને, તે એ કહે કે ભઈ, આ પેલા લાકડાં ને આટલાં જ મારે માટે વાપરજો, હંઅ. બીજા છે તે આપણા ઘરના માટે છે. પાછો એવું બધું ચોખ્ખું કહીને મરે. કારણ કે એને લોભ છે ને ! એટલે એ એનો પ્રકૃતિ સ્વભાવ.
બને તેમ જગતના કલ્યાણ માટે મારી જે કંઈ મિલ્કત હોય તે વપરાઓ. એવી ભાવના કરીએ તો આ એ ભાવનાનું ફળ પ્રકૃતિ પાછી, તે આવતો ભવ તમારે મન મોટું હોય. આ તો બગડી. આ અવતાર તો ગયો એમ કે પણ હવે નવો તો સુધારો, બળ્યો. એટલે આ પ્રકૃતિ જોઈને તમારે નવી સુધારવાની, આ તમને ચેતવે છે કે નવું સુધારો, ના ગમતું હોય તો અને ગમતું હોય તો, રહેવા દો. એટલે ભાવના જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી.
એક માણસ મને કહે છે કે મારે કોઈને ય વાટી નાખવો નથી. એકુંય જીવ મારી ગાડી નીચે વટાય નહીં એવું શું કરું તો થાય ? ત્યારે મેં કહ્યું, ‘નિશ્ચયથી ભાવના કર, નિશ્ચયથી કે ક્યારેય પણ ગમે તે સ્થિતિમાં ય પણ આ ન જ થવું જોઈએ. એ ભાવનાઓ એટલી મજબૂત કરી નાખ કે એ તને મહીં હાજર રહ્યા કરે. પછી તારા હાથે કોઈ નહીં મરે.
એટલે આ જગત તમારી ભાવનાનું જ ફળ છે. એટલે ભાવનાના બીજ સારા રોપો, તો ફળ સારા મળશે.
કોઈ માણસને પોતાની ગાડી નીચે કોઈ જીવજંતુ વટાઈ જાય એવી ઈચ્છા જ નથી હોતી, છતાં વટાઈ જાય છે એનું શું કારણ ? ત્યારે કેટલાંક માણસોને પૂછીએ કે, ‘તમારી ગાડી જતી હોયને પેલો માણસ એકદમ જતો હોય તો શું કરવું ?” ત્યારે કહે, “શું કરે ? એ તો થઈ જાય એવું.” એ મહીં ફળ આપે છે. આવું ખુલ્લું આ રાખ્યું બારું, તેનું ફળ આવે છે. કોઈ પણ સંજોગોમાં આ નહીં થવું, એક ફેરો ગાડી તૂટી જવાની તો તૂટી જાય પણ કોઈ મરવો તો ન જ જોઈએ. એટલું તો નિશ્ચય હોવો જોઈએ. બધું તમારું જ છે. ભગવાને આમાં ડખો કર્યો નથી. બધું ય તમારું પ્રોજેક્શન છે.
હવે એ પ્રકૃતિ તમે જેવી બાંધવા ધારો તેવી બંધાય. સંસ્કાર તમને મળે, તે પ્રમાણે પ્રકૃતિ બંધાય. એટલે સારા સંસ્કારમાં રહો તો પ્રકૃતિ સારી બંધાય અને ખરાબ સંસ્કારમાં રહો તો ખરાબ બંધાય. આ દુનિયામાં જો
પ્રશ્નકર્તા : ઓછી થાય ?
દાદાશ્રી : ઓછી થાય તે ય તમે નથી કરનાર. એના પુરુષાર્થથી નથી થતી, એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ઓછી થાય છે અગર વધી પણ જાય. એ એવિડન્સના આધારે વધી પણ જાય કે ઓછી થઈ જાય. એ પ્રકૃતિ આપણી સત્તામાં નથી. એટલે તમારે તો એ જોવાનું કે ઓહોહો ! આટલી બધી લોભી પ્રકૃતિ છે તો આખી જીંદગી આ પ્રકૃતિ છોડવાની નથી. એટલે આપણે ભાવના શું કરવાની કે જેમ