________________
૬૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ? એમાં આ પ્રકૃતિને શું સમજવું ? એને જડ સમજવી ?
દાદાશ્રી : પરિણામ બદલાય નહીં. એમાં જડ-ચેતનનો સવાલ જ નથી રહેતોને ! કોલેજમાં પરીક્ષા આપી દીધી, એના પરિણામમાં કંઈ ફેરફાર હોય ? અહીં આગળ આ લોકોના હાથે પરિણામ હોય છે, તો ય લાંબો ફેરફાર થતો નથી. ત્યાં તો ખટપટ વગરનું ને ! પરિણામ એટલે ઇફેક્ટ, કોઈ ફેરફાર ના થાય. પ્રકૃતિ બધી ઇફેક્ટ જ આપે છે. એટલે પોતે ફેરફાર કરી શકે નહીં. એટલે ‘નિગ્રહ કિમ કરિષ્યતિ' એવું ટૂંકામાં કહેલું, આ બાવાઓને ગમતું નથી. એ જ્ઞાનીઓ સમજી ગયેલા કે પ્રકૃતિને નિગ્રહ કરી શકાતી નથી, પ્રકૃતિને નિહાળવાની છે. તેને બદલે લોક પ્રકૃતિને નિગ્રહ કરવામાં પડ્યા !
પ્રકૃતિની ટેવો ન છૂટે જલદી ! પ્રશ્નકર્તા : અમુક પ્રકૃતિ જ હોય માણસની અથવા એને ટેવ પડી હોય, એવી પ્રકૃતિ હોય. એ જલ્દી છૂટે નહીં એવું ખરું ?
દાદાશ્રી : ના છૂટે. ટેવ પડી ગઈ હોય તો એ પ્રકૃતિ ઘણાં ટાઈમ
રહે જ ને ! એ જ્ઞાનથી તો મૂળ કોઝિઝ પ્રકૃતિ બદલાય અને ઈફેક્ટિવ રહે છે. એવું કંઈ ગૂંચવાડો ઊભો ના કરે. ફિલ્મ પડેલી, એક્કેક્ટ તેને તે જ રૂપે નીકળે. ફક્ત એમાંથી કોઝિઝ ભાગ બધો મોળો પડી જાય. એટલે કુદરતની તો બહુ સુંદર ગોઠવણી છે !
પ્રશ્નકર્તા : ગમે એવા સંજોગો આવે પણ પ્રકૃતિ નથી બદલાતી ક્યારેય ?
દાદાશ્રી : ગમે ત્યારે બદલાય જ નહીં, એનું નામ જ પ્રકૃતિ. એ બદલાય ક્યારે કે જ્ઞાની પુરુષ પાપો ભસ્મીભૂત કરી નાખે, ત્યારે એમાંનો અમુક ભાગ ઓછો થઈ જાય. એટલે આ જ્ઞાન પછી તમારી બદલાઈ ગયેલી કહેવાય, નહીં તો પ્રકૃતિ બદલાય નહીં. એટલે લોકો કહે કે દાદા પ્રકૃતિ બદલી નાખે છે માણસની. કેટલાંક તો ખૂબ દારૂ પીતા હોયને, માંસાહાર કરતા હોયને, બીજે દા'ડે બંધ !
પ્રશ્નકર્તા: કોઈને દારૂ-માંસ છોડી દેવા હોય તો શું કરવું ?
દાદાશ્રી : દારૂ છૂટે એ મહત્ત્વનું ખરું અને માંસ ના ખાતા હોય એ ઉત્તમ. કારણ કે એ તો જોખમવાળી વસ્તુ છે. પણ હું સમજાવું ત્યારે ખબર પડે કે આ જોખમદારી છે. એટલે છોડી દે. એ તો તમારે પ્રકૃતિમાં નહીં એટલે ખવાય નહીં. એટલે આપણે ઉપરથી એમ કહીએ કે હું ખાતો નથી, બસ એટલું જ આ. એટલે ‘ખાતો નથી’ શબ્દ કહેવામાં વાંધો નથી પણ એની પાછળ એમ ના હોવું જોઈએ કે ‘હું આમના કરતા ડાહ્યો છું અને આ ભાઈ પહેલાં એવું જાણતો'તો “હું આમના કરતાં કંઈ ડાહ્યો છું'. હવે નીકળી ગયું એ ડહાપણ ?!
પ્રશ્નકર્તા : નીકળી ગયું, પણ હજુ સિગરેટના વિચાર ફરી વળે.
દાદાશ્રી : પ્રકૃતિ છોડે નહીં, એ તો સમજાવી-કરીને એને પદ્ધતિસર એ પરમાણુ મહીં અંદર શરીરમાં રહે નહીં, એવી રીતે છોડવાનું. એનું મૂળ પણ ના રહેવું જોઈએ. એક ઝાટકાથી છોડી નાખીએ તો મૂળ ને બધું રહી જાય અંદર.
પ્રશ્નકર્તા એટલે જલ્દી છૂટે એ માટે શું કરવાનું ?
દાદાશ્રી : જેટલા જોશવાળી હોય, જેટલો ફોર્સ હોય એટલા વખત ચાલે. આ તો બૉલ છે ને, તે આટલે ઊંચેથી આમ નાખીએ, તો તરત બંધ થાય ? ના, એના જેવું છે.
વ્યસતી પ્રકૃતિની સામે... પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ કે પ્રકૃતિનો એક અંશ મારામાં નથી, મારો એક અંશ પ્રકૃતિમાં નથી, તો પછી બદલાતી કેમ નથી જ્ઞાન લીધા પછી ?
દાદાશ્રી : બદલાય શી રીતે ? પ્રકૃતિ ને લઈને આવ્યો છે એ તો