________________
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
૬૧
આપણે એવું દાદા પાસે શીખી લેવાનું, તે મિકેનિકલ એડજસ્ટમેન્ટ બધું ઢીલું પડી જાય. થાય કે ના થાય એવું ? અમારી પાસેથી કળા એક વખત શીખી જવાની. આ બોધકળા એટલે અહિંસક કળા છે, હિંસક કળા નહીં. હા, મોક્ષે લઈ જનારી. માટે આટલો અવતાર હવે બગાડશો નહીં હવે !
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : ચેન્જબલ કયો ભાગ છે અને જે ચેજેબલ નથી તે કયો ભાગ છે ?
દાદાશ્રી : ઘણો ખરો ભાગ ચેન્જબલ નથી જ. એ તો અમુક જ ભાગ ચેન્સેબલ છે અને જે ચેન્જબલ દેખાય છે તે પ્રકૃતિ ચેન્જ થતી નથી, ચેન્જ થતી આપણને દેખાય છે. ખરેખર તો મહીં ચેન્જ થયેલી છે. એ ય પ્રકૃતિ છે એક પ્રકારની. પણ લોકો શું કહે કે આનાથી મારું ચેન્જ થયું એમ દેખાવ આવે એને. પણ એ ચેન્જ થતું નથી. અંદર ચેન્જ થયેલી છે આ ! આ તો બહુ સમજવા જેવું છે. બહુ ઊંડું આ અક્રમ વિજ્ઞાન છે !
જ્ઞાતનું પરિણામ આ ભવમાં કે આગળ ?
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પ્રકૃતિ ચેન્જ થાય ?
દાદાશ્રી : લીધા પહેલાં ય ના થાય ને પછી ય ના થાય. પછી થોડી થાય તે કેટલી થાય ? પણ તે પહેલાં થયેલી છે માટે ચેન્જ થાય છે, પ્રકૃતિ કિંઈ નવી બનતી નથી.
પ્રશ્નકર્તા : આપણા એક મહાત્મા છે, એમણે જ્ઞાન લીધું અને હવે અલૌકિકના ભાવો કરે છે, થાય છે, તો એ અલૌકિકના ભાવનું પરિણામ અત્યારે મળવાનું કે આગળ મળવાનું ?
દાદાશ્રી : એ અત્યારે ય મળવાનું ને આગળે મળવાનું, બેઉ મળવાના. ભાવનું પરિણામ ફ્રેશ ય હોય અને આગળે ય હોય. આગળ પ્રકૃતિ બાંધીને થાય અને અત્યારે એનું લાઈટનું અજવાળું મળે આપણને. અમે જ્ઞાન આપ્યું પછી માણસ ઠંડો પડી જતો નથી ?!
પ્રશ્નકર્તા : બહુ, હા ! દાદાશ્રી : એ ભાવનું પરિણામ. પ્રશ્નકર્તા : આખો રસ પણ પલટાઈ જાય.
દાદાશ્રી : એ બધું પલટાઈ જાય. મોળો પડી જાય. કેટલી બધી રીતે મુક્ત થયા છો ! હવે મોક્ષનીય ઉતાવળ કરવાની શી જરૂર ? જેને જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિ છોડે નહીં. એ પ્રકૃતિ ભોગવ્યે જ છૂટકો છે. સમજી લેવાનું કે આ પ્રકૃતિમાં મારે શું કરવું ? એટલું જ સમજી લેવાની જરૂર. પ્રકૃતિ બાંધી લાવ્યા. પાર વગરની બાંધી લાવ્યા અને ઘણી છૂટી આ તો. આ તો પાર વગરની બાંધી લાવ્યા છે. એકુંય દિશાનું ગાંસડું બાકી એવું નહીં, બધા જ ગાંસડી, દરેક દિશાનાં !
પ્રશ્નકર્તા : પ્રકૃતિ બદલી શકાય નહીં, તો પછી પ્રતિકૂળ પ્રકૃતિ કે અનુકૂળ પ્રકૃતિ એની સાથે કઈ જાતનો વ્યવહાર કરવો ?
દાદાશ્રી : જોવાનું જ. તમે કહો કે ‘વધારે શું કરવા ખાવ છો આ બધું ? શેને માટે આ ખટાશ ખાવ છોને બધું ?' પ્રકૃતિ ખાતી હોય, એટલે તમે છૂટા છો ને પ્રકૃતિ છૂટી છે. યુ આર નોટ રિસ્પોન્સિબલ અને બંધ કરવા જશો એ તો રિસ્પોન્સિબિલીટી થશે. એ કૃષ્ણ ભગવાને કહ્યુંને કે નિગ્રહ કિમ કરિષ્યતિ ? કેવી રીતે તું અટકાવીશ ? પ્રકૃતિનું નિગ્રહ શી રીતે કરી શકીશ ? પ્રકૃતિ ડિસ્ચાર્જ વસ્તુ છે. મેં તો સિદ્ધાંત એવો લખી આપ્યો છે ને કે કશું વાંચવું જ ના પડે !
પ્રશ્નકર્તા : હા, એવું લખી આપ્યું છે.
દાદાશ્રી : સિદ્ધાંતે ય હૃદયમાં જ હોય અને પ્રોબ્લેમ સોલ્વ કરી આપે તો કોઈ પણ ગૂંચવાડો ઊભો થાય નહીં.
પ્રશ્નકર્તા : પ્રકૃતિનો નિગ્રહ ના કરી શકાય એ એક વાત છે, તો
તિગ્રહ કિમ કરિષ્યતિ ? પ્રકૃતિ અમુક ભાગ ચેન્સેબલ છે અને અમુક ભાગ ચેન્જબલ છે જ નહીં.