________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
કેવા કેવા પ્રકૃતિ સ્વભાવો !
પ્રશ્નકર્તા : હવે આ માલિકીપણું ના રાખે, એને બદલે આ નિદિધ્યાસન રહે એ પણ એટલું જ કામ કર્યા કરેને રીપેરીંગ ?
દાદાશ્રી : કરને, રીપેર કરેને બધું. આપણે જાણીને-સમજીને છોડી દઈએ તો બધું કુદરત એની મેળે કર્યા જ કરે. ડૉક્ટર કી ક્યા જરૂર ? અને આવે તો ના કહેવું નહીં. આવે તો દવા પી લેવી. એના માટે રાતદહાડો ધ્યાન નહીં કરવું કે મારે અમુક દવાની જરૂર છે, આવી પડે એ સહેજા સહેજ પી લેવી. ઑપરેશન ના કરીશ, કહીએ. ભઈ, ઊઘાડીશ નહીં હવે તે આ પેટીને. આમાં મજા નથી, તું ફસાઈશ !
પ્રકૃતિ માવજત કરે દેહતી શ્રેષ્ઠ !
પ્રશ્નકર્તા : ઉદયકર્મને આધીન બધા સંજોગો, મને બધી વસ્તુઓ એની મેળે મળી જાય. હવે એને ગોઠવનારું તો કોઈ બીજું છે નહીં. તો એ ચેતનમાં એવી શક્તિ હશે કે એ અણુમાં જ એટલી બધી ચેતનતા હશે કે ત્યાં પહોંચી જતાં હશે ?
દાદાશ્રી : એમાં ચેતનને કશું લેવા-દેવા નથી. આ તો જેમ સિનેમાની ફિલ્મ ચાલેને એમ ફિલ્મ જે છે, એ પ્રકૃતિનો ગુણ છે. સ્વભાવથી ગોઠવાઈ જાય. ડૉક્ટર તમારી માવજત કરે, તેના કરતાં પ્રકૃતિ માવજત કરે તો બહુ સુંદર કરે. ડૉક્ટર તો ના ઇજેક્શન આપવાનું હોય તેય આપી દે. પ્રકૃતિ તો બહુ સુંદર કામ કરે છે જે શરીરના હિતમાં હોય.
પ્રશ્નકર્તા: જ્યારે શરીર મરી જવાનું હોય, ત્યારે ડૉક્ટર ગમે તેટલો ઈલાજ કરે તો પણ પ્રકૃતિના હિસાબે તો એ શરીર તો પડી જ જાયને ?
દાદાશ્રી : ચાલે જ નહીંને એ. ડૉક્ટર એ તો નિમિત્ત છે વચ્ચે. વાળ કપાવામાં જેટલો પેલો વાળંદ નિમિત્ત છે, એટલો આ નિમિત્ત છે.
પ્રશ્નકર્તા : એટલે એ વખતે એના શરીરનું ગલન થઈ જવું એ ખરેખર તો એના હિતમાં જ છેને ?
દાદાશ્રી : હિતમાં જ, બિલકુલ હિતમાં છે. હિતની બહાર ચાલતી નથી પ્રકૃતિ. પેટમાં દુખાડે છે તેય હિતમાં. કારણ કે એ દર્દ કાઢે છે, વધારતી નથી. પછી જોખમ વધારે આવશે તેના કરતાં પહેલેથી અત્યારે એ જોખમ કાઢે !
આ જ્ઞાન પછી પોતે પ્રકૃતિનો માલિક થાય નહીંને, એટલે એની મેળે દર્દ નીકળી જ જાય. માલિકી હોય ત્યાં સુધી એ ઓછું ના થાય. એ માલિકી ના રહે એટલે નીકળી જાય બધું. પ્રકૃતિ શુદ્ધતાને ભજતી જાય. માલિકી હોય ત્યાં સુધી પ્રકૃતિ પોતે પોતાનું કાર્ય ના કરી શકે. માલિક ડખો કર્યા વગર રહે નહીં ને ? માલિક ડખો કરે ?
પ્રશ્નકર્તા : હા. પકડી રાખે, માલિક થઈને.
દાદાશ્રી : સળી કરે, સળી. એની દવા કરે, ફલાણું કરે, સળી થાય છે. બાકી જો કદી એમાં ડખો ના કરો તો પ્રકૃતિ શુદ્ધ જ થતી જાય. પ્રકૃતિનો સ્વભાવ જ છે શુદ્ધ થવાનો, પણ ડખો ના કરે તો. પણ તે અજ્ઞાની ડખો કર્યા વગર રહે નહીં ને ! તમે ના કરો પણ અજ્ઞાની તો કરે ને ? મને થઈ ગયું બોલ્યો કે વધારે વધ્યું, મને થઈ ગયું બોલ્યો કે વધ્યું.
કર્મો ઉપદ્રવી તે પ્રકૃતિ તિરુપદ્રવી ! પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કહી શકાય કે પ્રકૃતિ પોતાની એને બચાવ આપે, આધાર આપે.
દાદાશ્રી : એ સ્વભાવ છે એ તો અગર આપણી જો કદિ ડખલ ના રહી તો પછી પ્રકૃતિ તો એની મેળે એ રિપેર જ કરી નાખે. પ્રકૃતિનો સ્વભાવ નિરુપદ્રવી છે. કંઈ ઉપદ્રવ થાય તો એ બંધ કરી દે. કારણ કે ઉપદ્રવી આપણા કર્મના ઉદયને લઈને થાય છે. અગર અહંકાર કરે છે. બાકી પ્રકૃતિનો સ્વભાવ નિરુપદ્રવી છે. થયેલા ઉપદ્રવને ઢાંકી દે તરત જ.
પ્રશ્નકર્તા એટલે એમ કે પૂરણ જે કરેલું છે, તે એની મેળે ગલન થયા જ કરવાનું છે.