________________
કેવા કેવા પ્રકૃતિ સ્વભાવો !
દાદાશ્રી : થયા જ કરે, પણ પ્રકૃતિ નિરુપદ્રવી હોય. ઉપદ્રવ આપણા કર્મના આધારે છે. પછી અહીં આગળ વાગ્યું કે પ્રકૃતિ એને ઢાંકી દેવા ફરે તરત !
પ્રશ્નકર્તા : વાગ્યા પછી તરત જ હિલિંગ પ્રોસેસ શરૂ થઈ જાય
છે.
૫૭
દાદાશ્રી : તરત જ, બધી મશીનરી તૈયાર. આ મ્યુનિસિપાલિટીમાં ય એવું થાય છે, કોઈ જગ્યાએ નુક્સાન થયું કે બધી મશીનરી મ્યુનિસિપાલિટીની ત્યાં લાગી જાય અને આ ય એવી છે. પણ આ સચોટ છે અને પેલુ લાંચિયું ખાતું બધું. મહીં અરધું થાય, ના થાય. કોને ત્યાં કપચી નાખવાની ને કોને ત્યાં નાખી આવે એવું બધું અને આ સચોટ. પ્રશ્નકર્તા : એ એમાં આ ઉપદ્રવી જે આપે કીધું, એટલે એ કેવો
ઉપદ્રવ ?
દાદાશ્રી : આ કો’કને સાયકલ સામી અથડાઈને વાગ્યું, પગ કપાઈ ગયો, એ બધાં ઉપદ્રવો થાય કર્મના ઉદયે પણ એ પોતાનો સ્વભાવ નિરુપદ્રવી, એટલે ઢાંકી દે, રૂઝ લાવી દે. થયું કે તરત. લોહી બધું બંધ કરી દે તરત.
પ્રશ્નકર્તા : આ તો આજે ખુલાસો થયો કે આ ડૉક્ટર પણ એમ કહે કે ઘા વાગ્યો છે તે અમે રૂઝવતા નથી. રૂઝવે છે તો કુદરત જ પણ અમે તો માત્ર એને સાફ કરીએ છીએ.
દાદાશ્રી : એ સાફ જ કરે, હેલ્પ કરે, કુદરતને હેલ્પ કરે છે.
܀܀܀܀܀
[૧.૬]
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
કાબૂ કરવો એ ગુતો !
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિને કાબૂમાં કેવી રીતે લાવી શકાય ?
દાદાશ્રી : પ્રકૃતિને કાબૂમાં લેવા જવું એ ગુનો છે. કારણ કે પ્રકૃતિ એ પરિણામ છે. પરિણામને કાબૂમાં ના લેવાય. કોઝિઝને કાબૂમાં લેવાય. કૉઝીઝ આપણા હાથમાં હોય, પરિણામ હાથમાં હોય નહીં. એટલે પ્રકૃતિ બધું પરિણામ સ્વરૂપ છે. જેમ આ સ્કૂલમાં-કોલેજમાં રિઝલ્ટ આપે, તે રિઝલ્ટને કાબૂમાં લેવા જઇએ તો ? પરીક્ષાને કાબૂમાં લઇ શકાય. સમજાયો ફોડ તને પૂરેપૂરો ? આ પ્રકૃતિ પરિણામ સ્વરૂપ છે એવું સમજાય છે ? હા. કૉઝીઝ બંધ કરી શકાય.
ક્રોધ-માન-માયા-લોભ એ ફેરફાર થઈ શકે. જે કૉઝીઝની બાબતો છે એ ફેરફાર થઈ શકે. કૉઝીઝ ફેરફાર થવાથી પ્રકૃતિ મોળી પડે છે. એટલે રંગ-રૂપ બદલાય જાય છે. પ્રકૃતિ એનો ભાગ ભજવવાની પણ રંગ બદલાય જાય છે. એટલે મોળું થઈ જાય છે. એટલે મનમાં એમ લાગે કે પ્રકૃતિ હઉ બદલાઈ ગઈ. ના, બદલાય નહીં, ઈફેક્ટ છે. ઈફેક્ટ બદલાય કેવી રીતે ? ઈફેક્ટ બદલાતી હોત તો તો મહાવીર ઈફેક્ટ ભોગવવા રહે જ નહીં ને ! ખીલા ખાવા શું કરવા રહે ? કેવી સુંદર શોધખોળ છે આ ઈફેક્ટની !