________________
કેવા કેવા પ્રકૃતિ સ્વભાવો !
તો દેખાવ કરે એટલું જ, માલિક નહીં. ફિર ક્યા હૈ ?
પ્રશ્નકર્તા : અહીં રીપેર એની મેળે થાય ? જે દેહમાં માલિકીપણું નથી ત્યાં રીપેરિંગ કેવી રીતે થાય બધું ?
૫૩
દાદાશ્રી : માલિકીપણાને લીધે જ ઘર ધૈડું થઈ જાય છે ને ખવાઈ જાય છે. બાકી એના સ્વભાવથી પૈડું થાય એ તો ઉંમર થાય એમ થાય પણ માલિકીપણાને લીધે એનું બધું એ ખરાબ થઈ જાય છે.
પ્રશ્નકર્તા ઃ સ્પીડી અસર આવે છે ? માલિકીપણાને લીધે સ્પીડી અસર આવે છે ?
દાદાશ્રી : નહીં. માલિકીપણાને લીધે એટલે કુદરતી જે પેલી અસરો થાયને કે આ મને થયું એ થાય, એ ચોંટ્યું પછી. ‘મને થયું નથી’ એમ જે કહે છે, એને કશું ચોંટતું નથી.
થયું તો તે ચંદુભાઈને થયું. મારે શું પણ તેમાં ? ‘હું છું જોડે’ એમ કહેવું આપણે. ‘હું છુંને તમારી જોડે ચંદુભાઈ, ગભરાશો નહીં' કહીએ. એવું ય કહી જુઓ. અરીસા સામું જોઈને કહેજો, એ પાછળ ખભો થાબડીને. કોઈ ખભો નહીં થાબડવા આવે. બૈરી શું કહે ? હું તમને પહેલેથી કહેતી હતીને પણ તમારામાં વેત્તા નહીં એટલે શું થાય ? અલ્યા મૂઆ, વેત્તા કંઈ આ મારા અત્યારે આ ઉંમરે ? વેત્તા નહીં તમારામાં ! એટલે સંસાર તો આવો જ છેને મૂળથી. કાળો છે પણ મીઠો લાગે છે કેમ ? મોહને લઈને.
પ્રશ્નકર્તા : એક વખત આપની વાણીમાં નીકળેલું કે ‘આ ફ્રેક્ચર થયું છે પણ આમાં રીપેર કોણ કરે ?” ત્યારે કહે, ‘હું ખસી ગયો આમાંથી.’ એટલે કુદરત કરે આ બધું રીપેર.
દાદાશ્રી : હંઅ. એટલે છૂટકો જ નહીંને !
પ્રશ્નકર્તા : અને બહુ જલ્દી કરે. તરત મટી ગયું. જ્યાં સુધી તન્મયાકાર હોય ત્યાં સુધી કુદરતની હેલ્પ નથી મળતી.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના. પણ એ ડૉક્ટરો કહેવા માંડ્યા કે ‘ફ્રેક્ચર થયા પછી તો દુ:ખ થાય ખૂબ, તમને દુઃખ કેમ થતું નથી ? બહુ સહન કર્યું.' મેં કહ્યું, ‘ના, મને સહનશીલતા નથી. અમારામાં સહનશીલતા હોય જ નહીં. સહનશીલતા તો અહંકારનો ગુણ છે. અમારામાં કશું ના હોય એવું. જરાક ઇન્જેક્શન આપે એટલે પેલું ટાઢું, ઠંડું પાડે ત્યારે ઇન્જેક્શન અપાય.' એટલે ડૉક્ટરો કહેશે ત્યારે થયું શું ? આ શું ? એ જ આત્મા ! એ જુદા ને આ જુદું. જુદું પણ તે ત્યાર પછી ડૉક્ટરોએ બીજા ડૉક્ટરોને કહ્યું, ‘જોઈ આવો, જોઈ આવો, આત્મા જોઈ આવો.' કારણ કે અત્યારે જેવા છીએ, એવું તે દહાડેય આવાં ને આવાં જ હતા. એમાં ફેર પડ્યો નથી. ડૉક્ટર ભૂલા પડે પણ હું નથી ભૂલો પડ્યો. અમેરિકામાં ડૉક્ટરો ભૂલા પડતા હતા ને તમારે આમ કરીએ ને તેમ કરીએ. મેં કહ્યું, ઓપરેશન આવશે એટલે હું બંધ કરી દઈશ. તમારું અહીંયા નહીં ચાલે. આને ઊઘાડશો નહીં, આ પેટી ઊઘાડવા જેવી નથી આ. સહજ સ્વભાવે રીપેર થાય એવી પેટી. એને તમે શું આમાં રીપેર કરશો ? જેમ ભૂખ એની મેળે લાગે છેને, કંઈ એ ડૉક્ટરો ઓપરેશન કરવાથી લાગે છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એ એની મેળે એ તો. અને તે થયા કરે માલિકી નથી એટલે. એ વાવાઝોડું આવ્યું ને પેલી બારીઓ તૂટી ગઈ. એટલે એને કહ્યું કે વાવાઝોડાથી તૂટી ગઈ. એટલે બીજી માલિકીપણાની તૂટી જાય. એક તો તૂટી જવાની પેલી કુદરતી, બીજી માલિકીપણાની તૂટી. એક તૂટવા દેને, મૂઆ. વાવાઝોડાની અસર રહેવી જોઈએ. તે તારી પાછી અસર જોડે પડે છે.
૫૪
પ્રશ્નકર્તા : હવે કુદરતમાં એવો નિયમ ખરો કે એ બારી પાછી સંધાય ?
દાદાશ્રી : એ તો સંધાઈ જ જાય. એ કુદરતનો નિયમ તો વળી છે જ, હંઅ. આ વાળ આપણે કાઢી નાખ્યો તો એ ફરી ઊગે જ. એ ધોળાં તો ધોળાં પણ ઊગે.