________________
કેવા કેવા પ્રકૃતિ સ્વભાવો !
૫૧
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
બાકી કેટલાક સમજદાર માણસ બધું જ જાણે અને આ લોકો લખે છે તે મોટા મોટા કાગળો છે તે એમાં બધું જ એમની પ્રકૃતિ બહાર કહી આપે છે. આ લોકો એમની આલોચના લખે છેને, એ કેટલો મોટો કાગળ લખી લાવે છે.
પ્રશ્નકર્તા : એક જાતની પ્રકૃતિ પાતળી પડતી જાય, પણ બીજી તરફ પ્રકૃતિ ચીકણી પણ થતી જાયને વધારે ?
દાદાશ્રી : ચીકણી થવાનું રહ્યું જ નહીંને ! એ તો અહંકાર હોય ત્યાં સુધી ચીકણી થવાનું રહ્યું. અહંકાર વગર ચીકણી શી રીતે થાય ?! આ તો વગર અહંકારે એની મેળે પાતળો પડતો જાય, ઓગળતો જાય
રાખે છે. દેખાવ-બેખાવ, સ્પેસ ઉપર આધાર રાખે છે. માણસના જુદા જુદા મોઢા દેખાય છે તે સ્પેસને લીધે. એક જ પ્રકારના દેખાય તો શું થાય ? ધણી જડે નહીં. આમથી આમ જાય. બધા સરખા દેખાય એટલે પછી ઘેર આવે તો ઘર જડે જ નહીં. સ્પેસ જુદી એટલે કેટલું જુદું જુદું, કેવું સુંદર થયું છે !
પ્રશ્નકર્તા: સ્પેસ જુદી એટલે સ્વાદ પણ જુદા ઉત્પન્ન થાય છે, રૂપરસ-ગંધ-સ્પર્શ બધું.
દાદાશ્રી : સ્વાદ, દરેક વસ્તુ બધું, આ સ્પેસ જુદી છે એટલે આ સંસારની બધી જ ચીજો જુદી જુદી મળી રહે આપણને.
એટલે ગળ્યા હોય બધા માણસો, તો વકીલ ક્યાંથી લાવીએ? તીખાં ક્યાંથી લાવીએ માણસ? મોળા ક્યાંથી લાવીએ ?!
પ્રકૃતિની પીછાણ પૂરેપૂરી ! પ્રશ્નકર્તા : આ પ્રકૃતિ એના સ્વભાવમાં હોય, એનાથી પણ પોતે તો જુદો જ છે ને ?
દાદાશ્રી : તદન જુદો. આપણે કંઈ લેવા-દેવા જ નથી. જે તદન જુદો રહે, એને તો કશું વાંધો નહીં. આ વ્યવહારમાં તો પ્રકૃતિ સામાની ઓળખી રાખવાની છે, બીજું શું ? સ્વભાવ. સામાનો સ્વભાવ એટલે આપણને એમ રહે કે આ ભઈ આવ્યો એટલે હવે ભાંજગડ નહીં. અહીં કોટ-બોટ બધું સોંપીને નિરાંતે, કોટમાં બે લાખ હોય, તે એને સોંપીને ય જઈ આવેને તો વાંધો નહીં, એવું આપણે જાણીએ ખરાં. પ્રકૃતિ સ્વભાવ જાણતા હોય તો. બીજાને ના સોંપાય, જોજો.
પ્રશ્નકર્તા: લોકોની પ્રકૃતિ જાણે પણ પોતાની પ્રકૃતિ ન જાણે, એના જ માર ખાય છે.
દાદાશ્રી : આપણા મહાત્માઓ તો પોતાનું જાણે, બધું જ જાણે, ખૂણે ખૂણો જાણે. કયા ખૂણામાં વિકનેસ છે, કયા ખૂણામાં સારું છે એ બધું જ જાણે. હજુ કેટલાંક મહીં ઊંડા નહીં ઊતર્યા હોય તે નહીં જાણતા હોય,
પ્રશ્નકર્તા : પ્રકૃતિની ટેવ તો બદલાઈ જશે, પણ સ્વભાવનું શું?
દાદાશ્રી : સ્વભાવ બીજા બધા તો ઊડી જશે. પોતે બદલવો હોય ને સ્વભાવ, તો બધું બદલી શકે અને પોતાને ના બદલવો હોય ત્યાં સુધી બેસી રહે બધાં.
માલિકીપણા વિતા રિપેર સહજ ! ડૉક્ટરો કહે, ‘તમારું લીવર બહુ જ બગડી ગયું છે.” કહ્યું, ‘કશુંય બગડ્યું નથી. નિરાંતે રોટલા જોડે માખણ ખઉં છું.” અને દાક્તર તો માખણ અડતો ય નહીં હોય. કંઈ ગયું લીવર તારું બગડેલું છે ? પેલા અમેરિકામાં કહે છે, “ઓપરેશન કરું ?” ‘અલ્યા, મૂઆ, રહેવા દેને ઓપરેશન ! કોનું કરે છે આ તું ? આ તો જ્ઞાની પુરુષ કહેવાય. જે દેહના માલિક નથી.” ત્યાંય પાંસરા નથી રહેતાં ?! એમનું કંઈ ઓપરેશન કરવાનું હોય ? માલિકીવાળાનું ઓપરેશન કરવાનું હોય !
પ્રશ્નકર્તા : માલિકીવાળા તેનું ઓપરેશન કરવાનું.
દાદાશ્રી : હંઅ. ને માલિકી નથી તેનું ઓપરેશન શું ? માલિકીવાળાને ખોટ જાય કે નફો થાય. અહીં ખોટ-નફો હોય નહીં. આ