________________
કેવા કેવા પ્રકૃતિ સ્વભાવો !
૪૯
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના. આપણે ઓળખી કાઢવું જોઈએ કે ભઈનામાં શું છે? તે સાધારણ જોઈએ. જેમ આ ભાઈ છેને આમ તપાસ કરી રાખી, ઓળખી શકીએ કે આ ભાઈ આવો જ હોય. કાલે સવારે ચેન્જ મારી ય જાય, તો મોટો મહાન જ્ઞાની પુરુષ બની જાય.
પ્રશ્નકર્તા : પણ લગભગ આખી જીંદગી પ્રકૃતિ એકધારી રહી શકે ખરી મનુષ્યમાં ?
દાદાશ્રી: હા. રહેને, ઘણાંને રહે. તેથી આપણા લોકો કહે છે ને પ્રાણ ને પ્રકૃતિ બેઉ જોડે જાય.
પ્રશ્નકર્તા: પણ એવો સિદ્ધાંત નથી કે એવી જ રહે ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિ એ અહંકારનો ફોટો છે ને ?
દાદાશ્રી : અહંકારનું જ આ બધું ય. ફોટો નહીં આખું ય. જે ગણો, સ્વરૂપ જ અહંકારનું છે.
પ્રશ્નકર્તા એટલે જે કહે છે કે આ બહુ વિચિત્ર મગજનો છે, જક્કી માણસ છે. એટલે અહંકારને જ કહે છે?
દાદાશ્રી : તો બીજા કોને ?
પ્રશ્નકર્તા : પ્રકૃતિ?
દાદાશ્રી : એ છે કે એવું ના જાણે કે આ કોને કહું છું. એ ખબર એને ના પડે. એ તો એને કહે કે આ મહીં રહેનારને જ કહું છું. એટલે આત્માને જ બધું એ કહે છે. આ બધા કાવાદાવા કરે છે અને દુનિયાનો વ્યવહાર ચાલે છે એ બધું આત્મા ઉપર ઢોળી દે છે. કારણ કે પેલો ય કહે છે, “આ હું છું, હું છું, હું જ ચંદુલાલ.”
પ્રશ્નકર્તા : હું જક્કે ચડ્યો, કહે છે.
દાદાશ્રી : મનુષ્યને માટે નથી, બીજા બધા માટે ખરો.
પ્રકૃતિ ઓળખીને તેની સાથે કામ લેવું. તું જક્કે ચડે એવો અને હું જક્કે ચડે એવો હોઉં પછી મઝા આવે ? ના. હું જાણું કે આ જ ચડ્યો છે એટલે મારે ત્યાં નરમ થઈ જવું જોઈએ. કારણ કે જક્કે ચડનારનો ગુનો નથી. આ એની પ્રકૃતિ એવી છે. જ્ઞાન ગમે એટલું હોય પણ પ્રકૃતિ પ્રમાણે જકે ચડે જ.
પ્રશ્નકર્તા: જક્કે ચડવું એ પ્રકૃતિ ગુણ કહેવાય ? દાદાશ્રી : હા. જક્કે ચડવું એ પ્રકૃતિ ગુણ છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિ અહંકારની કહેવાય છે? દાદાશ્રી : હા, અહંકારની ત્યારે બીજી કોની ?
પ્રશ્નકર્તા: જક્કે ચડવું તે પ્રકૃતિ ગુણ કીધો, તો પણ આમ તો કહે ને જક્ક એ અહંકારને હોય.
દાદાશ્રી : એ માની બેઠેલો છે પોતે. અને તે ય માની બેઠો છે તે પેલા લોકો સાચું માને છે. એ ખરેખર ચંદુલાલ જ છે તે ઠેઠ આત્માને પહોંચે છે. મૂળ જે ગુનેગારી આત્માને પહોંચે છે, નહીં તો કોઈ લાકડા ચાવતા હશે ? પણ એમાં ય સ્વાદ લાગ્યો. વેચાતું લાવીને ચાવે.
પ્રાકૃત ગુણોતી મૂળ ઉત્પતિ !
પ્રશ્નકર્તા : આ તીખું હોય, બીજું ગળ્યું હોય, એની પાછળ અહંકાર જેવું ખરું? એટલે એ પ્રકૃતિ ગુણ કેવી રીતે ઉત્પન્ન થતાં હોય છે?
દાદાશ્રી : તે બધી જ છે તે પ્રકૃતિ. અહંકાર હતોને, એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે થયેલો.
એ આ સ્પેસમાં આવ્યો એટલે આવો સ્વાદ થાય. સ્પેસ ઉપર આધાર
દાદાશ્રી : આપણા જ્ઞાનમાં એ પ્રકૃતિ ગુણ છે. એટલે કોઈ જક્કે ચડતો હોય તો આદત છે તેવું જાણું એટલે મને કશી અસર ના થાય.