________________
કેવા કેવા પ્રકૃતિ સ્વભાવો !
૪૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
એટલે પ્રાકૃત સ્વભાવને બાદ કરીને જુઓ, ભગવાન દેખાશે. ભગવાન તો મહીં પ્રગટ થયા છે તે, આ તો પ્રકૃતિ દેખાય.
પ્રશ્નકર્તા : પ્રકૃતિના સ્વભાવને બાદ કરવાનું કહો છો, પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાય, પણ બાદ કેવી રીતે અને શામાંથી કરવાના ?
દાદાશ્રી : પેલો ગાળો ભાંડે આપણને, તો આ ગાળ ભગવાન દેતાં નથી, આ તો પ્રકૃતિ સ્વભાવ એને ગાળો દે છે. આ બાદ કરીએ તો ભગવાન દેખાય. તમામ પ્રકારના પ્રકૃતિ સ્વભાવ એ બાદ કરીએ તો ભગવાન દેખાય. આટલું વાક્ય જો કદિ હોતને તો આ કેટલાંય સાધુઓ છે તે બધા મોક્ષમાર્ગમાં ચઢી જાત. આટલી જ નિર્ભેળ વાત કોઈએ કહી હોત !!!!
તેથી જન્મે પ્રાફ્ટ ગુણો ! લવિંગ ગળ્યા લાગે, તો શું કહો ? મોઢાને સ્વાદિષ્ટ લાગે તો ? વિકારી થઈ ગયું આ, મૂળ સ્વભાવમાં નથી.
કારેલા ગળ્યાં થઈ જાય તો ખાય? ના. કડવાં જ જોઈએ, કહે છે. મોળા હોય તો ચલાવે જરાં પણ ગળ્યા તો અડે જ નહીં.
દરેક પોતપોતાના સ્વભાવમાં હોય. આ જગતમાં કોઈ ચીજ સ્વભાવ છોડે નહીં. તેથી મુસલમાન કહે ને ‘વો મચ્છી હમકો પ્રિય’. અલ્યા, મચ્છીમાં શું સુખ આવે ? તે આપણી શાકભાજીમાં જેમ જુદું જુદું લાગે છે એવું. દરેક ચીજના પરમાણુમાં ફેર એટલે સ્વાદમાં ફેર. હમણે રોટલી બનાવેને આઠ ને દસ મિનિટે અને પછી આઠ ને પંદર મિનિટે બનાવે તે બેના સ્વાદમાં ફેર. કારણ ટાઈમ ચેન્જ થઈ ગયોને ! મહીં તો ભાવ ઓછો-વધતો પડે. લોટ તેનો તે.
અલ્યા ન્હોય, એક એક રોટલી જુદી હોય બધી. ટાઈમ જુદાને !
પ્રશ્નકર્તા : ના. પણ પેલું કારેલા હંમેશા કડવા નીકળે, પછી આ કેરી હોય તે ખાટી હોય અથવા મીઠી નીકળે એ.
દાદાશ્રી : કેરી ખાટી હોય તો ય એ લોકો વાંધો ના ગણે. ગળી નીકળે તો ય વાંધો ના ગણે, તીખી નીકળે તો? નાખી દે કહે, આમાં કંઈ થયું છે, કંઈ નવી જ જાતનું. ખાટી નીકળે તો સમજે ખાટી હોય.
પ્રશ્નકર્તા : ના, પણ એ બધા એના ગુણધર્મો, લીમડો કડવો જ નીકળે. પણ માણસોમાં આ બધો ચેન્જ હોય છે.
દાદાશ્રી : માણસોમાં ય આ બધી પ્રકૃતિ ઓળખતા આવડેને, તો પછી આપણે સમજીએ કે આ લીમડો છે, તેને અડીએ, નીચે બેસીએ પણ પાનાં મોઢામાં ઘાલીએ નહીં. લીમડાની નીચે નથી બેસતા લોક ?
પ્રશ્નકર્તા: હા, બેસે. ઠંડક લે છે.
દાદાશ્રી : અરે, એના પાંદડા લઈ આમ આમે ય કરે છે. આમ સુંઘે પણ મોઢામાં ઘાલે નહીં. જાણે કે કડવો જ હોય, જન્મથી જ કડવો હોય. મનુષ્યની પ્રકૃતિ એવી નહીં. ઘણાં વખત પ્રકૃતિ કડવી હોય ને, તે અમુક ઉંમરે પછી મીઠી થઈ જાય.
પ્રશ્નકર્તા : બદલાય ?
દાદાશ્રી : કારણ કે મનુષ્ય બદલાતો છે, એવર ચેઈજીંગ છે. આ એ લોકોને ચેન્જ છે તે બીજું એક ભવ ફળ આપવા પૂરતું જ છે અને આપણે તો ફળે ય આપીએ અને બાંધીએ ય ખરા. એટલે આપણાથી એવું ના કહેવાય કે આ કાયમ ચોર છે.
પ્રશ્નકર્તા : કાયમ લીમડો (કડવો) રહેશે એવું કહેવાય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા અને માણસ કડવો રહેશે કાયમ, એવું ના કહેવાય.
પ્રશ્નકર્તા : લોટના પરમાણુઓ પણ અંદર પરિવર્તન થવાના?
દાદાશ્રી : એ જ ટાઈમ લિમિટ. લોટ પાણી-બાણી એટલે હરેક ચીજ પરિવર્તન થયા કરે ને પછી આપણા લોક કહે, ના, ના, રોટલી તેની તે જ.