________________
પ્રકૃતિને નિર્દોષ દેખો !
હંડ્રેડ પરસેન્ટ, એમાં બે મત જ નહીં. આખા જગતના જીવમાત્ર નિર્દોષ દેખાય છે. અમને સહેજ પણ દોષિત ના દેખાય, તમનેય દોષિત દેખાતું નથી પણ તમારા દોષ આમાં ડિસ્ચાર્જમાં વર્તે છે. જો દોષિત દેખાય તો દ્વેષ રહ્યો અને દ્વેષ છે એને કાઢવો પડશે.
૪૩
દોષિત જાણો પણ માતો નહીં !
પ્રશ્નકર્તા : એટલે દરેક વ્યક્તિને નિર્દોષ જાણવા, નિર્દોષ ગણવા નહીં એમ ?
દાદાશ્રી : નિર્દોષ ગણવા એટલે અભિપ્રાય થયો, ઓપિનિયન થયો. આપણે તો બધાને નિર્દોષ જાણવા.
પ્રશ્નકર્તા : અને દોષિત હોય તો દોષિત જાણવા એમ ?
દાદાશ્રી : ના, આપણા જ્ઞાનમાં દોષિત નહીં, નિર્દોષ જ જાણવા. દોષિત કોઈ હોતો જ નથી. દોષિત ભ્રાંતદ્રષ્ટિથી છે. ભ્રાંતદ્રષ્ટિ બે ભાગ
પાડે છે. આ દોષિત છે ને આ નિર્દોષ છે. આ પાપી છે ને આ પુણ્યશાળી છે અને આ દ્રષ્ટિએ એક જ છે કે નિર્દોષ જ છે અને તે તાળા વાસી દીધેલા. બુદ્ધિને એ બોલવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિને ડખો કરવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિબેન ત્યાંથી પાછાં ફરી જાય કે આપણું હવે ચાલતું નથી. ઘેર ચાલો. એ કંઈ ઓછી કુંવારી છે ? પૈણેલી હતી, તે ત્યાં પાછી સાસરે જતી રહે બેન.
પ્રશ્નકર્તા : એટલે દાદા, દોષિત પણ નહીં ગણવા, નિર્દોષ પણ નહીં ગણવા, નિર્દોષ જાણવા.
દાદાશ્રી : જાણવાનું બધું ય, પણ દોષિત જાણવા નહીં. દોષિત જાણે તે તો આપણી દ્રષ્ટિ બગડી છે અને દોષિત જોડે ‘ચંદુભાઈ’ માથાકૂટ કરે છે એ ‘આપણે' જોયા કરવાનું. ‘ચંદુભાઈ'ને (ફાઈલ નં.૧ને) ‘આપણે’ આંતરવાનું નહીં.
પ્રશ્નકર્તા : એ શું કરે છે એ જોયા કરવાનું ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : બસ, જોયા કરો. કારણ કે એ દોષિતની જોડે દોષિત એની મેળે માથાકૂટ કરે છે. પણ આ ‘ચંદુભાઈ’ ય નિર્દોષ છે અને એ ય નિર્દોષ છે. લઢે છે પણ બન્નેવ નિર્દોષ છે.
૪૪
પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈ દોષિત હોય તો ય સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે.
દાદાશ્રી : સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે, પણ ચંદુભાઈને તમારે જે કંઈ કરવું હોય તે કરવું. બાકી જગતના સંબંધમાં નિર્દોષ ગણવાનું હું કહું છું. ચંદુભાઈને તમારે ટકોર મારવી પડે કે આવું ચાલશો તો નહીં ચાલે. એને શુદ્ધ ફૂડ આપવાનો છે. અશુદ્ધ ફૂડથી આ દશા થઈ છે, તે શુદ્ધ ફૂડે કરીને નિવેડો લાવવાની જરૂર.
પ્રશ્નકર્તા : એ કંઈ આડું-અવળું કરે તો પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ?
દાદાશ્રી : હા, એ બધું જ કહેવું પડે. એને ય કહેવાય, ‘તમે નાલાયક છો.’ ચંદુભાઈ એકલા માટે, બીજાને માટે નહીં. કારણ કે તમારી ફાઈલ નંબર વન, તમારી પોતાની, બીજાને માટે નહીં.
પ્રશ્નકર્તા : એટલે ફાઈલ નંબર વન દોષિત હોય તો તેને દોષિત ગણવા એને વઢવું ?
દાદાશ્રી : બધું વઢવું, પ્રીજ્યુડીસ હઉ રાખવો એની પર કે તું આવો જ છે, હું જાણું છું. એને વઢવું હઉ. કારણ કે આપણે એનો નિવેડો
લાવવો છે હવે.
પકડાયો ખરો ગુતેગાર !
પ્રશ્નકર્તા : પણ આ બીજા ભાઈ હોય, ફાઈલ નં. દસમી, એને દોષિત નહીં જોવા, એ નિર્દોષ એમ ?
દાદાશ્રી : નિર્દોષ. અરે, આપણી ફાઈલ નંબર ટુ હઉ નિર્દોષ !