________________
પ્રકૃતિને નિર્દોષ દેખો !
અહંકાર જ બિલકુલ શુદ્ધ કરતાં કરતાં રહેવાનું, ત્યાં ચાલે નહીં.
એટલે એમ કરતાં કરતાં બે-ત્રણ અવતારે ય પૂરું થાય તોય બહુ થઈ ગયું ને ! અરે, દસ અવતારે થશે તોય શું ખોટ જવાની ? પણ દોષિત નથી કોઈ.
૪૧
જ્ઞાતીની દ્રષ્ટિતી નિર્દોષતા !
પ્રશ્નકર્તા : નિર્દોષતા કોને કહેવાય ? કોઈ પણ વ્યક્તિ નિર્દોષ ક્યારે દેખાય ? નિર્દોષતા સહજ હોય કે કેમ ?
દાદાશ્રી : હવે આપણે નિર્દોષ થઈએ સંપૂર્ણ તો જ સામો મને નિર્દોષ દેખાય, નહીં તો દેખાય નહીં. જ્યાં સુધી આપણે દોષિત છીએ ત્યાં સુધી એ દોષિત દેખાય. એટલે મને આખું જગત નિર્દોષ જ દેખાય છે. મને એટલે આ દાદા ભગવાન તરીકે હું જ્યારે રહું ને, ત્યારે આખું જગત નિર્દોષ દેખાય અને વખતે ‘અંબાલાલ’માં આવું તે વખતે દેખાય ખરું નિર્દોષ, પ્રતિતિમાં ખરું પણ વર્તનમાં ના પણ હોય. તે વખતે તમારી ભૂલ પણ કાઢી નાખું.
બાકી અમને નિર્દોષ જ દેખાય તો પછી ભૂલ ક્યાંથી દેખાઈ ? પણ તે તો પછી અમારું જરા ધોઈ નાખીએ ને, તરત ને તરત ઓન ધી મોમેન્ટ બધું સાફ, ક્લિયર પણ દેખાય ખરું વચ્ચે. હું કંઈ તમારી પ્રકૃતિના દોષો જોવા નહીં આવ્યો, હું તમારી પ્રકૃતિ જોવા આવ્યો છું. નિરીક્ષણ કરવા આવેલો છું. તમારી પ્રકૃતિના ને હું મારી પ્રકૃતિના ય દોષો જોવા નથી આવ્યો, હું તો પ્રકૃતિનું નિરીક્ષણ કરવા આવ્યો છું. જોવા-જાણવા આવ્યો છું.
પ્રશ્નકર્તા : અને નિર્દોષતા સહજ હોય કે કેમ ?
દાદાશ્રી : એ સહજ હોય તો જ એ નિર્દોષ કહેવાય, નહીં તો નિર્દોષ ના કહેવાય. અસહજ થયો એટલે દોષિત.
હવે પેલું જે છે આગળની વાત, કે આપણા મહાત્માઓ શું કરે ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
છોકરાને જે ઠપકો આપે, એવું તેવું બધું કરે છે. મહાત્માઓ જાણે છે, એ નિર્દોષ છે એય એના લક્ષમાં છે, આત્માએ કરીને નિર્દોષ છે પણ દેહે કરીને નથી. એટલે ઠપકો ય આપે. એ ક્યાં સુધી ઠપકો આપશે ? ત્યારે કહે, જ્યાં સુધી હું એને સુધારું નહીં એવો અભિપ્રાય છે ત્યાં સુધી. એટલે સુધારવા માટે આ બધું કરે છે.
૪૨
એટલે અમે બીજાની પ્રકૃતિ અમે જોયા જ કરીએ. પણ સાવ નજીક રહેતા હોય આ નીરુબહેન જેવા, એને જરા સુધારવાના ભાવ રહી ગયેલા હોય અને એ ખોટું છે. કોઈ વખત બોલી જઈએ અમે, ભૂલ કાઢી બેસીએ. પ્રકૃતિની ભૂલ જોવાય નહીં. જ્ઞાની એનું નામ કહેવાય, સંપૂર્ણ જ્ઞાની એટલે ભગવાન. ભગવાન કોને કહેવાય કે પ્રકૃતિનો દોષ જુએ જ નહીં. જો કે અમે નિર્દોષ તો જોઈએ છીએ. અમને દોષિત કોઈ દેખાતું જ નથી, પણ આ સહજ પણ ભૂલ ન નીકળવી જોઈએ કોઈની. એના હાથથી દેવતા પડે અમારી પર, તો અમને ના ભૂલ દેખાય, પણ નાની નાની બાબતની ભૂલો દેખાય કે આ હજુ એમનો દોષ ક્યારે ખસશે, એવું મનમાં ભાવ થઈ જાય. પણ ખસેડવાની જરૂર જ નથી પ્રકૃતિને. પ્રકૃતિ પ્રકૃતિનો ભાવ ભજવ્યા વગર રહે જ નહીં અને આ સંસારના લોકો શું કરે છે ? સામાને સુધારે છે પણ તે પોતાના સો ખોઈને સુધારે છે પેલાને. પણ એના બાપેય સો ખોયા હતા અને ત્યારે એ સુધર્યા’તા.
પ્રશ્નકર્તા : એ દાદા, હવે સો જે ગુમાવ્યા, સો ખોઈને પેલાને સુધાર્યો, એ કયા સો એણે ખોયા ?
દાદાશ્રી : આત્માના. એ પણ એના બાપેય એવી રીતે જ ખોયા હતા ને ! એક જણ તો એવું કહેતો હતો, ‘સમજતો નથી, હું તારો બાપ થઉં !’ મેરચક્કર, કઈ જાતનો પાક્યો મૂઆ ! આવું બોલ્યો ?! અને કોલેજીયન છોકરાની જોડે ! મૂઆ, કેવા ફાધર છે ! પછી મેં બહુ ઠપકો આપ્યો હતો. તે પણ એને સમજણ પાડીએને કે બળ્યું, આવું બોલાય છોકરાં જોડે ?! તમારી શી દશા થશે ? પણ અમે તો આવાં જ્ઞાની થયા, અમારાથી કશું બોલાય જ નહીં બધું આવું ! અમને નિર્દોષ દેખાય છે