________________
પ્રકૃતિને નિર્દોષ દેખો !
૩૭
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પડઘો તમને જ પડે છે અને પ્રકૃતિ થોડી જીવતી છે, મિશ્રચેતન, એટલે થોડો ઓછો પડઘો પડે. એટલે અપમાન તો ન કરાય.
એટલે પ્રકૃતિને આપણે ઓળખી ગયા કે આ ભઈને આ ગુણ છે, તો પછી એની જોડે વીતરાગતા (રહે). એ આપણે જાણીએ કે આનો દોષ નથી, આ તો એની પ્રકૃતિ આવી છે !
એટલે કોઈનો ય દોષ દેખાય તે આપણો દોષ છે. આપણું વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ માણસનો દોષ દેખાય તે તમારો દોષ છે. તમારા દોષથી એ રિએક્શન આવેલું છે. આત્મા ય વીતરાગ છે અને પ્રકૃતિ ય વીતરાગ છે. પણ તમે જેવો દોષ કાઢો એટલું એનું રિએક્શન આવે.
- પુરુષ વીતરાગ છે ને પ્રકૃતિ ય વીતરાગ છે ! પુરુષની જોડે રહી છે છતાં વીતરાગ રહી છે. કારણ કે આ જડ છેને પ્રકૃતિ, તે ચેતન નથી. એ સ્વભાવિક રીતે વીતરાગ છે. જેમ આત્મા સ્વભાવિક વીતરાગ છે એમ આ ય સ્વભાવિક વીતરાગ છે.
પ્રશ્નકર્તા : પ્રકૃતિની વીતરાગતા ને આત્માની વીતરાગતામાં ફેર
દાદાશ્રી : બેમાં કોઈ ફેર નથી. પણ આત્મા(વ્યવહાર આત્મા) વીતરાગતામાં છે નહીં આજે. એટલે આ પ્રકૃતિમાં ડખો કરે છે. એટલે પ્રકૃતિ એનું રિએક્શન મારે છે, બસ. નહીં તો પ્રકૃતિ જાતે કશું કરતી નથી.
પ્રકૃતિને આમ વાળે જ્ઞાતી ! બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે, એ વાતમાં માલ નથી. પદ્માસન વાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસન વાળીને બેસું છું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું. કારણ કે પ્રકૃતિને મેં કોઈ દહાડો વગોવી નથી. એનું વગોણું કોઈ દહાડો કર્યું નથી. એનું અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે, એનું અપમાન કરશો તો એની અસર થશે. આને (જડને) અપમાન કરો તો અસર થાય છે. શું અસર થાય છે ? ત્યારે કહે, બીજો
વાંધો નહીં ભૂલતો, પણ વાંધો અજાણતાતો !
તે હું તો જાણે કે હજુ ભૂલો એવી ને એવી છે. આ તને લક્ષમાં આવે ખરું ?
પ્રશ્નકર્તા : પૂરું લક્ષમાં છે પણ નીકળી જાય. ભૂલ થયા પછી લાગે કે હા, નીકળી ગયું.
દાદાશ્રી : તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : અને દાદા ઠપકો આપશે એય ખબર પડે.
દાદાશ્રી : ઠપકો આપશે એય ખબર પડે. કારણ કે ભૂલ થઈ હોય એને અમે જાણીએ તે પાછું જુદું. પ્રકૃતિ જ જે છે એ નીકળવાની. એમાં તો ચાલે જ નહીં. અમે ઠપકો એટલા માટે આપીએ કે અજાગૃત રહો છો કે જાગૃત રહો છો ?
ભૂલ થાય તેનો વાંધો નહીં. જે ભૂલને તમે જાણો અને સુધારશો તે મોટી વસ્તુ છે. ભૂલ તો પ્રકૃતિની થાય છે. અને પ્રકૃતિની ભૂલને, દોષને દોષ કહેતાં નથી. ભૂલને જાણો એટલે તમે જુદા છો એ નક્કી થઈ ગયું.
પ્રશ્નકર્તા : આમાં આપણને ખબર ના હોય પણ એની મેળે પાછળથી જે જાગૃતિ આવે એ શું છે ?
દાદાશ્રી : પછીની જાગૃતિ બરોબર ના કહેવાય, પણ ભૂલ થતી હોય ને જોડે જાગૃતિ હોય તો એ જાગૃતિ ફૂલ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ એ એની મેળે પાછળથી જાગૃતિ આવે છે.
દાદાશ્રી : એ તો એની મેળે જ આવેને પણ, એનું નામ જ આત્મા. પણ જોડે આવે એ એક્કેક્ટ કહેવાય.