________________
પ્રકૃતિને નિર્દોષ દેખો !
૩૫
પ્રશ્નકર્તા : એ જ ભૂલી જાય છે કે આ સામો માણસ કર્તા નથી.
દાદાશ્રી : હા. એની જાગૃતિ રહે તો કશો વાંધો નથી. સામાની ભૂલ જોઈ ત્યાંથી જ સંસાર નવો ઊભો થયો. તે જ્યાં સુધી એ ભૂલ ભાગે નહીં ત્યાં સુધી એનો નિવેડો આવે નહીં. માણસ ગૂંચાયેલો રહે.
અમને તો ક્ષણવાર કોઈની ભૂલ દેખાઈ નથી અને દેખાય તો મોઢે કહી દઈએ અમે. મોઢે જ, ઢાંકવાનું નહીં, કે ભઈ, આવી ભૂલ અમને દેખાય છે. તને જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકી દેજે.
પ્રશ્નકર્તા : એ તો એના કલ્યાણ માટે આપ કહો છો.
દાદાશ્રી : એ કહીએ ચેતવવા માટે, તો ઉકેલ આવે અને પછી એ ના માને તો ય અમને વાંધો નથી. અમને બિલકુલ વાંધો નથી, એ બિલકુલ ના માને તો ય. અમે કહીએ, આ કરજો અને પછી ના માને તો કંઈ નહીં.
પ્રશ્નકર્તા : આપને કશુંય નહીં ?
દાદાશ્રી : હું જાણું કે એ શેના આધારે બોલે છે ! ઉદયકર્મને આધારે બોલે છે. કંઈ ઓછું મારી આજ્ઞા રોકવાની ઇચ્છા છે ? ઇચ્છા જ ના હોય ને ! એટલે અમને ગુનો ના લાગે.
આ ઉદય કર્મના આધારે બોલે તો એ વાળવું પડે અમારે. જે પ્રકૃતિ વીફરે ત્યાં અમારે છે તે પરહેજ કરી દેવી પડે. પોતાનું અહિત તો સંપૂર્ણ કરે, બીજા બધાનું કરી નાખે. બાકી, સામાન્ય રીતે પ્રકૃતિ ભૂલો કર્યા કરતી જ હોય. એ તો દુનિયામાં બધી પ્રકૃતિઓ જ છે !
વિકલ્પ તેટલા સ્તર પ્રકૃતિના ! પ્રશ્નકર્તા : જે પ્રકૃતિ શાંત દેખાતી હોય તે સપ્રેસ હોય કે બેલેન્સ હોય ?
દાદાશ્રી : તેજ દેખાતી પ્રકૃતિ હોયને તે ય બેલેન્સ કહેવાય અને
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) શાંત દેખાતી પ્રકૃતિ હોય તેય બેલેન્સ કહેવાય. સપ્રેસ ના કહેવાય. સપ્રેસને લેવા-દેવા નહીં. કેટલાકને તો ધોલ મારે તો ય શાંત દેખાય મૂઓ. એટલે કંઈ સપ્રેસ નહીં, ત્યારે કંઈ બહાદુ નથી. એ જ્ઞાનથી નથી, એની પ્રકૃતિ જ એવી છે.
પ્રશ્નકર્તા : તો પ્રકૃતિના કેટલાં સ્તર હોય, દાદા ?
દાદાશ્રી : બસ, જેટલા પ્રકારના વિકલ્પ છે એટલા પ્રકારનાં પ્રકૃતિના સ્તર હોય.
વિફરેલી પ્રકૃતિ સહજ થયે વધુ શક્તિ પ્રશ્નકર્તા : દાદાએ એમ કહ્યું છે કે વિફરેલી પ્રકૃતિ સહજ થાય, ત્યારે શક્તિ વધવા માંડે છે.
દાદાશ્રી : હા, ખૂબ શક્તિ વધે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે બને ?
દાદાશ્રી : વિફરેલી પ્રકૃતિ જો સહજ થાયને, તો શક્તિ એકદમ જ ઉત્પન્ન થાય, ખૂબ ખેંચે બહારથી બધી શક્તિઓને. હોટ(ગરમ) લોખંડ હોયને, તે હોટ લોખંડના ગોળા ઉપર પાણી રેડે તો શું થાય ? બધું પી જાય, નીચે ના પડવા દે, એક ટીપુંય. તેવી રીતે આ પ્રકતિ એવી વિફરેલી હોયને તે હોટ ગોળા જેવી થઈ ગયેલી હોય. પછી જેમ ઠંડી પડતી જાયને તેમ એનામાં શક્તિ વધતી જાય.
અંતે તો બન્ને વીતરણ ! સામાની પ્રકૃતિની ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે કે આ ગુલાબનો છોડ છે ને કાંટા વાગે છે, તો ગુલાબને કાંટા હોય જ એવું નક્કી થાય, પછી કાંટા ઉપર રીસ ના ચડે. આપણે જોઈતા હોય ગુલાબ તો કાંટા ખાવા પડે. પ્રકૃતિની ઓળખાણ થવી એ જ્ઞાન અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે, બસ.