________________
૩૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
બદલાય ?
દાદાશ્રી : આપણી પ્રકૃતિને આપણે જાણીએ કે આ પ્રકૃતિમાં આ ભૂલ છે એટલું જાણીએ એટલે બસ, એ બદલ્યો કહેવાય. ભૂલને ભૂલ જાણો તો બહુ થઈ ગયું. ભૂલને ભૂલ જાણવી એ જ મોટો પુરુષાર્થ છે. પ્રકૃતિ તો હોય, પ્રકૃતિ બદલાય નહીં, ભઈ ! એ પડી ગયેલી પ્રકૃતિ જાય નહીં.
પ્રશ્નકર્તા : પ્રકૃતિને જોવાથી પ્રકૃતિના દોષો ઓછા થઈ જાય ?
[૧૪] પ્રકૃતિને નિર્દોષ દેખો !
દાદાશ્રી : એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથીને ! આપણી કાઢવાની ભાવના હોય તો ઓછાં થઈ જાય ને ના કાઢવાની ભાવના હોય તો રહે.
પ્રશ્નકર્તા : પણ એ તો પ્રકૃતિમાં ઘણા ગુણો સારા પણ છે અને ઘણાં અવળા પણ છે.
દાદાશ્રી : બધા કાઢવા હોય તો બધા કાઢવાના, નહીં તો અમુક થોડા અવળા એકલા કાઢવાના, જે આપણને દુઃખદાયી હોય.
આમાં દોષિત કોણ ? પ્રકૃતિ તો સહજ છે, પણ બુદ્ધિ ડખો કરે છે. પ્રકૃતિને પંખો માફક ના આવે, તેમાં પંખાનો શો દોષ ? પ્રકૃતિનો શો દોષ ? દોષ દેખાવો એ બુદ્ધિને આધીન છે, આત્માને આધીન નથી.
સંજોગ અનુસાર પ્રકૃતિ બંધાય છે અને પ્રકૃતિ અનુસાર સંસાર ચાલે, આમાં કોનો દોષ જોવાનો ?
આ બધા પ્રાકૃત દોષો છે, તે ચેતનના દોષો માને છે. તેથી તો આ સંસાર ઊભો રહ્યો છે. ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં. પ્રકૃતિ કરે છે, ત્યારે આત્મા માલિક હોતો નથી. પ્રકતિ બંધાતી વખતે આત્મા ભ્રાંતિથી માલિક થાય છે ને છૂટતી વખતે આત્મા માલિક હોય નહીં.
પ્રકૃતિ એટલે શું? વાવમાં તું બોલે કે “તું નાલાયક છું'. પછી પ્રકૃતિ ઊભી થાય પછી જે બોલે તે પ્રકૃતિ. તે પ્રકૃતિ બોલે તો આપણને પેલો (વાવનો) પડઘો ખબર ના પડે, કે પહેલાં શું બોલ્યા'તા આપણે ? તે પ્રકૃતિના દોષ છે આ બધા.
પ્રકૃતિ કેવી રીતે બદલાય ? પ્રશ્નકર્તા : વરસોથી જે પ્રકૃતિ સ્વભાવ પડ્યો હોય એ કેવી રીતે
થાય, પ્રકૃતિ પ્રમાણે ! બાકી બીજું બધું તો સહુ સહુની પ્રકૃતિસર હોય. જેની જેવી પ્રકૃતિ તે રીતે જ કરવાનું. કંઈ બધાએ ગાયનો ગાવાના નહીં, એ તો કોઈ ગાયક હોય તે ગાયનો ગાય. સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કરે. એમાં વળી ભૂલ શાની કાઢવાની ? એની આવડત પ્રમાણે એ કરે. સહુ સહુની આવડત પ્રમાણે કરે કામ. પોતાની ડિઝાઈન પ્રમાણે ના કરાવાય, કે મારી ડિઝાઈન પ્રમાણે જ તારે ચાલવું પડે, એવો કાયદો ના હોય.
પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે એમાં ભૂલ ક્યાં આવી ? આ ન્યાયાધીશનું ડિપાર્ટમેન્ટ છે ? સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. હું કે મારી પ્રકૃતિ પ્રમાણે કામ કર્યા કરું છું. પ્રકૃતિ તો હોય જ ને !