________________
પ્રકૃતિ બંધાયેલી, તે પ્રમાણે ઉકલે !
૩૨.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દેવું. બ્રેક ના મારવી કે ‘વ્યવસ્થિત છે ને ! આમ છે ને તેમ.’ બ્રેક મારવાની જરૂર શું છે ? એ એના મિજાજમાં એવું સરસ ચાલશે, ખરેખરું ચાલશે.
પ્રશ્નકર્તા: હા, અને આત્માને હેન્ડલ મારવું !
દાદાશ્રી : હા. આત્માને હેન્ડલ મારવું અને પુદ્ગલને બ્રેક નહીં મારવી. પુદ્ગલને બ્રેક મારે છે ઘણાં લોકો. વ્યવસ્થિત જ છે ને ! એટલે મૂઆ, બ્રેક વાગી જાય એ તો થઈ ગયા પછી વ્યવસ્થિત કહેવાય. ત્યાં સુધી ગાડી ચાલવા જ દે એની મેળે. પુદ્ગલને તો ચાલવા જ દો જ્યાં જાય ત્યાં. જેવી રીતે જાય છે. બ્રેક ના મારો. કારણ કે એને જોવાનું છે ખાલી. બ્રેક વાગેલી વાગશે નહીં ને અથડાશે ઉલટી, અથડામણ છે એ.
બ્રેક વાગે તો અથડાય એટલું જ. બીજું કશું એમાં ફેરફાર ના થઈ શકે. અને આત્માને હેન્ડલ મારો એટલે ઉપયોગ, જાગૃતિ રાખો જરાક, ધીમો પડ્યો કે જાગૃત થયો, ધીમો પડ્યો ને જાગૃત થયો.
ત્યાં ફરજે ને ! અને જે ખાવું હોય તે ખાજે. આ તો આજ્ઞા જરા કાચી પાડી દે છે, તેથી આ વધારે પડતું કહેવું પડે હેન્ડલ મારવાનું.
ઓફિસમાં નહીં જઈએ તો ચાલશે એવું બોલીએ તો પછી ઊંધું થાય. પણ બોલીએ જ નહીં એવું એટલે પેલો ઓફિસે જયા જ કરે. આને હેન્ડલ ના મારવું પડે. આને બ્રેક ના મારીએ તો ચાલ્યા કરે.
પ્રશ્નકર્તા એવું આ પાંચ આજ્ઞામાં ના રહેવા માટે શું બ્રેક વાગી જાય છે ?
દાદાશ્રી : બેકો તો બીજી મારેલી છે એણે. આમ ના કરે તો શું વાંધો છે, આમ થાય તો શું વાંધો છે ? એવી રીતે બકો મારેલી. બ્રેકો ઉઠાઈ નથીને હજુ. એ બ્રેક તો પછી બંધ જ હોય છે. એવી બ્રેક મારેલી જ હોય. - પેલું તો ચાલ્યા જ કરે છે એને, બ્રેક ના મારો તો ચાલ્યા કરે. અને બ્રેક મનથી થતી નથી, વાણીથી થઈ જાય છે. વાણીમાં બોલીએ તો, નહીં તો બ્રેક ના કહેવાય. મનમાં ખરાબ વિચાર હોય તો એક ના કહેવાય.
પ્રશ્નકર્તા ઃ હવે કશુંક કામ હોય અને બોલીએ કે “આ હું કામ નહીં કરું. હું આ કામ નહીં કરું એટલે બ્રેક વાગી ગઈ ?
- દાદાશ્રી : બ્રેક વાગી ને બ્રેક રહ્યા જ કરે પાછી એ. એ ઊઠે નહીં ત્યાં સુધી, ઘસાયા જ કરે બ્રેક.
પ્રશ્નકર્તા : છતાંય પણ વ્યવસ્થિત તો એ કામ કરાવતું જ હોય.
દાદાશ્રી : કરાવે પણ તોય પણ બ્રેક રહ્યા કરે. મારેલી બ્રેક બગડ્યા જ કરે. એ બ્રેકો બધી ઉઠાઈ લેવી જોઈએ.
પ્રશ્નકર્તા : એમ બધાં કહે છે કે ડિસિપ્લીન હોવી જોઈએ. એમ ડિસિપ્લીનની બ્રેક મારવી જોઈએ, એનું શું ?
દાદાશ્રી : આપણા મહાત્માઓ માટે તો આપણે પાંચ આજ્ઞા જ આપેલી છે. મહાત્માઓ માટે આમાંનું કશું છે જ નહીં. આ બધું જે કહ્યું છે ને, તે બહારના લોકોને માટે શીખવાડ્યું છે.
પ્રશ્નકર્તા આપણા મહાત્માઓ એમ કહે છે કે ડિસીપ્લીન હોવી જોઈએ, આમ હોવું જોઈએ.
દાદાશ્રી : એ તો બોલે હવે. એ તો એની પાસે જે માલ ભર્યો હોય તે એ બોલે ને પેલો ય ડિસીપ્લીન ના ભરી હોય તો એ એવું બોલે. એનો સવાલ નહીં. કેવો માલ ભર્યો છે, એનું શું આપણે ખબર પડે ? જાતજાતનાં માલ ભરી લાયેલા અને ભરેલો માલ નીકળ્યા કરે. અમારે તો આ પાંચ આજ્ઞા જો પાળતો હોય તો કોઈ શર્ત જ નથી. એને જ્યાં ફાવે