________________
પ્રકૃતિ બંધાયેલી, તે પ્રમાણે ઉકલે !
૨૯
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : એ શરીરના ઉપર આધાર રાખે છે ને ! નિયમ પોતે જાણે કે રોટલી બે ખવાશે મારાથી. એ બેનો નિયમ નક્કી કર્યો, પછી કોક દહાડો બહુ દબાણ કરે તો અડધી વધારે લઈ લઉં.
પ્રશ્નકર્તા : એટલે આમ કઈ કઈ મુખ્ય બાબતો નિયમવાળી હોવી જોઈએ ?
દાદાશ્રી : દરેક બાબત. નિયમમાં ખાવું જોઈએ, નિયમસર. પછી ના ખવાય ત્યારે શું કરવાનું ? રડવા બેસવાનું નહીં. ખોરાક-બોરાક, ઊઠવાનું, સૂવાનું મુખ્ય એ જ છેને ! કયું કાઢી નાખીશું ? બધું નિયમમાં રાખવા જેવું છે. કુદરતનો નિયમ, જેમ સવાર થાય એટલે સંડાસ-બંડાસ બધું એના નિયમમાં ગોઠવ્યું હોય એ પ્રમાણે ગોઠવાઈ જાય.
પ્રશ્નકર્તા : પ્રકૃતિનો જે સ્વભાવ છે અને નિયમ, એ બે જુદી વસ્તુ થઈ ?
દાદાશ્રી : જુદી જ છે ને ! હેબિટ્યુએટેડ થયો એટલે સ્વભાવ કહેવાય.
પ્રશ્નકર્તા: હં. હેબિટ્યુએટેડ બધું સ્વભાવ કીધો આપે, તો એ સ્વભાવમાંથી નિયમમાં આવવું એવું કંઇ પુરુષાર્થ હોય છે ?
દાદાશ્રી : નિયમમાં જ હોય, સ્વભાવ.
દાદાશ્રી : નિયમ પ્રમાણે હોય.
પ્રશ્નકર્તા : પણ હવે ખાટું ખાવું એનું પ્રમાણ ગોઠવવું, કેટલું ખાટું ખાવું, કેટલું ન ખાવું એને નિયમ કહેવાય ?
દાદાશ્રી : બધું નિયમ. એ આપણું કામ. એ તો આપણું જ્ઞાન કામ કરતું હોય છે.
પ્રકૃતિની સામે જાગૃતિ ! પ્રશ્નકર્તા : આપ જે કહો છો કે કાર્ય કર્યું જાવ', એના બદલે ‘કાર્ય થવા દો’ એ બરોબર છે ને ?
દાદાશ્રી : ના. એટલે ‘કાર્ય કર્યું જાવ’ કહેવાનો શું ભાવાર્થ છે આપણો કે એ પ્રકૃતિમાં જે કાર્ય છે તે કાર્ય ચાલવા દો. તમે ઓબસ્ટ્રક્ટ ના કરો. તમે તો પાછાં તમારા પ્રયાસમાં જ રહો.
પ્રશ્નકર્તા: કહેવાનો મતલબ એ છે કે જે કંઈ થઈ જ રહ્યું છે ને, એને આપણે ‘આમ કરો’ કહીએ, પણ એ થઈ જ રહ્યું છે ને ?
દાદાશ્રી : એ થઈ રહ્યું છે, પણ ઓબસ્ટ્રક્ટ ના કરવા માટે આપણે કરો’ કહીએ છીએ. ‘હવે કાંઈ કરવા જેવું નથી.’ એ ઓબસ્ટ્રકશન કહેવાય. ‘બધું થઈ જ રહ્યું છે, હવે કાંઈ કરવા જેવું નથી' એવું ના બોલાય. પ્રકૃતિને પ્રકૃતિની રીતે ચાલવા દો, તમે જોયા કરો. તેથી ‘ઊઘાડી આંખે ગાડી ચલાવો’ એમ કહીએ છીએ ને ! બંધ આંખે ગાડીઓ ચલાવે છે લોકો ? બંધ આંખે ગાડીઓ ચલાવાય કંઈ ? એવી રીતે આ જાગૃતિથી ચલાવવાનું છે (જ્ઞાનદશામાં).
જ્ઞાન લીધા પછી ગાડી બંધ થઈ જાય તો હેન્ડલ મારવું. પહેલાં હેન્ડલવાળી ગાડી આવતી'તી ને, ગાડી બંધ થઈ કે પાછું હેન્ડલ મારીને ગાડી ચાલુ કરવાની. એટલે આત્માને હેન્ડલ મારો અને પુદ્ગલને બ્રેક ના મારો. પુદ્ગલને બ્રેક મારી દે છે ઘણાં માણસ કે “આમ નહીં કહીએ તો ચાલશે.” બ્રેક મારવી ના જોઈએ. પુદ્ગલને એના મિજાજમાં જ ચાલવા
એક માણસને ખાટું ના ભાવતું હોય, તેને આપણે સો રૂપિયા આપીએ તોય એ ખાટું ખાય નહીં. એક માણસને ખાટું ભાવતું હોય એ પાંચ રૂપિયા સામાં આપીને પણ ખાય.
પ્રશ્નકર્તા: હા, એ પ્રકૃતિનો સ્વભાવ કહેવાય ? દાદાશ્રી : આ બધા સ્વભાવ કહેવાય. પ્રશ્નકર્તા અને સ્વભાવ નિયમપૂર્વક જ હોય છે?