________________
પ્રકૃતિ બંધાયેલી, તે પ્રમાણે ઉકલે !
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિ તો જન્મથી લઈને આવતો હોય એવું નથી થતું ? દાદાશ્રી : હા, જન્મથી જ લઈને આવ્યા છે અને જન્મથી જ છે આ. જન્મથી લઈને આવ્યા એટલે એવું નથી કે તે એ સ્થૂળમાં જન્મથી લઈને આવ્યા. જન્મથી એ તો પરમાણુરૂપે હોય, એને રૂપકમાં સેટઅપ અહીં થાય
છે.
૨૭
ત ફેર પ્રકૃતિતી સ્ટાઈલમાં !
પ્રશ્નકર્તા : અમારો જે પ્રકૃતિનો સ્વભાવ છે, એ કેવી રીતે મોળો પડે ? કારણ કે એ પ્રકૃતિનું એવું છે કે પોતાને ખબર પડે કે આ બંધન છે. દા.ત. કોઈને મરચા ખાવાની ટેવ હોય કે કાં તો કોઈને ગળ્યું ખાવાની ટેવ હોય, જેનાથી નિયમમાં ના રહેવાય.
દાદાશ્રી : નિયમની બહાર ગયેલી હોય કે નિયમવાળી હોય, પણ પ્રકૃતિ ફળ આપે છે. નિયમ બહાર ગયેલી હોય, પણ ડિસ્ચાર્જ છેને બધું. એટલે આમ ન રહે કે ૨હે એવું નહીં, જેવી છે એવી દેખાય છે. પ્રકૃતિમાં જેવો સ્વભાવ છે તેવો એ સ્વભાવ પ્રદર્શન કર્યા કરે છે નિરંતર. ડિસ્ચાર્જ એટલે શું ? પ્રકૃતિ પોતાનો સ્વભાવ પ્રદર્શન કર્યા કરે તે.
જે ચાર્જ થયેલું છે તે ડિસ્ચાર્જ થયા કરે અને આ દેહ એવો ચાર્જ
થયેલો છે તે ચાલતી વખતે આમ આમ ચાલતો હોય ને તે એ એંસી વર્ષનો થાય તોય એવો ને એવો ચાલે. ધાટી (સ્ટાઈલ) બદલાય નહીં. એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે પેલો ચાલ્યો ! અને આ ત્રણ ચાર્જ થયેલી બેટરીઓ, એમાં ફેરફાર ના થાય. એમાં ફેરફાર આવતા ભવમાં થાય. ત્યાં આ સંસારિક જ્ઞાન કામ લાગે, આપણું જ્ઞાન નહીં. એ પ્રમાણે ફેરફાર થઈ જાય.
પ્રકૃતિ નિયમવાળી છે. નિયમ વગર તો કોઈ ચીજ હોય જ નહીં. નિયમવાળું જગત છે. આ ફક્ત ઈગોઇઝમ જ વાંકો છે. ઇગો જ વાંકો છે, બાકી બધી નિયમવાળી છે. આ ઈગો, નિયમવાળીને અનિયમવાળી કરી નાખે. કહેશે, મારે ચા ગરમ જોઈશે અને પાછું લોકો જોડે વાતો કરે અને
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
ટાઢી થઈ જાય. ત્યારે મૂઆ, ઝટ પી લે ને છાનોમાનો ! પછી વાત કર. પણ આ ઈગો એવો ગાંડો છે. મનનો સ્વભાવ એવો નથી, ઈંગોનો છે. મન તો બધું કાયદેસરનું છે.
૨૮
જાગૃતિ લાવે પ્રકૃતિને નિયમમાં !
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનની જાગૃતિ રહે, તો પ્રકૃતિ એની મેળે નિયમમાં આવતી થાય, એ વાત ખરી ?
દાદાશ્રી : પ્રકૃતિ નિયમમાં આવતી જાય તમને, નહીં તો જ્ઞાન જ પેસે નહીં ત્યાં સુધી ! જ્ઞાન પેસી ગયું હોય તો પ્રકૃતિ નિયમમાં આવે પાછી.
પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિ નિયમીતતાવાળી હોય અને જ્ઞાન, એને કંઈ સંબંધ ખરો ? નિયમીત પ્રકૃતિ આપણા જ્ઞાનને કંઈ હેલ્પ કરે ખરી ? શ્રીમદ્ રાજચંદ્રનું પણ એક વાક્ય છે; દેહ નિયમીતતાવાળો હોવો જોઈએ, વાણી સ્યાદ્વાદ હોવી જોઈએ. એટલે નિયમીતતા ઉપર બહુ મહત્વ મૂકાયેલું છે. તો અત્યારે આપ પણ બોલ્યા કે આ અંજીર નિયમ પ્રમાણે લેવાય તો સારું.
દાદાશ્રી : હા, તો સારું ને !
પ્રશ્નકર્તા : હા, તો એ નિયમ જે છે પ્રકૃતિનો તે વ્યવહારને સ્પર્શ કરે છે, હવે એ જ્ઞાનને કઈ રીતે મદદરૂપ થઈ જાય છે ?
દાદાશ્રી : એટલે નિયમવાળી પ્રકૃતિ વ્યવહારને હેલ્પ કરેને અને વ્યવહારને હેલ્પ કરેને તો જ્ઞાનને હેલ્પ રહે. નિયમ વગર રહે તો પછી જ્ઞાનને હેલ્પ રહે નહીંને ! નિયમ રહેવો જોઈએ. એવું નથી કહેતાં કે આપણે નિયમ હોવો જોઈએ. જો બન્યો તો સાચો, એનો આગ્રહ નથી.
પ્રશ્નકર્તા : હવે એટલે નિયમ શું હોવો જોઈએ એ જાણવું પણ જરૂરી ખરુંને ?