________________
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
જાય ? જ્ઞાન લીધા પછી સંડાસ બંધ થઈ જાય ?
પ્રશ્નકર્તા : ના, એ તો ચાલુ જ રહે ને ! દાદાશ્રી : ત્યારે કંઈ કઢી વધારે ખાતો હોય તો બંધ થઈ જતી
હશે ?
[૧.3]. પ્રકૃતિ બંધાયેલી, તે પ્રમાણે ઉદ્દે !
ખપે પ્રકૃતિ શાતાથી ? પ્રશ્નકર્તા : પછી આપે લખ્યું છે કે ‘કોઈ ત્યાગની પ્રકૃતિ હોય, કોઈ તપની પ્રકૃતિ હોય, કોઈ વિલાસી પ્રકૃતિ હોય. મોક્ષે જવા માટે માત્ર તમારી પ્રકૃતિ ખપાવવાની છે.’ તો પ્રકૃતિ ખપાવવી એટલે શું ?
દાદાશ્રી : એ બરોબર છે. પ્રકૃતિ ખપાવવી એટલે આપણી પ્રકૃતિને સામાને અનુકૂળ કરીને, અનુકૂળ થઈને સમભાવે નિકાલ કરવો તે.
પ્રશ્નકર્તા : આ વિલાસની પ્રકૃતિ ખપાવવી અને મોક્ષે કેવી રીતે જવાય ?
છે આસક્તિ પ્રકૃતિને !
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી ‘હું શુદ્ધાત્મા છું' શ્રદ્ધા છે, પણ આસક્તિ હોય, તે એકદમ છૂટે નહીં ?
દાદાશ્રી : આસક્તિ તો પ્રકૃતિને છે, પુરુષને આસક્તિ નથી. પુરુષ તો એક વખત જુદો થઈ ગયો ને એટલે પછી પુરુષાર્થ જ કર્યા કરે અને પ્રકૃતિ આસક્તિવાળી કહેવાય છે. પ્રકૃતિ આસક્તિ કર્યા કરે. પુરુષ ને પ્રકૃતિ બે જુદા પડવા જોઈએ. એ જુદું કોઈ પાડી આપે નહીં. કો'ક વખત આ જ્ઞાની પુરુષ હોય, દસ લાખ વર્ષે એક ફેરો, ત્યારે બે જુદા પાડી આપે. ત્યાં સુધી બધું કર્યા જ કરવું પડે. પેલું તો પ્રકૃતિ અને પુરુષ બંને જુદા પાડીએ પછી પુરુષ પુરુષના સ્વભાવમાં ને પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં. પ્રકૃતિ આસક્તિમાં હોય અને પુરુષ જ્ઞાતા-દ્રષ્ટા હોય.
અને આવું જ્ઞાન આપ્યા પછી તો આ પુરુષ અને પ્રકૃતિ બે જુદી પાડીએ છીએ. એટલે પોતે પુરુષ થાય. પુરુષ પુરુષાર્થ સહિત છે. કેટલો બધો પુરુષાર્થ કરી શકે છે આમાં ! અને લોક તો તમારી પ્રકૃતિને જો જો કરે. મૂઆ, પ્રકૃતિને ના જોઈશ, પુરુષને જો. પ્રકૃતિ જુએ તો હતો એવો ને એવો સ્વભાવ દેખાય છે. મેલને મૂઆ, એ નહીં દેખવાનું. સંડાસ ના
દાદાશ્રી : હા. એ તો ખપાવીને જવાય. આ બધો વિલાસ જ છે ને ? તે જલેબી નહીં ખાતા ? પછી હાફુસની કેરીઓ નહીં ખાતા ? આ બધા નહીં ખાતા ? એ બધો વિલાસ જ છે ને ! આમાં કયો વિલાસ નથી તે ? આ બધાય જીવવિલાસ છે. કોઈ વિલાસ ચીકણો હોય ને કોઈ હોય તેનો મોળો હોય જરા.
પ્રશ્નકર્તા : આદત અને પ્રકૃતિમાં ફેર શું છે?
દાદાશ્રી : આદત એ શરૂઆત છે. તમે આદત ના કરો તો તેવી પ્રકૃતિ રહે, આદત કરો તો પછી આદતવાળી પ્રકૃતિ થઇ જાય. પેલું તમે વારેઘડી ચા માંગ માંગ કરો, તો ટેવઈ જાવ પછી. આદત પડી જાય. પહેલી આદત ‘તમે” પાડતા હો અને પછી આદત પડી જાય. આદત પાડવી અને આદત પડી જાય એમાં ફેર ખરો ? હું ? આદત પાડતા હોય એ છૂટી જાય અને આદત પડી એ ના છૂટે.