________________
પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે !
6
જવાનો છે, અગ્નિનો સ્વભાવ ઊંચે જવાનો છે તો એના સ્વભાવની વિરુદ્ધ લઈ જવું એ મુશ્કેલ છે. તો એવી રીતે પ્રકૃતિને આત્મા તરફ લઈ જવી કેટલી મુશ્કેલ છે ?
દાદાશ્રી : પ્રકૃતિને વિરુદ્ધ લઈ જવી એ ગુનો છે. વિરુદ્ધ લઈ જવાની નથી. પ્રકૃતિને કેળવવાની નથી. પ્રકૃતિ એના સત્તામાં જ છે. એ સત્તા, પરિણામ છે. પ્રકૃતિની સત્તા પરિણામીક છે. તે પરિણામ બદલાય નહીં ? કૉઝીઝ બદલવાના છે, તેને બદલે લોક છે તે પ્રકૃતિને બદલવા જાય છે.
પુરુષાર્થ કયા આધારે થાય ? પ્રશ્નકર્તા : તો પ્રકૃતિ આ બધું કરે છે કે પ્રકૃતિમાં આ બધું થાય
દાદાશ્રી : પ્રકૃતિ જ છે આ બધું. પ્રકૃતિ એટલે શું એક વાર જાણવું જોઈએ. પ્રકૃતિ એટલે આ જેમ આંબે કેરી હોય છે ને, તો એ કેરી થાય છે કે કરી રહી છે ?
પ્રશ્નકર્તા થાય છે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) છે. વિસર્જન પ્રકૃતિના હાથમાં છે. સર્જન જ્ઞાન પ્રમાણે છે અને વિસર્જન પ્રકૃતિને આધીન. વિસર્જનમાં કોઈનું ચાલે નહીં. ઓન્લી સાયન્ટીફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધું. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ અલ.
કારણ-કાર્ય સ્વરૂપ પ્રકૃતિતણું ! પ્રશ્નકર્તા : અમુક પ્રકૃતિ આપણે લઈને જન્મ્યા હોય, જભ્યા ત્યારથી જ અમુક પ્રકૃતિ લઈને આયા હોઈએ ?
દાદાશ્રી : પ્રકૃતિ લઈને જ આવ્યા છીએ. આત્મા પ્રકૃતિ જોડે હોય એટલું જ, બાકી પ્રકૃતિ લઈને આવ્યા છીએ. લાવનારે પ્રકૃતિ છે ને લઈ જનારે પ્રકૃતિ છે અને પ્રકૃતિ જ છે બધું. પ્રકૃતિ ક્યારે બંધાઈ ? ત્યારે કહે, ગયા અવતારે કારણે પ્રકૃતિ બંધાઈ હતી, તે આ અવતારમાં એ જ કારણ પ્રકૃતિમાંથી કાર્ય પ્રકૃતિ થઈ જાય. કાર્ય પ્રકૃતિ એટલે ફળ આપતી પ્રકૃતિ અને કારણ પ્રકૃતિ એટલે ફળ હજુ આપવાને માટે સન્મુખ થઈ નથી. હવે આ કાર્ય પ્રકૃતિમાંથી વળી પાછી કારણ પ્રકૃતિ ઊભી થવાની. પેલો અહંકાર વાંકો છે એટલે કારણ પ્રકૃતિ ઊભી જ કર્યા કરે..
પ્રશ્નકર્તા : આ આંતરિક પ્રકૃતિ એ પોતે જન્મ્યો તે ઘડીએ જ લઇને આવે છે ને પછી બાહ્ય પ્રકૃતિ અહીં જન્મ્યા પછી એના ઉદયમાં આવે છે?
દાદાશ્રી : હા, આંતરિક પ્રકૃતિ લઇને આવે છે, તે બાહ્ય પ્રકૃતિ ઊભી કરે છે.
પ્રશ્નકર્તા પણ દાદા, બાહ્ય પ્રકૃતિના ઘડતરને અને આંતરિક પ્રકૃતિનું જે લઈને આવ્યા, એને કોઇ સંબંધ ખરો ?
દાદાશ્રી : એ જો શોધખોળ કરતાં આવડે તો મારા જેવો જ્ઞાની થઇ જાય.
અંદરની પ્રકૃતિ છે તો જ આ બહાર ભેગું થાય, નહીં તો ભેગું થાય નહીં. નહિ તો કોઇ કાયદો નથી કે બાહ્યવાળો આપણને ભેગો થઇ જાય.
દાદાશ્રી : એવી રીતે છે આ પ્રકૃતિ. પરીક્ષાનો જવાબ આવેને એ પ્રકૃતિ અને કોઝિઝ ઊભા થાય તે એ ભ્રાંત પુરુષાર્થ છે. જેટલું એને જ્ઞાન છે, એ પ્રમાણે એનો પુરુષાર્થ છે.
સત્જ્ઞાન, જે સંપૂર્ણ જ્ઞાન એ ભગવાન કહેવાય. એ ભગવાન જેટલા અંશે એની પાસે છે એટલો એનો પુરુષાર્થ છે. એ જ્ઞાનના આધારે કરી રહ્યો છે. અત્યારે કો'કને ગાળો ભાંડે, તો પછી પસ્તાવો કરે છે એ જ્ઞાનથી કરે છે કે અજ્ઞાનથી કરે છે ?
પ્રશ્નકર્તા : જ્ઞાનથી કરે છે.
દાદાશ્રી : તે એ જ્ઞાનનો પ્રતાપ, એટલે ત્યાં પુરુષાર્થ છે. જેટલો જેટલો જ્ઞાનના ભાગને હેલ્પીંગ થયો એ બધો પુરુષાર્થ. બીજી બધી પ્રકૃતિ