________________
પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે !
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આ બહુ ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા: નવા કર્મો જે થાય, તે બાહ્ય પ્રકૃતિને લઈને જ થાય ?
દાદાશ્રી : એ નવા કર્મો થાય છે એ તો આપણા અહંકાર અને આજની આપણી સમજણ ને જ્ઞાન, તેની ઉપર આધાર રાખે છે. કર્મ અવળા ય બાંધે ને સવળા ય બાંધે અને પ્રકૃતિ આપણને એવાં સંજોગોમાં રાખે.
આવી સમજણ જ ના હોય કોઇને ! એને તો એમ જ લાગે કે બહારથી ભેગું થાય છે આ બધું.
આમાં રાગ-દ્વેષ કોને ? પ્રશ્નકર્તા : આત્મા રાગ-દ્વેષ રહિત છે તો પ્રકૃતિ રાગ-દ્વેષ રહિત કેવી રીતે થાય ? ક્યારે થાય ? એનો ક્રમ શું ?
દાદાશ્રી : હા, જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ જુદી થઈ ગઈ પણ ડિસ્ચાર્જરૂપે રહી. એ ડિસ્ચાર્જ થયા કરે ધીમે ધીમે. ચાર્જ થયેલી છે એ ડિસ્ચાર્જ થયા કરે. (જીવતા) અહંકાર વગર ડિસ્ચાર્જ થયા જ કરે, એની મેળે જ. એને ‘વ્યવસ્થિત છે' કહીએ છીએ આપણે.
પ્રકૃતિ, તાબે અહંકારતા કે વ્યવસ્થિતતા ? પ્રશ્નકર્તા : પ્રકૃતિ અને વ્યવસ્થિત એક જ વસ્તુ છે ?
દાદાશ્રી : આપણી પ્રકૃતિ વ્યવસ્થિતના તાબામાં છે અને અજ્ઞાનીની પ્રકૃતિ અહંકારના તાબામાં છે. એટલે અહંકારના તાબામાં એટલે શું ? એ ગાંડું ય કાઢે. અહંકારી માણસ વ્યવસ્થિતને તો ગાંઠે જ નહીંને ! આપણે તો પેલો અહંકાર જતો રહેલો એટલે પછી વ્યવસ્થિત
રહ્યું.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત અને પ્રકૃતિને સંબંધ ખરો ?
દાદાશ્રી : સ્થૂળ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે જ નહીં. એ તો પૂરણગલન સ્વભાવની છે. આ તો અહંકાર રાગ-દ્વેષ કરે છે. આ એને ગમે છે તેની ઉપર રાગ કરે છે અને નથી ગમતું તો ઢષ કરે છે. પ્રકૃતિ તો એના સ્વભાવમાં છે. શિયાળાને દહાડે ઠંડી હોય કે ના હોય ?
પ્રશ્નકર્તા : હોય.
દાદાશ્રી : એ એને ના ગમે તો એને દ્વેષ ચઢે. કેટલાંકને એમાં મઝા આવે. ના આવે ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે.
દાદાશ્રી : એવું. પ્રકૃતિ અને શિયાળાને દહાડે ઠંડી લાગે, ઉનાળાને દહાડે ગરમી લાગે. એટલે આ રાગ-દ્વેષ બધું અહંકાર કરે છે. અહંકાર જાય એટલે રાગ-દ્વેષ ગયા.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન આપ્યા પછી પ્રકૃતિ ઓટોમેટિક સહજ થયા જ કરે છેને ?
દાદાશ્રી : ખરોને સંબંધ. પ્રકૃતિ વ્યવસ્થિત જ છે બધું. એવું પ્રકૃતિ ગમ્યું નથી. વ્યવસ્થિત એટલે સત્તાણું પછી અઠ્ઠાણું આવીને ઊભી રહે એ તો. અઠ્ઠાણું પછી નેવું નહીં આવે એ ય વ્યવસ્થિત છે. જેવું શોભે એવી રીતે આવે.
પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિ અને વ્યવસ્થિતમાં થોડો ફેર ખરો ?
દાદાશ્રી : બહુ ફેર. વ્યવસ્થિત એ કાર્ય કરે છે અને પ્રકૃતિ તો ડીઝોલ્વ થયા કરે છે. અને વ્યવસ્થિત શક્તિને ઈગ્લીશમાં સાયન્ટિફીક સરકમસ્ટેન્શિયલ ‘એવિડન્સ’ કહું છું.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ ડીઝોલ્વ થયા કરે તો પછી પ્રકૃતિનો નાશ થઈ જવો જોઈએને ?
દાદાશ્રી : હા, તો નાશ જ થવા માંડ્યું છે આ, હવે નિર્જરા જ થવા માંડવાની. આ જ્ઞાન લીધા પછી નવું કર્મ બંધાતું નથી, જૂના કર્મ ઓગળ્યા