________________
પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે !
પોતાની સમજણમાં ભૂલ હોય ત્યાં સુધી પ્રકૃતિ દુઃખ દેશે, નહીં તો પ્રકૃતિ પોતે દુઃખ દેવા આવી નથી કે સુખ આપવા આવી નથી.
બન્ને વર્તે તિજ સ્વભાવમાં !
૧૭
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિ અને જ્ઞાન, જ્ઞાન તો દિવસે દિવસે વધતું જાય છે અને પ્રકૃતિ પણ કામ કરે છે. પ્રકૃતિ જ્ઞાનીને ય કામ કરે છે અને અજ્ઞાનીને ય કામ તો કરે છે. હવે પ્રકૃતિ ઉપર જ્ઞાનનો વિજય કઈ રીતે થાય એ આપ સમજાવો.
દાદાશ્રી : પ્રકૃતિ ઉપર જ્ઞાનનો વિજય થતો નથી. પ્રકૃતિ એના સ્વભાવમાં રહે છે. જ્ઞાન, જ્ઞાનના સ્વભાવમાં રહે છે ! આત્મા આત્માના સ્વભાવમાં રહે છે, પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં રહે છે. પ્રકૃતિની ક્રિયા જે થાય છે એ બધી ‘હું કરું છું' એ ભ્રાંતિ તૂટી જાય છે. પછી સ્વભાવિક ક્રિયામાં આવી જાય છે.
પ્રકૃતિતી સ્વતંત્રતા તે પરતંત્રતા !
પ્રશ્નકર્તા : પેલું વચ્ચે એજન્ટ કોણ છે એ સમજાવો.
દાદાશ્રી : વચ્ચે એજન્ટ કોઈ નથી. એ જે એજન્ટ માનીએ છીએને, એ છે તે પ્રકૃતિનો એજન્ટ છે અને એના હાથમાં જ સત્તા છે. આપણા હાથમાં સત્તા નથી. આપણે ચોંટી પડ્યા છીએ. આપણે એમ જાણીએ કે આ પારકો એજન્ટ આવ્યો છે. ત્યારે એ શું કહે ? તમે પારકાં એજન્ટ છો. તમારે અહીં લાગે-વળગે નહીં. તમારે ‘જોયા’ કરવાનું.
અમે શું કરીએ ? આખો દહાડો ‘એ.એમ.પટેલ’ શું ખાય છે, પીવે છે, એ બધું ‘જોયા’ કરીએ. કેટલા વખત ઊલટી થઈ ? કેટલા વખત એ થયું, એ બધું ‘જોયા’ કરીએ. એટલો જ અધિકાર છે આપણને.
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિ જે છે એ તો દેહને અંગેની ને ?
દાદાશ્રી : આ દેહ, મન-વચન-કાયા બધું આની મહીં આવી ગયું.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આત્મા સિવાય બીજું બધુંય જેને જગત ‘હું'પણું માને છે એ બધી જ પ્રકૃતિ છે અને આત્મા આનાથી જુદો છે. તેને પોતે જાણતો નથી, બિચારાને ભાન નથી. અને પ્રકૃતિ આમ સ્વતંત્ર છે પરિણામે, પરિણામ એટલે ઇફેક્ટિવમાં પણ કોઝિઝમાં પરતંત્ર છે. સંપૂર્ણ પરતંત્ર નથી પણ વોટીંગ પદ્ધતિ, પાર્લામેન્ટરી પદ્ધતિ છે. આત્માને કશું આમાં લેવા-દેવા
નથી.
૧૮
પ્રશ્નકર્તા : પ્રકૃતિ જો પૂરેપૂરી સ્વતંત્ર નથી તો કોના ઉપર આધારિત છે ?
દાદાશ્રી : નહીં, પરિણામે સ્વતંત્ર છે. આ જન્મથી તે મરતાં સુધી પરિણામ કહેવાય છે, એ સ્વતંત્ર છે. એમાં પ્રકૃતિ સ્વતંત્ર, આપણું કશું ચાલે નહીં. પણ અંદર જે કૉઝીઝ બંધાઈ રહ્યા છે ત્યાં આપણું ચાલે. એ આપણે ફેરફાર કરવો હોય તો થઈ શકે થોડો-ઘણો. તે ય સંપૂર્ણ તો ના જ થાય. થોડો-ઘણો ફેરફાર આપણે કરી શકીએ કે ભઈ, કો'કની ઉપર આપણને આમ કુદરતી રીતે વેર આવતું હોય છતાં મહીં આપણે અંદર નક્કી કરીએ કે ભઈ, આપણે વેર કરીને શું ફાયદો કાઢવાનો છે ! એટલે એટલું મહીં અંદર ફેરફાર કરવાનો રાઈટ છે, કૉઝીઝમાં. ઇફેક્ટમાં રાઈટ નથી. ઇફેક્ટ તો એક્ઝેક્ટ આવશે જ.
આ વહુ પાસ કરવા જાય છે તે પ્રકૃતિ પાસ કરે છે ને પોતે કહે છે કે મેં પાસ કરી. અને પછી ઘેર આવીને કહેશે, હું તો આવું તને જાણતો નહોતો. તું તો ખરાબ નીકળી. અરે મૂઆ, એ નથી ખરાબ નીકળી, તું વાંકો છું. આ શી રીતે આ બધા પઝલો સમજાય ? તે માણસ ગૂંચાયા જ કરે, આખો દહાડો ગૂંચ ગૂંચ ને ગૂંચ.
પ્રકૃતિ તથી બદલવાતી, તેનું કારણ બદલવાતું !
પ્રશ્નકર્તા : પણ ગીતામાં કહ્યું છે કે, પ્રકૃતિનો જે મૂળભૂત સ્વભાવ
છે એ તો માયા તરફ જ જવાનો છે અને હવે એની વિરુદ્ધ જવું એટલે આત્મા તરફ જવું એ કઈ રીતે બની શકે ? જેમ પાણીનો સ્વભાવ નીચે