________________
પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે !
૧૫
દાદાશ્રી : કશું લાગે-વળગે નહીં બેઉનેય.
પ્રશ્નકર્તા : પણ તીર્થંકરોની, જ્ઞાનીઓની એમની પ્રકૃતિ અમુક અમુક રીતે ચોખ્ખી થયેલી હોયને ?
દાદાશ્રી : જેમ જેમ પ્રકૃતિ ચોખ્ખી થતી જાયને, તેમ તેમ જ્ઞાન તરફ જતો જાય. જેમ પ્રકૃતિ વધારે બગાડે તેમ એ ડાઉન જાય, નીચે જાય એ. પ્રકૃતિ જેમ ચોખ્ખી કરે તેમ હલકો થતો જાય, તેમ ઉર્ધ્વગતિ લેતો
જાય.
પ્રશ્નકર્તા ઃ પ્રાકૃત અવસ્થાઓ કેવળજ્ઞાન સુધી રહે ?
દાદાશ્રી : પ્રાકૃત અવસ્થાઓ તો કેવળજ્ઞાન પછી ય હોય. જ્યાં સુધી મોક્ષે ના જાય ત્યાં સુધી પ્રકૃતિ. એટલે અમુક ગુણો હોય, પણ ક્રોધમાન-માય-લોભ એ બધું નીકળી ગયેલું હોય, પણ જે બાકી રહ્યું હોય તે હોય.
સંબંધ, સ્વસત્તા તે પ્રાકૃતસત્તા તણો !
એટલે પોતે આ પરસત્તા સમજી જાય અને પરસત્તામાં પછી પોતે આંગળી ના ઘાલે એકાદ અવતાર. એટલે પછી એ સત્તા જ એને છોડી દે છે અને મુક્ત થઈ જાય છે, બસ. પોતે પરસત્તામાં ડખલ કરે છે. તેથી આ સત્તા એને પકડી રાખે છે. એની સત્તામાં લોકો ડખલ કરે છે. ‘મેં કર્યું’ કહે છે. સંડાસ જવાની શક્તિ નથી. મેં ફોરેનના ડૉક્ટરોને ભેગા કરી કહ્યું, ત્યારે ઊંચા-નીચા થવા માંડ્યા. પછી મેં કહ્યું, જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે તમારી શક્તિ નહોતી.
પ્રશ્નકર્તા : પ્રાકૃતિક શક્તિ છે.
દાદાશ્રી : હું બસ, આ છે તે કુદરત ચલાવે છે, પ્રકૃતિ ચલાવે છે અને પાછાં કહે છે, ‘હું ચાલ્યો'.
પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિની સત્તા, આત્માની સત્તાથી સ્વતંત્ર છે કે પરતંત્ર
છે ?
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : પ્રકૃતિની સત્તા, આત્માની સત્તાથી સ્વતંત્ર છે, બિલકુલ. ફક્ત આત્માની હાજરી જરૂરી છે. આત્મા કશું કરે નહીં. આત્માની હાજરી હોય તો ચાલ્યા કરે. આત્માને આધીન નથી એ. આત્માની હાજરીની
૧૬
જરૂર છે, ફક્ત હાજરી ! નહીં તો આત્માની હાજરી ના હોય તો કશું
ય ના હોય.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે પ્રકૃતિ મારા ઉપર આક્રમણ કરી શકે ખરી ? પ્રકૃતિ આત્મા ઉપર આક્રમણ કરી શકે ખરી ?
દાદાશ્રી : કરેલી છે, આક્રમણ કરેલી છે ત્યારે તો આ લોકો આવા દેખાય છે. પોતે ભગવાન થઈને આવા દેખાય છે. કોઈ ગુસ્સે થઈ જાય છે, કોઈ લોભિયો થઈ જાય છે, કોઈ કપટો કરે છે, લુચ્ચાઈઓ કરે છે. છૂટતી વખતે પ્રકૃતિ સ્વતંત્ર !
પ્રશ્નકર્તા : પણ હવે જો પ્રકૃતિને કોઈ કાર્ય કરવું હોય તો આત્માની રજા લેવી પડેને ?
દાદાશ્રી : ના. પ્રકૃતિ એટલે આત્માએ (વ્યવહાર આત્માએ) જે કંઈ ભાવ કર્યો, જેવી ડખલ કરી, એવી પ્રકૃતિ થઈ આજે. પછી છૂટતી વખતે આત્માને છોડવું હોય આ રીતે પણ પ્રકૃતિ એના સ્વભાવથી જ છૂટે. તે ઘડીએ ‘એને’ ગમે નહીં. મને તમારી ઉપર ગુસ્સો આવ્યો પણ મને આ ગુસ્સો ગમે નહીં.
પ્રશ્નકર્તા ઃ ગુસ્સો આવવો એ પ્રકૃતિ કરે છેને ?
દાદાશ્રી : દેખાય છે એ ગુસ્સો નહીં. હું એના મૂળ બીજ ઉપર, મૌલિક, એના મૂળ ઉપર હું જઉં છું. એનાં સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે તે ! એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં એ ગુસ્સાની ડખલ કરે છે આ પ્રકૃતિને અને જે એ તૈયાર થાય છે, જેવા ભાવથી કરે છે, તેવા ભાવથી જ પ્રકૃતિ મૂળ તૈયાર થાય છે. પછી તે પ્રકૃતિ એના સ્વભાવથી પછી ડિસ્ચાર્જ થાય છે. તે વખતે પેલાને ગમે નહીં, એમાં પાછી પ્રકૃતિ શું કરે બિચારી ! એટલે