________________
૧૩
૧૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે ! અને પ્રકૃતિનો ભ્રાંત પુરુષાર્થ ગણાય છે. પ્રકૃતિ તો આપણને નચાવે છે ઊલટું. પ્રકૃતિ આપણા તાબામાં નથી. એના તાબે આપણે છીએ. જો કે આપણા તાબામાં તો છે જ નહીં એ પ્રકૃતિ. કારણ કે જે પ્રકૃતિ બંધાઈ ગયેલી છે, એ તો ઇફેક્ટ છે અને ઇફેક્ટમાં તો ચાલે નહીંને કોઈનું. એટલે એ ઇફેક્ટ આપણે ભોગવવી પડે. એટલે એના વશ રહેવું પડે. એટલે આપણે પુરુષે પુરુષાર્થ કરવાનો અને પ્રકૃતિ એ એનું જોર કરે. એમ કરતાં કરતાં આપણે છૂટા થઈએ, એ ખલાસ થઈ જાય. નવી આવક આવે નહીં ને જૂનું જ ખલાસ થાય. જૂનું ડિસ્ચાર્જ થાય, નવું ચાર્જ થાય નહીં એટલે ખલાસ થઈ જાય. અત્યાર સુધી તો આપણું કર્તાપણું જ હતું. આ તો એ પ્રકૃતિ ઘડીમાં સારું રાખે, ઘડીમાં બગાડે. ઘડીમાં સારું રાખે, ઘડીમાં બગાડે. એ તો આપણે પેલું મારાપણું માનતા હતા એટલું જ. બાકી એ ખરેખર આપણે હતા જ નહીંને ! આપણે તો આ જ્ઞાન જાણ્યા પછી પુરુષ થઈ ગયા ! આ રિયલ એ પુરુષ અને રિલેટિવ એ છે તે પ્રારબ્ધ, ઇફેક્ટ કરેલી પ્રકૃતિ. આખું વિજ્ઞાન સમજવા જેવું છે. આ બધું.
પ્રકૃતિ પરાણે કરાવે.. ખરું જોવા જતાં તો અજ્ઞાન દશામાં કોઈ પ્રકૃતિથી જુદો પડ્યો જ નથી. આ બધા લોકો પ્રકૃતિનાં કંઈક ભોક્તા છે. પ્રકૃતિનો માલિક કોણ છે ? જે કહે છે કે આ હું જ છું, હું ચંદુલાલ છું. એ આ પ્રકૃતિનો ભોક્તા છે. ત્યાં પ્રકૃતિ કેવી હોય ? કોઈકની એ સાસુ હોય, તે સાસુભાવ દેખાડે એટલે ખુશ થઈ જાય. માસીસાસુ આવી, કાકીસાસુ આવી, વાઈફ હોય. છોકરો કહેશે, પપ્પાજી. એ પ્રકૃતિ તો ખુશ થઈ જાય, પણ આ ચંદુલાલ છે. એ ભોગવે બધી વાત, એટલે આત્મા નહીં પણ બધા અહંકાર, ‘ચંદુલાલ’ નામનો અહંકાર છે.
આ દુનિયા પ્રકૃતિવશ છે. આ બધું પ્રકૃતિ પરાણે કરાવડાવે છે બધાને ને એ પોતે પરાણે કરે. આપણે ના કરવું હોય તો ય કરાવડાવે. આપણું વિજ્ઞાન એ સૂચવે છે કે આ પ્રકૃતિ પરાણે કરાવે છે તેને તું જાણ અને પ્રકૃતિથી છૂટો પડ, પણ ‘આ પ્રકૃતિ હું છું, આ કરું છું તે હું જ છું.”
એવો દેહાધ્યાસ છૂટી જાય એને માટે આ છે. બાકી નહીં તો આખા જગતને પ્રકૃતિ પરાણે નચાવડાવે છે.
નહીં તો આવા કૃષ્ણ ભગવાન એટલે કોણ ? નરના નારાયણપદ કહેવાય છે. પણ આમ સૂઈ ગયા હતા. હેય.. તીર વાગ્યું ને ! તે શું જાણતા ન્હોતા, તીર આવવાનું છે એવું ? એ નાટકની પેઠ થવા દે. એ પોતે જાણતા હતા તો ય કશું ફેરફાર નહીં કર્યો, પણ જે બનવાં કાળ છે પ્રકૃતિ, તે છોડે નહીં.
આત્મા અને પ્રકૃતિ, બે આમ છે જુદા પણ બે નજીક હોવાથી એવા ચોંટ્યા છે અનાદિકાળથી, તે ઉખડે જ નહીં. એટલે બંનેનો સ્વભાવ
એકતા” લાગે છે. ‘હું મરી જઈશ’ આ આત્માને ય એવું લાગે છે. જોડે એક થયાને ! અલ્યા મૂઆ, તું શી રીતે મરું ? પણ એને સ્વભાવ “એકતા” થઈ ગઈ.
સર્વસ્વ પરવશ જ છે પ્રકૃતિ. શ્રી હંડ્રેડ એન્ડ સીક્સટી ડિગ્રીથી જ પરવશ છે. આ તો લોકો અહંકાર કરે એટલું જ છે. ‘હું આમ કરી નાખ્યું ને હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું' એ અહંકાર કરે છે એટલું
પ્રશ્નકર્તા : એટલે ઝીરોથી થ્રી સીક્સટી સુધી આખી પ્રકૃતિ પરવશ
દાદાશ્રી : આખી (પ્રકૃતિ) બધી જ પરવશ છે. આ તો જે પ્રકૃતિમાં થવાનું છે એ આધારે નૈમિત્તિક વાણી નીકળે એટલે એ પોતાના મનમાં એમ એડજસ્ટ થાય કે હવે આમ હું કહું છું એ પ્રમાણે થાય છે.
પ્રશ્નકર્તા તીર્થંકરોની પ્રકૃતિ પણ પરવશ ? દાદાશ્રી : તીર્થંકરોની શું, બધાની, પ્રકૃતિ માત્ર પરવશતા !
પ્રશ્નકર્તા : ના, એટલે આત્માને અને એને તો લાગે-વળગે નહીં પણ એ...